રિલાયન્સની મોટી પહેલઃ કોરોનાથી કર્મચારીના મોત પર પરિવારને 5 વર્ષ સુધી મળશે પગાર, બાળકોનો ખર્ચ પણ ઉઠાવશે કંપની
ઓફ રોલ કર્મચારીનું કોરોનાથી મોત થવા પર પરિવારને મળશે 10 લાખ રૂપિયા.

રિલાયન્સની મોટી પહેલઃ દેશમાં કોરોના વાયરસ મહામારીની બીજી લહેરનો પ્રકોપ યથાવત છે. ત્યારે Reliance Industries (RIL)એ પોતાના કર્મચારીઓ માટે મોટી પહેલ કરી છે. રિલાયન્સે કોરોનાને કારણે જીવ ગુમાવનાર પોતાના કર્મચારીઓના પરિવાર માટે આગામી પાંચ વર્ષ સુધી પગાર આપવાની જાહેરાત કરી છે. ઉપરાંત મતૃકના બાળકોના અભ્યાસનો પૂરો ખર્ચ કંપની ઉઠાવશે.
કંપની માટે કર્મચારી અને તેનો પરિવાર સર્વોપરિ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી અને તેના પત્ની નીતા અંબાણીએ નિવેદન બહાર પાડીને ‘રિલાયન્સ ફેમિલી સપોર્ટ એન્ડ વેલફેર સ્કીમ’ની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ‘કોરના મહામારી ઈતિહાસમાં સૌથી ભયાનક અનુભવ લઈને આપણી સામે આવ્યો છે. આપણામાંથી કેટલાક લોકો મહામારીને કારમે ખરાબ સમયનો સામનો કરી રહ્યા છે. એવામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પૂરી તાકત સાથે બીમાર અને જીવ ગુમાવનાર કર્મચારીઓ અને તેના પરિવારની સાથે ઉભું છે.
રિલાયન્સ ફેમિલી સપોર્ટ એન્ડ વેલફેર સ્કીમથી મળશે મદદ
આ સ્કીમ અનુસાર
- કોરોનાથી મૃત કર્મચારીઓના પરિવારને આગામી 5 વર્ષ સુધી પગાર મળતો રહેશે.
- પીડિત પરિવારને 10 લાખ રૂપિયાની એક સાથે આર્ધિક મદદ પણ મળશે.
- મૃતક કર્મચારીઓના બાળકોના સ્નાતક સુધીના અભ્યાસનો પૂરો ખર્ચ કંપની ઉઠાવશે.
- આવા બાળકોને દેશની કોઈપણ સંસ્થામાં શિક્ષણ ફી, હોસ્ટેલ ફી અને સ્નાતક ડિગ્રી સુધીના પુસ્તકનો 100 ટકા ખર્ચ કંપની ભોગવશે.
- કંપની બાળકોના ગ્રેજ્યુએટ થવા સુધી પતિ અથવા પત્ની, માતા પિતા અને બાળકો માટે હોસ્પિટલમાં ભરતી થવા પર પ્રીમિયમની 100 ટકા વહન કરશે.
- જે કર્મચારી કોરોના સંક્રમિત છે અથવા તેના પરિવારના કોઈ સભ્ય કોરોનાથી સંક્રમિત છે તો તે શારીરિક અને માનિસક રીતે ઠીક થાય ત્યાં સુધી કોવિડ-19 લીવ લઈ શકે છે.
- ઓફ રોલ કર્મચારીનું કોરોનાથી મોત થવા પર પરિવારને મળશે 10 લાખ રૂપિયા.
એટલું જ નહીં રિલાયન્સ તમામ ઓફ રોલ કર્મચારીઓ જેમનું કોરનાથી મોત થુયં છે છે તેમના શોક સંતપ્ત પરિવારના સભ્યોને 10 લાખ રૂપિયા આપશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
