(Source: ECI/ABP News/ABP Majha)
IPL Auction 2025 Live: માત્ર 2 કરોડમાં ફાફ ડુ પ્લેસિસને દિલ્હીએ ખરીદ્યો, વિલિયમસન અને રહાણે અનસોલ્ડ
IPL 2025ની મેગા ઓક્શનના પ્રથમ દિવસે કુલ 72 ખેલાડીઓનું વેચાણ થયું હતું. આ સમયગાળા દરમિયાન તમામ 10 ટીમોએ મળીને કુલ 467.95 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
LIVE
Background
IPL 2025 Mega Auction Live Updates: IPL 2025ની મેગા ઓક્શનના પ્રથમ દિવસે કુલ 72 ખેલાડીઓનું વેચાણ થયું હતું. આ સમયગાળા દરમિયાન તમામ 10 ટીમોએ મળીને કુલ 467.95 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. હવે આજે એટલે કે હરાજીના બીજા દિવસે 493 ખેલાડીઓ માટે બિડ લગાવવામાં આવશે. જો કે, આ સમયગાળા દરમિયાન વધુમાં વધુ 132 ખેલાડીઓ જ વેચી શકાશે.
IPL 2025 ના બીજા દિવસે, હરાજી ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. હરાજીના બીજા દિવસે ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. લાઇવ સ્ટ્રીમિંગ JioCinema એપ અને વેબસાઇટ પર થશે. હરાજીના બીજા દિવસે, 493 ખેલાડીઓ માટે બિડિંગ થશે, જેમાં મહત્તમ 132 ખેલાડીઓ જ વેચી શકાશે, કારણ કે તમામ ટીમો પાસે માત્ર 132 ખાલી જગ્યા છે.
જાણો હવે કઈ ટીમ પાસે કેટલા પૈસા બચ્યા છે ?
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – રૂ. 30.65 કરોડ
મુંબઈ ઈન્ડિયન્સ- રૂ. 26.10 કરોડ
પંજાબ કિંગ્સ- રૂ. 22.50 કરોડ
ગુજરાત ટાઇટન્સ- રૂ. 17.50 કરોડ
રાજસ્થાન રોયલ્સ- રૂ. 17.35 કરોડ
ચેન્નાઈ સુપર કિંગ્સ- રૂ. 15.60 કરોડ
લખનૌ સુપર જાયન્ટ્સ – રૂ. 14.85 કરોડ
દિલ્હી કેપિટલ્સ- રૂ. 13.80 કરોડ
કોલકાતા નાઈટ રાઈડર્સ- રૂ. 10.05 કરોડ
સનરાઇઝર્સ હૈદરાબાદ – રૂ. 5.15 કરોડ
કઈ ટીમ પાસે કેટલા સ્લોટ બાકી છે ?
ચેન્નાઈ સુપર કિંગ્સ- 12 સ્લોટ્સ
દિલ્હી કેપિટલ્સ- 12 સ્લોટ્સ
ગુજરાત ટાઇટન્સ- 14 સ્લોટ્સ
કોલકાતા નાઈટ રાઈડર્સ- 12 સ્લોટ્સ
લખનૌ સુપર જાયન્ટ્સ- 12 સ્લોટ્સ
મુંબઈ ઈન્ડિયન્સ- 09 સ્લોટ્સ
પંજાબ કિંગ્સ- 12 સ્લોટ્સ
રાજસ્થાન રોયલ્સ- 11 સ્લોટ્સ
રોયલ ચેલેન્જર્સ બેંગલોર- 09 સ્લોટ્સ
સનરાઇઝર્સ હૈદરાબાદ - 13 સ્લોટ્સ
IPL 2025 Mega Auction Live Updates: લખનૌએ આકાશદીપને ખરીદ્યો
લખનૌ સુપર જાયન્ટ્સે ફાસ્ટ બોલર આકાશદીપને 8 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આકાશદીપની મૂળ કિંમત 1 કરોડ રૂપિયા હતી. પંજાબ કિંગ્સે પણ આ બોલરને લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે 7.75 કરોડ રૂપિયાથી વધુની બોલી લગાવી નહીં.
IPL 2025 Mega Auction Live Updates: મુંબઈ ઈન્ડિયન્સે દીપક ચહરને ખરીદ્યો
મુંબઈ ઈન્ડિયન્સે ફાસ્ટ બોલર દીપક ચહરને મોટી રકમ આપીને ખરીદ્યો છે. મુંબઈએ દીપક ચહરને 9.25 કરોડમાં ખરીદ્યો છે. ચેન્નાઈ અને પંજાબ પણ આ બોલરને લેવા માંગતા હતા, પરંતુ તેમના પૈસા ઓછા પડ્યા.
IPL 2025 Mega Auction Live Updates: RCBએ ભુવનેશ્વર કુમારને ખરીદ્યો
સ્વિંગના કિંગ તરીકે જાણીતા ભુવનેશ્વર કુમારને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ખરીદ્યો છે. RCBએ ભુવનેશ્વર કુમારને 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ બોલર માટે લખનૌ અને મુંબઈએ પણ મોટી બોલી લગાવી હતી.
IPL 2025 Mega Auction Live Updates: ગુજરાતે ગેરાલ્ડ કોએત્ઝીને ખરીદ્યો
દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએત્ઝીને ગુજરાત ટાઇટન્સે ખરીદ્યો છે. ગુજરાતે કોએત્ઝીને રૂ. 2.40 કરોડમાં ખરીદ્યો છે. અગાઉ ડોનાવન ફરેરિયા અને એલેક્સ કેરી અનસોલ્ડ રહ્યા હતા.
IPL 2025 Mega Auction Live Updates: તુષાર દેશપાંડેને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો
ગત સિઝન સુધી ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી ચૂકેલા યુવા ઝડપી બોલર તુષાર દેશપાંડેને IPL 2025ની હરાજીમાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો છે. રાજસ્થાને તુષારદેશ પાંડેને 6.50 કરોડમાં ખરીદ્યો છે.