શોધખોળ કરો
રિપોર્ટમાં દાવો- TikTokમાં રોકાણ કરી શકે છે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી
ગલવાન ખીણમાં 20 ભારતીય જવાન શહીદ થયા બાદ ભારતમાં 59 ચીની એપ્લીકેશન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

મુંબઈઃ શોર્ટ વીડિયો આધારિત એપ TikTokમાં રોકાણ કરવા માટે ભારતના સૌથી ધનાઢ્ય ઉદ્યોગતિ મુકેશ અંબાણી વિચાર કરી રહ્યા છે. એક રિપોર્ટમાં આ વાતનો દાવો કરવામાં આવ્યો છે. જોકે કહેવાય છે કે, આ વાતચીત હાલમાં શરૂઆતના તબક્કામાં છે અને રિલાયન્સ ગ્રુપ હાલમાં રોકાણની સંભાવનાઓ પર વિચાર કરી રહી છે. ભારતમાં પ્રતિબંધ બાદ ByteDanceની માલિકી ધરાવતી કંપની TikTokને ભારે નુકસાન થયુ છે. જોકે હાલમાં રોકાણને લઈને રિલાયન્સ અને ByteDance તરફતી કોઈ સત્તાવાર જાણકારી સામે આવી નથી. ભારતમાં TikTok પર પ્રતિબંધ છે ગલવાન ખીણમાં 20 ભારતીય જવાન શહીદ થયા બાદ ભારતમાં 59 ચીની એપ્લીકેશન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ભારતે પોતાના નિર્ણય પાછળ સંપ્રબુતા, સુરક્ષા અને પ્રાઈવેસીને ટાંકીને પ્રતિબંધ લગાવવાની વાત કહી હતી. નોંધનીય છે કે, TikTok પર ચીનની સરકાર સાથે યૂઝરનો ડેટા શેર કરવાનો આરોપ અનેક દેશ લગાવી રહ્યા છે. ટિકટોક ઉપરાંત યૂઝી બ્રાઉઝર, શેર ઇટ, હેલો, લાઈક, કેમ સ્કેનર, શીન ક્વાઈ પણ પ્રતિબંધ કરવામાં આવ્યો છે. બાયડૂ મેપ, કેવાઈ, ડીયૂ બેટરી સ્કેનર પણ પ્રતિબંધ કરવામાં આવી છે. જણાવીએ કે, સરકારે આ ચીની એપ્સ પર આઈટી એક્ટ 2000 અંતર્ગત પ્રતિબંધ લગાવ્યો છે.
વધુ વાંચો





















