(Source: ECI/ABP News/ABP Majha)
Mukesh Ambani: મુકેશ અંબાણીને મળી જાનથી મારવાની ધમકી, 20 કરોડની ખંડણી પણ માંગી
Mukesh Ambani News: ધમકી બાદ એન્ટેલિયાની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
Mukesh Ambani News: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને 27 ઓક્ટોબરે સાંજે એક ઇમેલ દ્વારા જાનથી મારવાની ધમકી મળી છે. ઉપરાંત 20 કરોડની ખંડણી પણ માંગવામાં આવી છે. જો આમ ન કરવામાં આવે તો જાનથી મારવાની ધમકી આપવામાં આવી છે. મુંબઈના ગામદેવી પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 387 અને 506 (2) અંતર્ગત મામલો નોંધવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ આ જાણકારી આપી છે.
Reliance Industries Chairman Mukesh Ambani received death threat on email on 27th October, threatening to shoot him if he failed to pay Rs 20 crores. Case registered under sections 387 and 506 (2) IPC in Gamdevi PS of Mumbai: Police
— ANI (@ANI) October 28, 2023
ધમકીભર્યા ઈમેલમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ લખ્યું હતું કે, જો તમે અમને 20 કરોડ રૂપિયા નહીં આપો તો અમે તમને મારી નાખીશું, અમારી પાસે ભારતના શ્રેષ્ઠ શૂટર્સ છે. આ ધમકી મળ્યા બાદ મુકેશ અંબાણીના નિવાસ સ્થાને સુરક્ષા વધારી દેવામાં આવી છે.
ગત વર્ષે પણ મળી હતી ધમકી, આરોપી બિહારથી ઝડપાયો હતો
મુંબઈ પોલીસે ગત વર્ષે મુકેશ અંબાણી અને તેના પરિવારના સભ્યોને નિશાન બનાવવાના ધમકીભર્યો કોલ કરવાના આરોપમાં બિહારથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી. ફોન કરનારે દક્ષિણ મુંબઈમાં અંબાણી પરિવારના નિવાસ સ્થાન એન્ટીલિયાની સાથે સાથે રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને ઉડાવવાની ધમકી આપી હતી.
દેશની સૌથી મોટી ખાનગી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે નાણાકીય વર્ષ 2023-24ના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન, કંપનીએ રૂ. 17,394 કરોડનો નફો કર્યો છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળા કરતાં 27 ટકા વધુ છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 13,656 કરોડનો નફો કર્યો હતો. બીજા ક્વાર્ટરમાં કામગીરીમાંથી કંપનીની આવક વધીને રૂ. 2.34 લાખ કરોડ થઈ છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 2.35 લાખ કરોડ હતી. બીજા ક્વાર્ટરના પરિણામો પર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, તમામ બિઝનેસ સેગમેન્ટ્સના મજબૂત ઓપરેશનલ અને નાણાકીય યોગદાનને કારણે, રિલાયન્સ એક પછી એક ક્વાર્ટરમાં ઉત્તમ વૃદ્ધિ દર્શાવવામાં સફળ રહી છે. રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણીએ કહ્યું કે Jio True5G ટૂંક સમયમાં જ સમગ્ર દેશમાં ઉપલબ્ધ થશે.
પેરા એશિયન ગેમ્સમાં શનિવારની શાનદાર શરૂઆત, પુરુષોની 400m T47 ઈવેન્ટમાં મળ્યો ગોલ્ડ મેડલ