શોધખોળ કરો

Rakesh Jhunjhunwala: રાકેશ ઝુનઝુનવાલા કેમ કહેતા હતા સસરા-પિતાના પૈસાનું શેરબજારમાં ન કરો રોકાણ, જાણો વિગત

રાકેશ ઝુનઝુનવાલાએ એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, લોકો ઉછીના પૈસે શેરબજારમાં ટ્રડિંગ કરે છે. પરંતુ આવા લોકોને સલાહ છે કે તેઓ ખુદના પૈસા કમાઈને શેરબજારમાં ટ્રેડિંગ કરે, જેથી તેમને પૈસાનું મહત્વ સમજાય

Rakesh Jhunjhunwala: ભારતીય શેરબજારના બિગ બુલ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલાનું આજે 62 વર્ષની વયે નિધન થયું છે. પીએમ મોદી સહિત અનેક નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રાકેશ ઝુનઝુનવાલા અંગે ઘણી વાતો જાણીતી છે પરંતુ તેઓ હંમેશા કહેતા હતા કે સસરા અને પિતાના પૈસાથી શેરબજારમાં રોકાણ ન કરો.

રાકેશ ઝુનઝુનવાલાએ એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, લોકો ઉછીના પૈસે શેરબજારમાં ટ્રડિંગ કરે છે. પરંતુ આવા લોકોને સલાહ છે કે તેઓ ખુદના પૈસા કમાઈને શેરબજારમાં ટ્રેડિંગ કરે, જેથી તેમને પૈસાનું મહત્વ સમજાય. તેમને એક કાર્યક્રમમાં સવાલ કરાયો કે નાના-મોટા રોકાણકારો તમારી સલાહ ધ્યાનથી સાંભળે છે, તેમને રોકાણની શું સલાહ આપશો ? તેના જવાબમાં તેમણે કહ્યું કે, કોઈ કોઈનું માનતું નથી. મે જૂન 2020માં કહ્યું હતું કે આ શેર લઈ લો... કોઈએ મારી ન માની...જો સાંભળી હોત તો માલામાલ થઈ ગયા હતો. તમે રાડો પાડતા રહો પણ સાંભળનારું કોઈ નથી. લોકો તેમનું ધાર્યુ જ કરે છે. 

પીએમ નરેન્દ્ર મોદીએ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું, તેઓ અદમ્ય હતા. જીવનથી ભરપૂર, વિનોદી અને સમજદાર હતા. તેમનું નાણાકીય વિશ્વમાં અવિશ્વસનીય યોગદાન છે. તેઓ ભારતની પ્રગતિ માટે પણ ખૂબ જ ઉત્સાહી હતા

ભારતના વોરેન બફેટ

રાકેશ ઝુનઝુનવાલાને ભારતના વોરેન બફેટ કહેવાય છે. શેરમાર્કેટમાં રૂપિયા લગાવ્યા બાદ તેમણે બિગ બુલ એરલાઇન સેક્ટરમાં પણ એન્ટ્રી કરી હતી. તેમની નવી એરલાઇન કંપનીએ મોટું રોકાણ કર્યુ હતું અને 7 ઓગસ્ટથી કંપનીએ કામ શરૂ કર્યુ હતું. તેઓ હજારો કરોડો રૂપિયાની સંપત્તિના માલિક છે. તેમણે માત્ર 5 હજાર રૂપિયાથી શરૂઆત કરી હતી.

રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં 32 શેર

જૂન 2022ના ત્રિમાસિક ગાળા માટેના નવીનતમ શેરહોલ્ડિંગ મુજબ, રાકેશ ઝુનઝુનવાલાના સ્ટોક પોર્ટફોલિયોમાં હાલમાં 32 શેરનો સમાવેશ થાય છે. જેની વર્તમાન નેટવર્થ રૂ. 31,220.9 કરોડથી વધુ છે. રાકેશ ઝુનઝુનવાલાને ભારતના વોરેન બફેટ પણ કહેવામાં આવે છે. મીડિયા અને રિટેલ રોકાણકારો તેના રોકાણ પર નજર રાખે છે. તેમના મનપસંદ શેરોમાં ફાઇનાન્સ, ટેક, રિટેલ અને ફાર્મા સેક્ટરના શેરોનો સમાવેશ થાય છે.

તાજેતરમાં ઉડ્ડયન ક્ષેત્રમાં પ્રવેશ કર્યો

વિવિધ વ્યવસાયોમાં રોકાણ કરનારા રાકેશ ઝુનઝુનવાલાએ તાજેતરમાં આકાશ એરલાઈન્સમાં પણ રોકાણ કર્યું છે. ઝુનઝુનવાલાએ તેમાં 40 ટકા હિસ્સો રાખ્યો હતો. આ રોકાણ એવા સમયે કરવામાં આવ્યું છે જ્યારે મોટાભાગની એરલાઇન્સ ખોટમાં ચાલી રહી છે. આકાશ એરલાઈન્સે અમેરિકન એરોસ્પેસ કંપની દ્વારા તેની ફ્લાઈટ્સ માટે 72 બોઈંગ 737 મેક્સ એરક્રાફ્ટ ખરીદ્યા હતા.

5000 થી રોકાણ શરૂ કર્યું હતું

રાકેશ ઝુનઝુનવાલા શેરબજારમાં સૌથી મોટા રોકાણકારોમાંના એક હતા. જ્યારે તે કોલેજમાં હતો ત્યારે તેણે શેરબજારમાં હાથ અજમાવવાનું શરૂ કર્યું હતું. તેમણે ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઑફ ઈન્ડિયામાં પ્રવેશ મેળવ્યો. અહીંથી સ્નાતક થયા પછી જ તેણે શેરબજારમાં હાથ અજમાવવાનું શરૂ કર્યું. ઝુનઝુનવાલાએ 1985માં 5,000 રૂપિયાથી રોકાણ કરવાનું શરૂ કર્યું. સપ્ટેમ્બર 2018 સુધીમાં આ રોકાણ વધીને 11,000 કરોડ રૂપિયા થઈ ગયું હતું. જાણકારી અનુસાર, હાલમાં ઝુનઝુનવાલાની કુલ સંપત્તિ 43.39 હજાર કરોડ રૂપિયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: રાજ્ય સરકારનો શિક્ષકો માટે મહત્વનો નિર્ણય, નવા બદલીના નિયમો જાહેર કર્યા, જાણો શેના આધારે મળશે ટ્રાન્સફર
Gujarat: રાજ્ય સરકારનો શિક્ષકો માટે મહત્વનો નિર્ણય, નવા બદલીના નિયમો જાહેર કર્યા, જાણો શેના આધારે મળશે ટ્રાન્સફર
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની ઘોર બેદરકારી, સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ 2 દર્દીએ ગુમાવી જિંદગી, પરિવારજનોએ કરી તોડફોડ
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની ઘોર બેદરકારી, સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ 2 દર્દીએ ગુમાવી જિંદગી, પરિવારજનોએ કરી તોડફોડ
ગોંડલમાં જયરાજસિંહના પરિવાર દ્વારા તુલસી વિવાહનું આયોજન, CM ભૂપેંદ્ર પટેલે ઠાકોરજીની આરતી ઉતારી
ગોંડલમાં જયરાજસિંહના પરિવાર દ્વારા તુલસી વિવાહનું આયોજન, CM ભૂપેંદ્ર પટેલે ઠાકોરજીની આરતી ઉતારી
Aadhaar Update: આધારકાર્ડમાં કેટલી વખત બદલી શકો છો ડિટેલ ? જાણો તમામ જાણકારી  
Aadhaar Update: આધારકાર્ડમાં કેટલી વખત બદલી શકો છો ડિટેલ ? જાણો તમામ જાણકારી  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Tulsi Vivah: ગોંડલમાં જયરાજસિંહના પરિવાર દ્વારા તુલસી વિવાહનું ભવ્ય આયોજનFire at Vadodara IOCL refinery : મૃતકના પરિવારને વળતર આપવાની MLA ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જાહેરાતSurat Earthquake :  ઉમરપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકોKhyati Hospital Incident : દર્દીઓના મોત બાદ ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી પર આરોગ્યમંત્રીનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: રાજ્ય સરકારનો શિક્ષકો માટે મહત્વનો નિર્ણય, નવા બદલીના નિયમો જાહેર કર્યા, જાણો શેના આધારે મળશે ટ્રાન્સફર
Gujarat: રાજ્ય સરકારનો શિક્ષકો માટે મહત્વનો નિર્ણય, નવા બદલીના નિયમો જાહેર કર્યા, જાણો શેના આધારે મળશે ટ્રાન્સફર
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની ઘોર બેદરકારી, સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ 2 દર્દીએ ગુમાવી જિંદગી, પરિવારજનોએ કરી તોડફોડ
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની ઘોર બેદરકારી, સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ 2 દર્દીએ ગુમાવી જિંદગી, પરિવારજનોએ કરી તોડફોડ
ગોંડલમાં જયરાજસિંહના પરિવાર દ્વારા તુલસી વિવાહનું આયોજન, CM ભૂપેંદ્ર પટેલે ઠાકોરજીની આરતી ઉતારી
ગોંડલમાં જયરાજસિંહના પરિવાર દ્વારા તુલસી વિવાહનું આયોજન, CM ભૂપેંદ્ર પટેલે ઠાકોરજીની આરતી ઉતારી
Aadhaar Update: આધારકાર્ડમાં કેટલી વખત બદલી શકો છો ડિટેલ ? જાણો તમામ જાણકારી  
Aadhaar Update: આધારકાર્ડમાં કેટલી વખત બદલી શકો છો ડિટેલ ? જાણો તમામ જાણકારી  
Rajkot: ગોંડલમાં ચંદ્ર મૌલેશ્વર મંદિરમાં શખ્સે ગળા પર છરી ફેરવી કમળપૂજાનો પ્રયાસ કરતા ખળભળાટ
Rajkot: ગોંડલમાં ચંદ્ર મૌલેશ્વર મંદિરમાં શખ્સે ગળા પર છરી ફેરવી કમળપૂજાનો પ્રયાસ કરતા ખળભળાટ
Champions trophy 2025: ICC પાકિસ્તાનને આપી શકે છે ઝટકો, આ દેશમાં ચેમ્પિયન્સ ટ્રોફી કરાવવાની તૈયારી: રિપોર્ટ
Champions trophy 2025: ICC પાકિસ્તાનને આપી શકે છે ઝટકો, આ દેશમાં ચેમ્પિયન્સ ટ્રોફી કરાવવાની તૈયારી: રિપોર્ટ
અમેરિકામાં દર વર્ષે કેટલા લોકોને ગ્રીન કાર્ડ મળે છે? જાણો આમાં ભારતીયોની સંખ્યા કેટલી છે
અમેરિકામાં દર વર્ષે કેટલા લોકોને ગ્રીન કાર્ડ મળે છે? જાણો આમાં ભારતીયોની સંખ્યા કેટલી છે
Chrome યુઝર્સ માટે સરકારે જાહેર કરી ચેતવણી, અનેક વર્ઝનમાં છે સિક્યોરિટી રિસ્ક
Chrome યુઝર્સ માટે સરકારે જાહેર કરી ચેતવણી, અનેક વર્ઝનમાં છે સિક્યોરિટી રિસ્ક
Embed widget