(Source: ECI/ABP News/ABP Majha)
Rakesh Jhunjhunwala: ભારતના વોરેન બફેટે કહેવાતા રાકેશ ઝુનઝુનવાલાએ માત્ર 5 હજાર રૂપિયાથી કરી હતી શરૂઆત, જાણો આજે કેટલી છે નેટવર્થ
Rakesh Jhunjhunwala: રાકેશ ઝુનઝુનવાલાને ભારતના વોરેન બફેટ કહેવાય છે. શેરમાર્કેટમાં રૂપિયા લગાવ્યા બાદ તેમણે બિગ બુલ એરલાઇન સેક્ટરમાં પણ એન્ટ્રી કરી હતી.
Rakesh Jhunjhunwala: શેરબજારના બિગબુલ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલાનું નિધન થયું છે. તેઓ 62 વર્ષના હતા. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે. 2-3 સપ્તાહ પહેલા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. ઝુનઝુનવાલાના મૃત્યુનું કારણ મલ્ટિ-ઓર્ગન ફેલ્યોર હોવાનું કહેવાય છે. ડૉક્ટરોની ટીમ સતત તેને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ સફળ રહ્યા નહોતા. ગત સાંજે જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત સતત બગડી રહી હતી. ઝુનઝુનવાલાના પરિવારમાં તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા, પુત્રી નિષ્ઠા અને બે પુત્રો આર્યમાન અને આર્યવીર છે.
પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક
પીએમ નરેન્દ્ર મોદીએ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું, તેઓ અદમ્ય હતા. જીવનથી ભરપૂર, વિનોદી અને સમજદાર હતા. તેમનું નાણાકીય વિશ્વમાં અવિશ્વસનીય યોગદાન છે. તેઓ ભારતની પ્રગતિ માટે પણ ખૂબ જ ઉત્સાહી હતા
ભારતના વોરેન બફેટ
રાકેશ ઝુનઝુનવાલાને ભારતના વોરેન બફેટ કહેવાય છે. શેરમાર્કેટમાં રૂપિયા લગાવ્યા બાદ તેમણે બિગ બુલ એરલાઇન સેક્ટરમાં પણ એન્ટ્રી કરી હતી. તેમની નવી એરલાઇન કંપનીએ મોટું રોકાણ કર્યુ હતું અને 7 ઓગસ્ટથી કંપનીએ કામ શરૂ કર્યુ હતું. તેઓ હજારો કરોડો રૂપિયાની સંપત્તિના માલિક છે. તેમણે માત્ર 5 હજાર રૂપિયાથી શરૂઆત કરી હતી.
રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં 32 શેર
જૂન 2022ના ત્રિમાસિક ગાળા માટેના નવીનતમ શેરહોલ્ડિંગ મુજબ, રાકેશ ઝુનઝુનવાલાના સ્ટોક પોર્ટફોલિયોમાં હાલમાં 32 શેરનો સમાવેશ થાય છે. જેની વર્તમાન નેટવર્થ રૂ. 31,220.9 કરોડથી વધુ છે. રાકેશ ઝુનઝુનવાલાને ભારતના વોરેન બફેટ પણ કહેવામાં આવે છે. મીડિયા અને રિટેલ રોકાણકારો તેના રોકાણ પર નજર રાખે છે. તેમના મનપસંદ શેરોમાં ફાઇનાન્સ, ટેક, રિટેલ અને ફાર્મા સેક્ટરના શેરોનો સમાવેશ થાય છે.
તાજેતરમાં ઉડ્ડયન ક્ષેત્રમાં પ્રવેશ કર્યો
વિવિધ વ્યવસાયોમાં રોકાણ કરનારા રાકેશ ઝુનઝુનવાલાએ તાજેતરમાં આકાશ એરલાઈન્સમાં પણ રોકાણ કર્યું છે. ઝુનઝુનવાલાએ તેમાં 40 ટકા હિસ્સો રાખ્યો હતો. આ રોકાણ એવા સમયે કરવામાં આવ્યું છે જ્યારે મોટાભાગની એરલાઇન્સ ખોટમાં ચાલી રહી છે. આકાશ એરલાઈન્સે અમેરિકન એરોસ્પેસ કંપની દ્વારા તેની ફ્લાઈટ્સ માટે 72 બોઈંગ 737 મેક્સ એરક્રાફ્ટ ખરીદ્યા હતા.
5000થી રોકાણ શરૂ કર્યું
રાકેશ ઝુનઝુનવાલા શેરબજારમાં સૌથી મોટા રોકાણકારોમાંના એક હતા. જ્યારે તે કોલેજમાં હતો ત્યારે તેણે શેરબજારમાં હાથ અજમાવવાનું શરૂ કર્યું હતું. તેમણે ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઑફ ઈન્ડિયામાં પ્રવેશ મેળવ્યો. અહીંથી સ્નાતક થયા પછી જ તેણે શેરબજારમાં હાથ અજમાવવાનું શરૂ કર્યું. ઝુનઝુનવાલાએ 1985માં 5,000 રૂપિયાથી રોકાણ કરવાનું શરૂ કર્યું. સપ્ટેમ્બર 2018 સુધીમાં આ રોકાણ વધીને 11,000 કરોડ રૂપિયા થઈ ગયું હતું. જાણકારી અનુસાર, હાલમાં ઝુનઝુનવાલાની કુલ સંપત્તિ 43.39 હજાર કરોડ રૂપિયા છે.