શોધખોળ કરો

RBI Monetray Policy: RBI રેપો રેટમાં 0.5 ટકાનો વધારો કર્યો, લોન થશે મોંઘી

આ પહેલા મે મહિનામાં પણ RBIએ અચાનક મીટિંગ કરીને પોલિસી રેટમાં વ્યાજ વધાર્યું હતું, ત્યારબાદ તમામ ખાનગી અને સરકારી બેંકોએ પણ લોનના દરમાં વધારો કર્યો હતો.

RBI MPC Meet Today: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ આજે ​​08 જૂન, 2022 ના રોજ તેની નવી ધિરાણ નીતિની જાહેરાત કરી છે. કેન્દ્રીય બેંકે રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. હવે રેપો રેટ વધીને 4.90 ટકા થઈ ગયો છે. રેપો રેટમાં ગયા મહિને એટલે કે મે મહિનામાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તે 4.40 ટકા હતો. એટલે કે મે મહિનાથી અત્યાર સુધીમાં 2 વખત રેપો રેટમાં 0.90 ટકાનો વધારો થયો છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે મોનેટરી પોલિસી કમિટીના નિર્ણય વિશે જાણકારી આપી. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે સમિતિએ ફુગાવાને કાબૂમાં રાખવા માટે દરો વધારવાનો નિર્ણય કર્યો છે. રિઝર્વ બેંકે સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટમાં 50 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરવાનો પણ નિર્ણય લીધો છે. સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ હવે વધીને 4.65 ટકા થઈ ગયો છે. જ્યારે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ (MSFR) વધીને 5.15 ટકા થઈ ગયો છે.

અગાઉ, રિઝર્વ બેંક (RBI) એ લાંબા અંતર પછી ગયા મહિને રેપો રેટમાં અચાનક વધારો કરવાની જાહેરાત કરી હતી. ગવર્નર દાસે અચાનક આપાતકાલીન બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે સેન્ટ્રલ બેંકની મોનેટરી પોલિસી કમિટીએ અર્થવ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે ઈમરજન્સી બેઠક યોજી હતી. તે બેઠકમાં પણ, MPCના સભ્યોએ સર્વસંમતિથી રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો. આ સિવાય મે મહિનામાં રેપો રેટની સાથે રિઝર્વ બેંકે કેશ રિઝર્વ રેશિયો (CRR)માં 0.50 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, MPC એ એકમોડેટીવ મોનેટરી પોલિસી સ્ટેન્સ જાળવી રાખ્યું હતું.

દેશમાં મોંઘવારીની સ્થિતિ

સરકારી ડેટા અનુસાર, એપ્રિલ 2022માં છૂટક ફુગાવાનો દર 7.8 ટકા હતો, જે મે 2014 પછી સૌથી વધુ છે. એ જ રીતે, એપ્રિલ 2022 માં, જથ્થાબંધ ફુગાવાનો દર વધીને 15.08 ટકા થયો હતો, જે ડિસેમ્બર 1998 પછી સૌથી વધુ છે. એપ્રિલ મહિનામાં રેકોર્ડ ફુગાવા માટે ખાદ્ય અને ઈંધણનો ફુગાવો જવાબદાર હતો.

ખાદ્ય ફુગાવાની વાત કરીએ તો તે માર્ચમાં 7.68 ટકાથી વધીને એપ્રિલમાં 8.38 ટકા થઈ ગઈ છે. મે મહિનાના ફુગાવાના આંકડા હજુ જાહેર થયા નથી. જો કે ભૂતકાળમાં જે રીતે ટામેટાંના ભાવ વધ્યા છે તે જોતાં મોંઘવારીનો દર ઊંચો રહેવાની ધારણા છે. બીજી તરફ, સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ ઘટાડવા, ક્રૂડ સોયાબીન અને સનફ્લાવર ઓઈલ પરની આયાત ડ્યુટી દૂર કરવા અને એવિએશન ફ્યુઅલ (ATF)ની કિંમતમાં ઘટાડો કરવા જેવા પગલાં લીધા છે. આ પ્રયાસોથી મોંઘવારી થોડી ઘટી શકે છે. લાઈવ ટીવી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
Gandhinagar: હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
Gandhinagar: હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
Gandhinagar:  ગુજરાતના ખેડૂતોને શિયાળુ પાક લેવા નહીં રહે પાણીનું ટેન્શન, જાણો સરકારે શું લીધો નિર્ણય
Gandhinagar: ગુજરાતના ખેડૂતોને શિયાળુ પાક લેવા નહીં રહે પાણીનું ટેન્શન, જાણો સરકારે શું લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
Embed widget