શોધખોળ કરો
રતન ટાટાએ ટ્વિટ કરી નોટબંધી પર આપી સરકારને સલાહ, ગરીબની મુશ્કેલી અંગે વ્યક્ત કરી ચિંતા

નવી દિલ્લી: ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાએ ગુરૂવારે નોટબંધીને કારણે સામાન્ય જનતાને પડી રહેલી મુશ્કેલી અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સરકારની નોટ આપવાના પ્રયત્નોને વખાણ્યો તો છે સાથે જ સલાહ આપી છે કે જરૂરિયાતમંદની મદદ કરવી જોઈએ. આ સમયે એવા પગલા ઉઠાવવા જોઈએ જેવા આપણે કુદરતી આફત વખતે ગરીબોની મદદ કરવા માટે ઉઠાવીએ છીએ.
તેમણે સામાન્ય માણસને મેડિકલ ઈમરજંસીના સમયે સર્જરી અને સારવાર માટે નોટબંધીને કારણે મુશ્કેલી પડી રહી છે. રોજની જરૂરીયાતની વસ્તુઓ લાવવામાં ગરીબોને મુશ્કેલી પડી રહી છે. અને ખાવા-પીવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે પહેલા રતન ટાટાએ નોટબંધી બાબતે સરકારની પ્રશંસા કરી હતી.
રતન ટાટાએ કહ્યું કે આમ તો સરકાર નવી નોટો પહોંચાડવા પ્રયત્નો કરી રહી છે પણ ગરીબો સુધી પહોંચાડવા સરકારે ખાસ વ્યવસ્થા કરવાની જરૂર હતી. ખાસ કરીને હેલ્થકેર માટે અને નાના દવાખાના માટે સરકારે થોડુ વિચારવાની જરૂર હતી. કેમકે આ જગ્યાઓએ કેશની સૌથી વધુ તકલીફ ગરીબોને થઈ રહી છે. રતન ટાટાએ વધુમાં લખ્યું છે કે જો સરકારે ગરીબોને પડનારી મુશ્કેલીઓ અંગે પહેલેથી વિચાર કરીને ખાસ પગલા લીધા હોત તો આ નિર્ણયને ઘણું સમર્થન મળ્યુ હોત.Some further thoughts on implementation of demonetization program. pic.twitter.com/RZdicKvFS7
— Ratan N. Tata (@RNTata2000) November 24, 2016
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
અમદાવાદ
બોલિવૂડ
Advertisement
