Money Transfer Services: આરબીઆઇએ ડોમેસ્ટિક મની ટ્રાન્સફર માટેના નિયમોમાં કર્યો મોટો ફેરફાર
મની ટ્રાન્સફર માટેની વિવિધ સેવાઓની તાજેતરની સમીક્ષાના આધારે ફ્રેમવર્કમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ નો યોર કસ્ટમર (KYC) રેકોર્ડની જરૂરિયાતોને કડક કરીને નિયમનકારી સંસ્થાઓ દ્વારા સ્થાનિક મની ટ્રાન્સફર સેવાઓ માટેના નિયમનકારી માળખામાં સુધારો કર્યો છે. મની ટ્રાન્સફર માટેની વિવિધ સેવાઓની તાજેતરની સમીક્ષાના આધારે ફ્રેમવર્કમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે.
રિઝર્વ બેન્કે અધિકૃત પેમેન્ટ સિસ્ટમ સર્વિસ પ્રોવાઈડર્સને કહ્યું છે કે પૈસા મોકલનારી બેન્ક પાસે લાભાર્થીના નામ અને સરનામા વિશેની માહિતી હોવી જોઈએ. દરેક ટ્રાન્જેક્શનને એડિશનલ ફેક્ટર ઓફ ઓન્થેટિકેશન મારફતે પ્રમાણિત કરવું જોઇએ. સ્થાનિક મની ટ્રાન્સફરને નિયંત્રિત કરવા માટે વર્ષ 2021માં નિયમો રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારથી બેન્ક શાખાઓની ઉપલબ્ધતા, પેમેન્ટ્સ સિસ્ટમમાં વૃદ્ધિ અને KYC જરૂરિયાતો પૂરી કરવામાં સરળતામાં ઘણો વધારો થયો છે. રેગ્યુલેટરે કહ્યું કે હવે યુઝર પાસે પૈસા મોકલવા માટે ઘણા ડિજિટલ વિકલ્પો છે.
રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે નાણાં મોકલનાર બેન્કો/બિઝનેસ કોરસપોન્ડન્ટસ એક વેરિફાઈડ ફોન નંબર અને સેલ્ફ-વેરિફાઈડ ઓફિશિયલ વેલિડ સર્ટિફિકેટ (OVD) દ્વારા મોકલનારની નોંધણી કરશે. જે બેન્કો ફંડ મોકલશે તેઓએ IMPS અથવા NEFT ટ્રાન્જેક્શનમાં સંદેશા તરીકે મોકલનારની માહિતીનો સમાવેશ કરવો પડશે.
આરબીઆઇએ રોકડ ચૂકવણી અને અન્ય પેમેન્ટ સેવાઓ બંને પર નજર રાખવા માટે ડોમેસ્ટ્રિક મની ટ્રાન્સફર માટેના માળખાના નિયમો કડક બનાવ્યા છે. એક પરિપત્રમાં આરબીઆઇએ કહ્યું હતું કે જે બેન્ક ફંડ મોકલે છે તેણે IMPS/NEFT ટ્રાન્જેક્શન મેસેજના ભાગ રૂપે રેમિટરની વિગતો સામેલ કરવાની રહેશે. ટ્રાન્જેક્શન મેસેજમા ફંડ ટ્રાન્સફરને રોકડ-આધારિત રેમિટન્સ તરીકે ઓળખવા માટે ઓળખકર્તાનો સમાવેશ થવો જોઈએ. રેમિટ કરતી બેન્કો અને બીસીએ આવકવેરા અધિનિયમ, 1961ની જોગવાઈઓ અને રોકડ થાપણોને લગતા સંબંધિત નિયમોનું પાલન કરવું પડશે.
પરિપત્રમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેશ પે-ઇન સેવાના કિસ્સામાં ફંડ મોકલનાર બેન્કો અથવા બિઝનેસ કોરસપોન્ડન્ટસે માસ્ટર ડાયરેક્શન મુજબ નો યોર કસ્ટમર ડિરેક્શન 2016 મુજબ વેરિફાઈડ સેલ ફોન નંબર અને સેલ્ફ સર્ટિફાઇડ 'ઓફિશિયલી વેલિડ ડોક્યુમેન્ટ (OVD)'ના આધારે રેમિટરની નોંધણી કરવી પડશે જોઈએ.