શોધખોળ કરો

RBI On HDFC Bank: HDFC બેંક સામે RBIની મોટી કાર્યવાહી, નિર્દેશોનું પાલન નહીં કરવા પર ફટકારી પેનલ્ટી 

બેંકિંગ સેક્ટરના રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ HDFC બેંક સામે મોટી કાર્યવાહી કરી છે. RBI દ્વારા તેમના આદેશો અને માર્ગદર્શિકાનું પાલન ન કરવા બદલ એચડીએફસી બેંકને પેનેલ્ટી ફટકારવામાં આવી છે.

RBI Penalty ON HDFC Bank: બેંકિંગ સેક્ટરના રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ HDFC બેંક સામે મોટી કાર્યવાહી કરી છે. RBI દ્વારા તેમના આદેશો અને માર્ગદર્શિકાનું પાલન ન કરવા બદલ એચડીએફસી બેંકને પેનેલ્ટી ફટકારવામાં આવી છે. બેંકના થાપણો પરના વ્યાજ દરો, બેંક દ્વારા રિકવરી એજન્ટની નિમણૂક અને બેંકમાં ગ્રાહક સેવાઓ અંગે RBIની માર્ગદર્શિકાનું પાલન ન કરવા બદલ આ દંડ  ફટકારવામાં આવ્યો છે.

ભારતીય રિઝર્વ બેંકે 10 સપ્ટેમ્બર 2024 ના રોજ માહિતી આપી હતી કે 3 સપ્ટેમ્બર 2024 ના રોજ એક આદેશ જારી કરીને તેણે HDFC બેંક પર 1 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, ડિપોઝિટ પરના વ્યાજ દરો, રિકવરી એજન્ટોની ભરતી અને બેંકોમાં પૂરી પાડવામાં આવતી ગ્રાહક સેવાઓ સંબંધિત આરબીઆઈની સૂચનાઓનું પાલન ન કરવાને કારણે આ દંડ ફટકારવામાં આવ્યો છે. આરબીઆઈએ કહ્યું કે, તેમણે આ કાર્યવાહી બેંકિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ આપવામાં આવેલી સત્તાઓ હેઠળ કરી છે.

આરબીઆઈના નિર્દેશોનું ઉલ્લંઘન

RBI અનુસાર, 31 માર્ચ, 2022 સુધી બેંકની નાણાકીય સ્થિતિ જાણવા માટે સુપરવાઇઝરી મૂલ્યાંકન માટે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં આરબીઆઈના નિર્દેશોનું ઉલ્લંઘન જોવા મળ્યું હતુ, બાદમાં બેંકોને નોટિસ પાઠવીને પૂછવામાં આવ્યું કે શા માટે તેમના પર દંડ ન લગાવવો જોઈએ. બેંક તરફથી જવાબ મળ્યા બાદ અને વ્યક્તિગત સુનાવણી બાદ આરબીઆઈને બેંક સામેના આરોપો સાચા હોવાનું જણાયું હતું.

HDFC બેંકે અમુક થાપણો સ્વીકારવા માટે થાપણદારોને રૂ. 250 ની ગિફ્ટ આપી હતી, જે કોમ્પ્લિમેન્ટરી જીવન વીમા કવરના પ્રથમ વર્ષ માટે પ્રીમિયમ તરીકે હતી. ઉપરાંત, બેંકે આવા એકમોના બચત જમા ખાતા ખોલ્યા જે તેના માટે પાત્ર ન હતા. ઉપરાંત, બેંક એ સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ ગઈ કે ગ્રાહકોનો સાંજે 7 થી સવારે 7 વાગ્યા સુધી સંપર્ક કરવામાં આવ્યો ન હતો.  HDFC બેંક પર આ દંડ આરબીઆઈની સૂચનાઓ અને માર્ગદર્શિકાનું પાલન ન કરવા બદલ લગાવવામાં આવ્યો છે.    બેંકના થાપણો પરના વ્યાજ દરો, બેંક દ્વારા રિકવરી એજન્ટની નિમણૂક અને બેંકમાં ગ્રાહક સેવાઓ અંગે RBIની માર્ગદર્શિકાનું પાલન ન કરવા બદલ આ દંડ  ફટકારવામાં આવ્યો છે.

પંજાબ નેશનલ બેન્કના ખાતાધારકો ધ્યાન આપે!, બચત ખાતાથી લઇને લોકર સુધીના બદલ્યા નિયમો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?

ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત

Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ

Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ

ABP Premium

વિડિઓઝ

Prantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોતVadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યાથી ખળભળાટSurat Murder Case : સુરતમાં યુવકની હત્યાના કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલRajkot BJP : રાજકોટમાં ભાજપ નેતા પર કોણે અને કેમ કર્યો હુમલો ? જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ
Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ
ટોઇલેટ સીટ પર 10 મિનિટથી વધુ કેમ ના બેસવું જોઇએ?, નિષ્ણાંતોએ આપી ચેતવણી

રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ

IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી

Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ

Embed widget