શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

RBI Dividend: સરકારનો ખજાનો ભરાઇ જશે, આ નાણાકીય વર્ષમાં RBI આપશે 1 લાખ કરોડ રૂપિયા

RBI Dividend:આ નાણાકીય વર્ષમાં સરકારી તિજોરીને રિઝર્વ બેન્ક તરફથી રેકોર્ડ પેમેન્ટ મળી શકે છે

RBI Dividend: ગયા મહિને શરૂ થયેલા નવા નાણાકીય વર્ષ સરકારી તિજોરી માટે સારુ સાબિત થઈ શકે છે. આ નાણાકીય વર્ષમાં સરકારી તિજોરીને રિઝર્વ બેન્ક તરફથી રેકોર્ડ પેમેન્ટ મળી શકે છે અને આંકડો 1 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.

યુનિયન બેન્કે રિપોર્ટ જાહેર કર્યો

યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં રિઝર્વ બેન્ક દ્વારા લગભગ 1 લાખ કરોડ રૂપિયા કેન્દ્ર સરકારને ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. આ રેકોર્ડ ટ્રાન્સફર માટે જવાબદાર સૌથી મહત્વપૂર્ણ પરિબળ આરબીઆઈ દ્વારા સરકારને આપવામાં આવેલ ડિવિડન્ડ માનવામાં આવે છે. રિપોર્ટમાં અનુમાન છે કે આ નાણાકીય વર્ષમાં પણ આરબીઆઈની ડિવિડન્ડની ચૂકવણી સારી રહેવાની છે.

કેન્દ્ર સરકારનું અંદાજિત બજેટ

રિઝર્વ બેન્કે ગયા નાણાકીય વર્ષમાં 87 હજાર 400 કરોડ રૂપિયા સરકારી તિજોરીમાં ટ્રાન્સફર કર્યા હતા. ફેબ્રુઆરીમાં રજૂ કરાયેલા બજેટમાં સરકારે નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન રિઝર્વ બેન્ક, સરકારી બેન્કો અને અન્ય સરકારી નાણાકીય સંસ્થાઓ પાસેથી ડિવિડન્ડ તરીકે 1 લાખ 20 હજાર કરોડ રૂપિયા મેળવવાનો અંદાજ મૂક્યો હતો. યુનિયન બેન્કના રિપોર્ટમાં એવું માનવામાં આવે છે કે આ નાણાકીય વર્ષમાં પણ ડિવિડન્ડથી મળેલી રકમ બજેટ અંદાજ કરતાં વધુ હોઈ શકે છે, જેમ કે ગયા નાણાકીય વર્ષમાં હતી.

આટલું ડિવિડન્ડ ગયા વર્ષે આવ્યું હતું

ગયા નાણાકીય વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારને રિઝર્વ બેન્ક, જાહેર ક્ષેત્રની બેન્કો અને અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી ડિવિડન્ડ તરીકે 1 લાખ 44 હજાર રૂપિયા મળ્યા હતા, જ્યારે બજેટમાં એકંદરે ડિવિડન્ડ માત્ર 48 હજાર કરોડ રૂપિયા હોવાનો અંદાજ હતો. આનો અર્થ એ થયો કે પાછલા નાણાકીય વર્ષ દરમિયાન સરકારની ડિવિડન્ડની કમાણી બજેટ અંદાજ કરતાં બમણી કરતાં વધુ હતી.

વ્યાજમાંથી આટલી કમાણી થવાની અપેક્ષા

રિઝર્વ બેન્કની મુખ્ય આવક વ્યાજ અને વિદેશી હૂંડિયામણમાંથી થાય છે. રિઝર્વ બેન્કની બેલેન્સ શીટના લગભગ 70 ટકા વિદેશી ચલણ સંપત્તિના રૂપમાં છે, જ્યારે 20 ટકા સરકારી બોન્ડના સ્વરૂપમાં છે. રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે આ સિક્યોરિટીઝમાંથી રિઝર્વ બેન્કને વ્યાજની કમાણી 1.5 લાખ કરોડ રૂપિયાથી 1.7 લાખ કરોડ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.                                 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Who is Kash Patel: ટ્રમ્પે એક ગુજરાતીને બનાવ્યા FBIના ડાયરેક્ટર,જાણો કોણ છે કાશ પટેલ જેના પેટભરીને વખાણ કરી રહ્યા છે યૂએસ રાષ્ટ્રપતિ

Cyclone Fengal: ભારે વરસાદનું હાઈ એલર્ટ,તમિલનાડુ-પુડુચેરી સુધી પહોંચ્યું ચક્રવાત ફેંગલ

Naresh Balyan Arrested: આમ આદમી પાર્ટીના ધારાસભ્યની ધરપકડ,ગેંગસ્ટર સાથેની ઓડિયો ક્લિપ વાયરલ થતા ચકચાર

LPG Cylinder:  ડિસેમ્બરના પહેલા દિવસે જ લોકોને લાગ્યો મોંઘવારીનો માર, ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો

ABP Premium

વિડિઓઝ

Gandhinagar Accident: સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત ત્રણ ઈજાગ્રસ્ત, એકનું મોતHun To Bolish : હું તો બોલીશ : આ નબીરાઓને કોઈ નહીં રોકે !Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગો'ના તાગડધિન્ના પર્દાફાશBZ Group Ponzi Scheme: મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ડાયરામાં ઉડાવ્યા બેફામ રૂપિયા, વીડિયો થયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Who is Kash Patel: ટ્રમ્પે એક ગુજરાતીને બનાવ્યા FBIના ડાયરેક્ટર,જાણો કોણ છે કાશ પટેલ જેના પેટભરીને વખાણ કરી રહ્યા છે યૂએસ રાષ્ટ્રપતિ
Who is Kash Patel: ટ્રમ્પે એક ગુજરાતીને બનાવ્યા FBIના ડાયરેક્ટર,જાણો કોણ છે કાશ પટેલ જેના પેટભરીને વખાણ કરી રહ્યા છે યૂએસ રાષ્ટ્રપતિ
Cyclone Fengal: ભારે વરસાદનું હાઈ એલર્ટ,તમિલનાડુ-પુડુચેરી સુધી પહોંચ્યું ચક્રવાત ફેંગલ
Cyclone Fengal: ભારે વરસાદનું હાઈ એલર્ટ,તમિલનાડુ-પુડુચેરી સુધી પહોંચ્યું ચક્રવાત ફેંગલ
Naresh Balyan Arrested: આમ આદમી પાર્ટીના ધારાસભ્યની ધરપકડ,ગેંગસ્ટર સાથેની ઓડિયો ક્લિપ વાયરલ થતા ચકચાર
Naresh Balyan Arrested: આમ આદમી પાર્ટીના ધારાસભ્યની ધરપકડ,ગેંગસ્ટર સાથેની ઓડિયો ક્લિપ વાયરલ થતા ચકચાર
LPG Cylinder:  ડિસેમ્બરના પહેલા દિવસે જ લોકોને લાગ્યો મોંઘવારીનો માર, ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો
LPG Cylinder: ડિસેમ્બરના પહેલા દિવસે જ લોકોને લાગ્યો મોંઘવારીનો માર, ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો
Bike Price Hike: 1 જાન્યુઆરીથી મોંઘી થશે આ ધાંસુ બાઈક, ડિસેમ્બરમાં જ ખરીદી લો તમારી મનપસંદ મોટરસાઇકલ

મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજાશે! ટીમ ઈન્ડિયા તેની મેચો આ દેશમાં રમશે

'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 

Embed widget