શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મોબાઈલ એપથી લોન લેનારા થઈ જાવ સાવધાન, RBIએ આપી આ ચેતવણી
કન્ઝ્યૂમરે ક્યારેય કેવાયઈસી ડોક્યુમેન્ટ્સનું કોઈ અજાણી વ્યક્તિ, અનઅધિકૃત એપને ન આપવા જોઈએ અને આવી ઘટનાઓ વિશે સંબંધિત એજન્સીઓને જાણ કરવી જોઈએ.
મોબાઈલ એપથી તાત્કાલીક લોનની ઓફર આપતી ડિજિટલ પ્લેટફોર્મ અને મોબાઈલ એપથી જો તમે લોન લેવાનું વિચારી રહ્યા છો તો સાવધાન થઈ જાવ. તેના દ્વારા માત્ર તમારા ડોક્યુમેન્ટ્સની સાથે ફ્રોડ થઈ શકે છે પંરતુ ઉંચા વ્યાજ દરની સાથે લોનની ઓફર કરે છે. તેની સાથે જ રૂપિયાની રિકવરીની રીત પણ ખૂબજ ખોટી છે. એવામાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બુધવારે આવી મોબાઈલ એપ અને ડિજિટલ પ્લેટફોર્મથી વ્યક્તિગત રીતે અથવા નાના વ્યવસાય માટે અનઅધિકૃત લોન લેવાથી બચવાનું કહેવામાં આવ્યું છે જે તાત્કાલીક અને કોઈપણ ડોક્યુમેન્ટ વગર રૂપિયા આપવાનું વચન આપે છે.
આરબીઆઈએ કહ્યું કે, આવા પ્લેટફોર્મના વ્યાજ દર ઘણાં ઊંચા હોય છે અને વધારાના ચાર્જ અલગથી લેતા હોય છે. તેની સાથે જ તે મોબાઈલ ફોન ધારકોના ડેટાનો ખોટો ઉપયોગ પણ કરે છે. આરબીઆઈએ કહ્યું કે, “સામાન્ય લોકોને સાવચેત કરવામાં આવે છે કે, આ પ્રકારની ખોટી ગતિવિધિઓ અને ઓનલાઈન/મોબાઈલ એપના માધ્યમથી કંપની/ફર્મની લોનની ઓફરની પહેલા ચકાસણી કરી લે.
તેમાં આગળ કહેવામાં આવ્યું છે કે, કન્ઝ્યૂમરે ક્યારેય કેવાયઈસી ડોક્યુમેન્ટ્સનું કોઈ અજાણી વ્યક્તિ, અનઅધિકૃત એપને ન આપવા જોઈએ અને આવી ઘટનાઓ વિશે સંબંધિત એજન્સીઓને જાણ કરવી જોઈએ.
બેંક, આરબીઆઈથી રજિસ્ટર્ડ નોન બેન્કિંગ નાણાંકીય કંપનીઓ (એનબીએફસી) અને અન્ય સંસ્થાઓ જે રાજ્ય સરકાર માન્યતા પ્રાપ્ત છે તેમની પાસેથે લોન લઈ સકાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
આઈપીએલ
રાજકોટ
Advertisement
gujarati.abplive.com
Opinion