શોધખોળ કરો

Reliance AGM 2023: આજે Reliance AGM 2023, IPOથી લઇને 5G સુધી, આ મોટી જાહેરાતો કરી શકે છે મુકેશ અંબાણી

Reliance AGM 2023: આ વખતે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની એજીએમ 28 ઓગસ્ટ સોમવારના રોજ યોજાવા જઈ રહી છે

Reliance AGM 2023: આજે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભા (AGM)ની યોજાશે. આ સાથે જ રોકાણકારો અને બજાર વિશ્લેષકોની લાંબી રાહનો અંત આવવાનો છે. ભારતીય બજારની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હોવાથી દરેક વ્યક્તિ તેની એજીએમની રાહ જુએ તે સ્વાભાવિક છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં આ સૌથી મોટી કોર્પોરેટ ઇવેન્ટનું મહત્વ વધુ વધી ગયું છે, કારણ કે દર વખતે એજીએમમાં ​​એવી મોટી જાહેરાતો કરવામાં આવે છે, જેની સીધી કે આડકતરી રીતે સામાન્ય લોકોને અસર થાય છે.

રિલાયન્સની 46મી વાર્ષિક સામાન્ય સભા

આ વખતે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની એજીએમ 28 ઓગસ્ટ સોમવારના રોજ યોજાવા જઈ રહી છે. BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી પર સૌથી પ્રભાવશાળી કંપનીની આ 46મી એજીએમ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે છેલ્લા વર્ષોમાં એક ધોરણ નક્કી કર્યું છે કે તે તેની એજીએમમાં ​​આવનારા વર્ષ માટેની બિઝનેસ વ્યૂહરચના વિશે માહિતી આપે છે. ઓઈલથી લઈને ટેલિકોમ સુધી અને રિટેલથી લઈને ફાયનાન્સ સુધી, વિવિધ ક્ષેત્રોમાં ફેલાયેલા બિઝનેસ સામ્રાજ્યને સંભાળતી કંપની એજીએમમાં ​​તેની સંપૂર્ણ બ્લૂપ્રિન્ટ રજૂ કરે છે.

Jio ફાયનાન્સિયલ સર્વિસિસ પર જાહેરાત

આ વખતની એજીએમ એ અર્થમાં પણ ખાસ રહેવાની છે કે IPOને લઈને મોટી જાહેરાતો થઈ શકે છે. તાજેતરમાં જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેના નાણાકીય સેવા એકમને ડીમર્જ કર્યું છે. હવે તેનું નામ બદલીને Jio Financial Services Limited રાખવામાં આવ્યું છે. બજારની ધારણા છે કે રિલાયન્સ જિયોએ ટેલિકોમ સેક્ટરમાં જે કર્યું છે તે જ રીતે આ કંપની ફાયનાન્સ સેક્ટરમાં અસર કરી શકે છે. આ જ કારણ છે કે એજીએમમાં ​​Jio ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડના ફંડામેન્ટલ્સ અને પ્રોડક્ટ ઓફરિંગ અંગેની જાહેરાત અપેક્ષિત છે.

આ ત્રણ આઈપીઓ માર્કેટમાં આવી શકે છે

આ એકમને ડીમર્જ કર્યા પછી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તેને સ્ટેન્ડઅલોન સ્વરૂપે બજારમાં લાવી શકે છે. નજીકના ભવિષ્યમાં Jio Financial Services Limitedનો IPO આવવાનો છે કે કેમ તેની પણ AGMમાં માહિતી મળી શકે છે. આ ઉપરાંત, બજાર વિશ્લેષકો અને રોકાણકારો પણ રિલાયન્સ જિયોના આઈપીઓ અને ફ્યૂવર રિટેલના આઈપીઓની જાહેરાતની આશા રાખી રહ્યા છે

કેટલો સસ્તો હશે 5G ફોન

આ એજીએમમાં ​​સામાન્ય લોકોના કામની વાત 5જી સાથે સંબંધિત હોઈ શકે છે. Reliance Jio એફોર્ડેબલ 5G સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. રિલાયન્સનો સસ્તો 5G ફોન કેટલો સસ્તો હશે, તે એજીએમમાં ​​સ્પષ્ટપણે જાણી શકાશે. આ સિવાય રિલાયન્સ જિયોના 5G ટેરિફ પ્લાનને લઈને કેટલીક જાહેરાત પણ શક્ય છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એજીએમમાં ​​સસ્તા 5G પ્લાન પણ રજૂ કરવામાં આવી શકે છે.

ઉત્તરાધિકારી યોજના જાહેર થઈ શકે છે

ઘણા વિશ્લેષકો દેશની સૌથી મોટી કંપનીમાં ઉત્તરાધિકારના સંકેતોની પણ અપેક્ષા રાખી રહ્યા છે. મુકેશ અંબાણી વર્ષોથી ધીમે ધીમે આગામી પેઢીને બિઝનેસમાં મોખરે લાવવામાં વ્યસ્ત છે. આ માટે બંને પુત્રો અનંત અને આકાશ અંબાણી અને પુત્રી ઈશા અંબાણીને સતત નેતૃત્વની ભૂમિકાઓ આપવામાં આવી છે. એવું કહેવાય છે કે મુકેશ અંબાણીએ ઉત્તરાધિકાર માટે સંપૂર્ણ બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે. બની શકે કે એજીએમમાં ​​કેટલાક સ્પષ્ટ સંકેતો આપવામાં આવી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Embed widget