(Source: ECI/ABP News/ABP Majha)
Retail Inflation: SBI રિસર્ચનો અહેવાલ, છૂટક ફુગાવાનો દર માર્ચ સુધીમાં ઘટીને 5% થવાની સંભાવના
Retail Inflation: દેશમાં રિટેલ મોંઘવારી દર હાલમાં 5.72% છે, જે એક વર્ષમાં નીચલી સપાટીએ આવી ગયો છે. તે જ સમયે, એવી અપેક્ષા છે કે તેમાં વધુ ઘટાડો થઈ શકે છે, જેના કારણે સામાન્ય લોકોને રાહત મળી શકે છે.
Retail Inflation: દેશમાં રિટેલ( છૂટક) મોંઘવારી દર હાલમાં 5.72% છે, જે એક વર્ષમાં નીચલી સપાટીએ આવી ગયો છે. તે જ સમયે, એવી અપેક્ષા છે કે તેમાં વધુ ઘટાડો થઈ શકે છે, જેના કારણે સામાન્ય લોકોને રાહત મળી શકે છે.
Retail Inflation in India: ડિસેમ્બરમાં રિટેલ મોંઘવારી દરમાં ઘટાડો નોંધાયો હતો. ડિસેમ્બર 2022 દરમિયાન રિટેલ ફુગાવાનો દર ઘટીને 5.72ના એક વર્ષના નીચલા સ્તરે આવી ગયો છે. આ સાથે જ વધુ એક રાહતના સમાચાર સામે આવ્યા છે. SBI રિસર્ચના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં રિટેલ ફુગાવો માર્ચ 2023 સુધીમાં ઘટીને 5% પર આવી જશે.
SBI રિસર્ચએ તેના નવા રિપોર્ટમાં જણાવ્યું છે કે, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) પર આધારિત ભારતનો રિટેલ ફુગાવાનો દર આરબીઆઈ (RBI)ના 6%થી નીચે રહેવાની ધારણા છે અને માર્ચ 2023 સુધીમાં ઘટીને 5% થઈ જશે. ગુરુવારે આંકડા મંત્રાલય દ્વારા છૂટક ફુગાવાના આંકડા શેર કરવામાં આવ્યા હતા. ડિસેમ્બર મહિનામાં રિટેલ મોંઘવારી દર 5.72% રહ્યો છે.
છૂટક ફુગાવો નીચી સપાટીએ :
તે જ સમયે, રિટેલ ફુગાવાનો દર નવેમ્બરમાં 5.88% અને ઓક્ટોબરમાં 6.77 % રહ્યો છે, જ્યારે ભારતમાં છૂટક ફુગાવાનો દર ઓક્ટોબર સુધીના ત્રણ ક્વાર્ટરમાં 6%થી વધુ હતો. CPI ફુગાવો ડિસેમ્બર 2022માં ઘટીને 5.72% છેલ્લા 12 મહિનાના નીચા સ્તરે આવી ગયો છે. શાકભાજી અને રોજબરોજની કેટલીક ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થવાને કારણે છૂટક ફુગાવો ઘટ્યો છે.
રેપો રેટમાં વધારો થવાની અપેક્ષા ઓછી :
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રુપ ચીફ ઈકોનોમિક એડવાઈઝર સૌમ્ય કાંતિ ઘોષે SBI રિસર્ચ રિપોર્ટ લખ્યો છે. તેમાં કહેવામાં આવી રહ્યું છે કે બદલાતા માહોલ સામે રેપો રેટમાં વધુ વધારાની આશા ઓછી છે. હાલમાં, રેપો રેટમાં વધારાની અસર સંપૂર્ણપણે અનુભવાઈ નથી. જણાવી દઈએ કે RBI તરફથી વધતી મોંઘવારી સામે મે 2022 થી રેપો રેટમાં 225 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. RBI રેપો રેટ હાલમાં 6.25% છે.
રેપો રેટ છેલ્લે ક્યારે વધાર્યો હતો?
કેન્દ્રીય બેંકે છેલ્લે 7 ડિસેમ્બરે રેપો રેટમાં વધારો કર્યો હતો. પોલિસી રેપો રેટમાં 35 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે આ વધારો RBIની મોનેટરી પોલિસી કમિટી (MPC) દ્વારા મોંઘવારી ઘટાડવા માટે કરવામાં આવ્યો હતો. RBIની આગામી ત્રણ દિવસીય નાણાકીય નીતિની બેઠક 6-8 ફેબ્રુઆરીએ યોજાવાની છે.