જો તમારુ ખાતુ આ બેન્કમાં હશે તો 10,000 રૂપિયાથી વધુની રકમ નહીં ઉપાડી શકો, RBIએ લગાવી પાબંદીઓ, જાણો શું છે મામલો
નગર અર્બન કૉ-ઓપરેટિંગ બેન્ક લિમિટેડના ગ્રાહક પોતાના બેન્ક ખાતાથી મેક્સિમમ 10,000 રૂપિયા સુધી જ કાઢી શકશો.
![જો તમારુ ખાતુ આ બેન્કમાં હશે તો 10,000 રૂપિયાથી વધુની રકમ નહીં ઉપાડી શકો, RBIએ લગાવી પાબંદીઓ, જાણો શું છે મામલો rbi took big decision on nagar urban cooperative bank ahmednagar maharashtra જો તમારુ ખાતુ આ બેન્કમાં હશે તો 10,000 રૂપિયાથી વધુની રકમ નહીં ઉપાડી શકો, RBIએ લગાવી પાબંદીઓ, જાણો શું છે મામલો](https://static.abplive.com/wp-content/uploads/sites/2/2018/05/10194342/2000-rupees-notes.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ વધુ એક બેન્ક પર શિકંજો કસી દીધો છે. મહારાષ્ટ્રના અહમદનગર સ્થિત નગર અર્બન કૉ-ઓપરેટિવ બેન્ક લિમિટેડ (Nagar Urban Cooperative Bank) પર RBI એ કેટલાય પ્રકારની કડક પાબંદીઓ લગાવી દીધી છે.
નગર અર્બન કૉ-ઓપરેટિંગ બેન્ક લિમિટેડના ગ્રાહક પોતાના બેન્ક ખાતાથી મેક્સિમમ 10,000 રૂપિયા સુધી જ કાઢી શકશો. RBIએ સ્પષ્ટ કરી દીધુ છે કે આ નિયમ બચત ખાતા અને ચાલુ ખાતા બન્ને પર લાગુ થશે. બેન્કની ખરાબ થતી નાણાંકીય સ્થિતને ધ્યાનમાં રાખીને આ કેન્દ્રીય બેન્કે આ પગલુ ભર્યુ છે.
6 મહિનાઓ માટે પાબંદીઓ-
RBIએ કહ્યું કે, બેન્કિંગ નિયમન અધિનિયમ (સહકારી સમિતિઓ માટે લાગુ), 1949 અંતર્ગત આ પાબંદીઓ 6 ડિસેમ્બર, 2021થી આગળના મહિનાની સમયમર્યાદા સુધી લાગુ રહેશે. RBIએ કહ્યું કે આગળ ફરીથી આની સમીક્ષા કરવામાં આવશે.
રોકડ ઉપાડ સીમા નક્કી કર્યા બાદ કેન્દ્રીય બેન્કે કહ્યું કે નગર અર્બન કૉ-ઓપરેટિવ બેન્ક (Nagar Urban Cooperative Bank) તેની અનુમતિ વિના ના તો કોઇ દેવુ કે એડવાન્સ આપશે અને ના કોઇ દેવાનુ નવીનીકરણ કરશે.
આ ઉપરાંત RBIના આદેશ અનુસાર Nagar Urban Cooperative Bankના કોઇ પ્રકારનુ રોકાણ કરવા, કોઇ પ્રકારની દેવાદારી લેવા, ચૂકવણુ અને સંપતિઓની ટ્રાન્સફર કે વેચાણ પર પણ રોક રહેશે.
રિઝર્વ બેન્કે કહ્યું કે નાણાંકીય હાલત ખરાબ છે, જેની નજર રાખવામાં આવી રહી છે, એટલા માટે ગ્રાહકોને કોઇપણ રીતે પરેશાની ના થાય, એટલે અત્યારે બચત બેન્ક કે ચાલુ ખાતામાંથી 10,000 રૂપિયા સુધી ઉપાડવાની અનુમતિ આપવામાં આવશે.
બેન્કિંગ લાયસન્સ રદ્દ કરવાનો ફેંસલો નહીં-
RBIના આ ફેંસલાની કૉપી બેન્કની દરેક બ્રાન્ચમાં ચોંટાડી દીધી છે, જેથી ગ્રાહકોને આની પુરી જાણકારી મળી શકે. જોકે, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ સ્પષ્ટ કરી દીધુ છે કે Nagar Urban Cooperative Bankની નાણાંકીય સ્થિતિને સુધારવા માટે આ ફેંસલો લેવામાં આવ્યો છે, આ પાબંદીઓનો અર્થ બેન્કિંગ લાયસન્સ રદ્દ કરવાનો ના લેવામાં આવે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)