શોધખોળ કરો

Reliance Car: પ્રથમ વખત કાર બનાવવા જઈ રહી છે રિલાયન્સ, ટાટા-મહિન્દ્રાને આપશે ટક્કર

Reliance Infrastructure: રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે રિલાયન્સ ઈવી પ્રાઇવેટ લિમિટેડના નામથી કંપની રજિસ્ટર કરાવી છે. સાથે જ BYDના પૂર્વ અધિકારી સંજય ગોપાલકૃષ્ણનને પોતાની સાથે જોડી લીધા છે.

Reliance Infrastructure: અનિલ અંબાણીની માલિકીના રિલાયન્સ ગ્રુપે કાર માર્કેટમાં મોટો ધમાકો મચાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળના ગ્રુપની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ઇલેક્ટ્રિક કાર અને બેટરી બનાવવાનો પ્લાન તૈયાર કર્યો છે. આ માટે રિલાયન્સ ઇન્ફ્રાએ ચીનની લોકપ્રિય ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની BYDના એક પૂર્વ અધિકારીને પોતાની સાથે જોડ્યા છે.

દર વર્ષે 2.5 લાખ ઈવી બનાવવાની ક્ષમતા હશે

બિઝનેસ સ્ટાન્ડર્ડે સૂત્રોના હવાલાથી તેમના રિપોર્ટમાં કહ્યું છે કે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઈવી પ્લાન પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. તેમણે ઈવી પ્લાન્ટ પર આવનારા ખર્ચ માટે રિસર્ચ શરૂ કરી દીધું છે. આ પ્લાન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 2.5 લાખ વાહનોની હશે. આને આગામી કેટલાક વર્ષોમાં 7.50 લાખ વાહન સુધી વધારી શકાશે. આ ઉપરાંત કંપની 10 ગીગાવોટ અવર્સ (GWh)ની ક્ષમતા વાળો બેટરી પ્લાન્ટ પણ લગાવવા માંગે છે. આને પછીથી 75 ગીગાવોટ અવર્સ સુધી પહોંચાડવામાં આવશે. હાલમાં આ પ્લાન વિશે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે કંઈ જણાવ્યું નથી. જોકે, આ રિપોર્ટ આવ્યા પછી કંપનીના શેરોમાં લગભગ 2 ટકાનો ઉછાળો આવ્યો છે.

સંજય ગોપાલકૃષ્ણનને પોતાની સાથે જોડ્યા

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે આ પ્રોજેક્ટ માટે BYDના એક પૂર્વ અધિકારી સંજય ગોપાલકૃષ્ણનને તાજેતરમાં પોતાની સાથે જોડ્યા છે. તેઓ એક કન્સલ્ટન્ટ તરીકે આ પ્રોજેક્ટ સાથે જોડાયા છે. મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીએ પોતાનો વ્યવસાય 2005માં અલગ કરી લીધો હતો. ત્યારબાદ અનિલ અંબાણીના નેતૃત્વ વાળું ગ્રુપ કોઈ ખાસ કમાલ કરી શક્યું નહીં, પરંતુ મુકેશ અંબાણીના નેતૃત્વ વાળા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ઓઈલ, ગેસ, ટેલિકોમ અને રિટેલ જેવા ઘણા સેક્ટરમાં પોતાનો દબદબો જમાવી લીધો છે.

મુકેશ અંબાણી પણ લગાવવા જઈ રહ્યા છે બેટરી પ્લાન્ટ

તાજેતરમાં માહિતી સામે આવી હતી કે મુકેશ અંબાણી પણ બેટરી મેન્યુફેક્ચરિંગનો પ્લાન્ટ લગાવવા માંગે છે. આ ઉપરાંત સૂત્રોના હવાલાથી દાવો કરવામાં આવ્યો હતો કે ટેસ્લા પોતાના ઇન્ડિયા પ્લાન્ટ માટે તેમની સાથે જોડાવા માંગે છે. જો અનિલ અંબાણી આ સેક્ટરમાં આગળ વધશે તો એકવાર આપણને બંને ભાઈઓની જંગ જોવા મળશે. હાલમાં ભારતમાં વેચાતી કુલ કારોમાંથી માત્ર 2 ટકા જ ઈવી હોય છે. સરકાર આને વધારીને 30 ટકા કરવા માંગે છે. આ માટે ઈવી, બેટરી અને પાર્ટ્સ મેન્યુફેક્ચરિંગ માટે તેમણે 5 અબજ ડોલરનો પ્રોગ્રામ ચલાવ્યો છે.

રિલાયન્સ ઈવી પ્રાઇવેટ લિમિટેડ હશે કંપનીનું નામ

સૂત્રોએ દાવો કર્યો કે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોતાના કાર પ્લાન માટે ચીન સહિત ઘણી જગ્યાઓ પર પાર્ટનરની શોધ પણ કરી રહી છે. કંપનીએ આ માટે બે સબસિડિયરી પણ રજિસ્ટર કરાવી છે. આમાંથી એકનું નામ રિલાયન્સ ઈવી પ્રાઇવેટ લિમિટેડ છે. હાલમાં આ સેક્ટરમાં 70 ટકા હિસ્સેદારી સાથે ટાટા મોટર્સ સૌથી મોટી ઈવી નિર્માતા છે. તાજેતરમાં મહિન્દ્રાએ પણ ઘણા ઈવી મોડેલ પ્રદર્શિત કર્યા હતા. મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઈએ 2025માં પોતાના ઈવી મોડેલ લોન્ચ કરવાની યોજના બનાવી છે.

આ પણ વાંચોઃ

પત્નીના નામે ઘર લેવાથી શું ફાયદા થાય છે? ઘણા ઓછા લોકો જાણે છે આ વાત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Gujarat Visit Live:  PM મોદીની ગુજરાતને મોટી ભેટ, આજથી ગાંધીનગર -અમદાવાદ વચ્ચે દોડશે મેટ્રો
PM Modi Gujarat Visit Live: PM મોદીની ગુજરાતને મોટી ભેટ, આજથી ગાંધીનગર -અમદાવાદ વચ્ચે દોડશે મેટ્રો
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝમાં શુભમન ગિલને નહી મળે તક, જાણો શું છે કારણ?
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝમાં શુભમન ગિલને નહી મળે તક, જાણો શું છે કારણ?
સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક અઠવાડિયામાં જ ભાવમાં થયો ધરખમ વધારો, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક અઠવાડિયામાં જ ભાવમાં થયો ધરખમ વધારો, જાણો લેટેસ્ટ રેટ
તમારું બાળક પણ નાની નાની વાતે ગુસ્સો કરે છે, શું ફોન તેનું કારણ છે? જાણો રિસર્ચમાં શું થયો ખુલાસો
તમારું બાળક પણ નાની નાની વાતે ગુસ્સો કરે છે, શું ફોન તેનું કારણ છે? જાણો રિસર્ચમાં શું થયો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Gandhinagar Metro | અમદાવાદ-ગાંધીનગર મેટ્રોમાં PM મોદીની વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠીHun To Bolish | હું તો બોલીશ | કેમ ફેલાઈ બીમારી?Hun To Bolish | હું તો બોલીશ | ખનીજ માફિયાના બાપ કોણ?PM Modi Gujarat Visit | વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, આવકારવા કોણ કોણ પહોચ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit Live:  PM મોદીની ગુજરાતને મોટી ભેટ, આજથી ગાંધીનગર -અમદાવાદ વચ્ચે દોડશે મેટ્રો
PM Modi Gujarat Visit Live: PM મોદીની ગુજરાતને મોટી ભેટ, આજથી ગાંધીનગર -અમદાવાદ વચ્ચે દોડશે મેટ્રો
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝમાં શુભમન ગિલને નહી મળે તક, જાણો શું છે કારણ?
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝમાં શુભમન ગિલને નહી મળે તક, જાણો શું છે કારણ?
સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક અઠવાડિયામાં જ ભાવમાં થયો ધરખમ વધારો, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક અઠવાડિયામાં જ ભાવમાં થયો ધરખમ વધારો, જાણો લેટેસ્ટ રેટ
તમારું બાળક પણ નાની નાની વાતે ગુસ્સો કરે છે, શું ફોન તેનું કારણ છે? જાણો રિસર્ચમાં શું થયો ખુલાસો
તમારું બાળક પણ નાની નાની વાતે ગુસ્સો કરે છે, શું ફોન તેનું કારણ છે? જાણો રિસર્ચમાં શું થયો ખુલાસો
PM Modi Birthday: PM મોદીના જન્મદિવસ પર સુરતમાં વ્યાપારીઓ આપશે ડિસ્કાઉન્ટ, આજે મફતમાં કરી શકશો ઓટોની મુસાફરી
PM Modi Birthday: PM મોદીના જન્મદિવસ પર સુરતમાં વ્યાપારીઓ આપશે ડિસ્કાઉન્ટ, આજે મફતમાં કરી શકશો ઓટોની મુસાફરી
Metro Train Start : અમદાવાદથી ગાંધીનગર આજથી  દોડશે મેટ્રો ટ્રેન, જાણો શું હશે સમય અને ટિકિટ દર?
Metro Train Start : અમદાવાદથી ગાંધીનગર આજથી દોડશે મેટ્રો ટ્રેન, જાણો શું હશે સમય અને ટિકિટ દર?
Ganesh Visarjan 2024 Muhurat: ગણેશ વિસર્જન માટે છે આ 4 અતિ શુભ મુહૂર્ત, જાણો કેવી રીતે કરશો વિસર્જન
Ganesh Visarjan 2024 Muhurat: ગણેશ વિસર્જન માટે છે આ 4 અતિ શુભ મુહૂર્ત, જાણો કેવી રીતે કરશો વિસર્જન
વંદે ભારત મેટ્રોનું નામ બદલાયું, હવે નમો ભારત રેપિડ રેલ નામથી ઓળખાશે ટ્રેન
વંદે ભારત મેટ્રોનું નામ બદલાયું, હવે નમો ભારત રેપિડ રેલ નામથી ઓળખાશે ટ્રેન
Embed widget