શોધખોળ કરો
Advertisement
યસ બેંકના રાણા કપૂરનું મકાન મુકેશ અંબાણીના એન્ટિલિયાને બિલકુલ અડીને છે, 128 કરોડમાં ખરીદેલું, જાણો વિગત
રાણા કપૂર પોતાની આલિશાન જીવનશૈલી માટે પણ પ્રખ્યાત છે. મુકેશ અંબાણીના એન્ટિલિયાની બાજુમાં 128 કરોડ રૂપિયાનો ભવ્ય અને આલિશાન બંગલો ખરીદ્યો છે,
મુંબઇઃ વિદેશોમાં અપાર સંપતિ ભેગી કરીને રાખનાર અને હજારો કરોડો રૂપિયાનુ મની લૉન્ડ્રિંગ કરીને હાલ ઇડીના સકંજામાં આવી ગયેલા યશ બેન્કના સંસ્થાપક રાણા કપૂરને લઇને એક નવી વાત સામે આવી છે. રાણા કપૂરે મુંબઇમાં એક ભવ્ય આલિશાન બંગલો બનાવી રાખ્યો છે, અને આ બંગલો ભારતના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીને એન્ટિલિયાની બાજુમાં જ આવેલો છે.
રાણા કપૂર પોતાની આલિશાન જીવનશૈલી માટે પણ પ્રખ્યાત છે. લંડનમાં તો રાણા કપૂરી અપાર સંપતિ છે જ, પણ સાથે સાથે ભારતમાં પણ અબજો રૂપિયાની સંપતિ ભેગી કરીને રાખી છે. રાણા કપૂરે મુંબઇમાં મુકેશ અંબાણીના એન્ટિલિયાની બાજુમાં 128 કરોડ રૂપિયાનો ભવ્ય અને આલિશાન બંગલો ખરીદ્યો છે, આ વાતની જાણ બહુ ઓછા લોકોને છે.
યશ બેન્કના સંશ્થાપક રાણા કપૂરે વર્ષ 2018માં મુંબઇમાં જમીન ખરીદી હતી અને તેના પર બાદમાં 128 કરોડનો ભવ્ય આલિશાન બંગલો બનાવી દીધો હતો, આ તેના સપનાનો મહેલ પણ છે. બિઝનેસ ઇન્સાઇડરના એક રિપોર્ટ પ્રમાણે, આ બંગલો ભારતના 10 સૌથી મોંઘા બંગલામાંનો એક છે. આ બંગલો મુંબઇના પૉશ વિસ્તારમાં ટૉની એલ્ટામાઉન્ટ રૉડ પર આવેલો છે. આ બંગલાનો પહેલાનો માલિકી હક્ક સિટી ગ્રુપની પાસે હતો.
ખાસ વાત એ છે કે, રાણા કપૂરનો આ બંગલો મુકેશ અંબાણીના એન્ટિલિયાની બાજુમાં જ છે. આ બિલ્ડિંગનો કુલ બિલ્ટ અપ એરિયા 14800 વર્ગ ફૂટ છે. રાણા કપૂરે આ બંગલાને પત્ની બિન્દુ અને એક ખાનગી કંપનીના નામ પર ખરીદવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion