Retail inflation: જૂનમાં 2.10% રહ્યો છૂટક ફુગાવો, 6 વર્ષના નિચલા સ્તર પર પહોંચી મોંઘવારી
શાકભાજી, કઠોળ, માંસ, માછલી, અનાજ, ખાંડ, મસાલા અને દૂધ સહિત અન્ય ખાદ્ય ચીજોના ભાવમાં નરમાઈને કારણે જૂન 2025 માં છૂટક ફુગાવાનો દર 6 વર્ષના નીચલા સ્તરે 2.1 ટકા પર આવી ગયો.

Retail inflation in June 2025: શાકભાજી, કઠોળ, માંસ, માછલી, અનાજ, ખાંડ, મસાલા અને દૂધ સહિત અન્ય ખાદ્ય ચીજોના ભાવમાં નરમાઈને કારણે જૂન 2025 માં છૂટક ફુગાવાનો દર 6 વર્ષના નીચલા સ્તરે 2.1 ટકા પર આવી ગયો. ગ્રાહક ભાવ સૂચકાંક આધારિત ફુગાવો (CPI) મે મહિનામાં 2.82 ટકા અને જૂન 2024 માં 5.08 ટકા હતો. આ સતત પાંચમો મહિનો છે જ્યારે ફુગાવો ભારતીય રિઝર્વ બેંક (RBI) ના મધ્યમ ગાળાના લક્ષ્યાંક 4% થી નીચે રહ્યો છે અને સતત આઠમો મહિનો છે જ્યારે તે કેન્દ્રીય બેંકના 6% ના ઉપલા સહનશીલતા બેન્ડથી નીચે રહ્યો છે.
Retail inflation slips to multi-year low of 2.1 per cent in June: Govt data. pic.twitter.com/BIVCLWgocV
— Press Trust of India (@PTI_News) July 14, 2025
મે 2025 ની તુલનામાં જૂનમાં છૂટક ફુગાવો 0.72 ટકા ઘટ્યો
સોમવારે સરકારે જાહેર કરેલા અહેવાલમાં આ વાત સામે આવી છે. છૂટક ફુગાવામાં ઘટાડાને કારણે દેશના કરોડો સામાન્ય લોકો ઘણી રાહત અનુભવી રહ્યા છે. રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "મે 2025 ની સરખામણીમાં જૂન 2025 માં ફુગાવામાં 72 બેસિસ પોઈન્ટ (0.72 ટકા)નો ઘટાડો થયો છે. જાન્યુઆરી 2019 પછી આ વાર્ષિક ધોરણે સૌથી નીચો ફુગાવો છે." આ સાથે, જૂન સતત બીજો મહિનો હતો જ્યારે ફુગાવાનો દર 3% થી નીચે રહ્યો હતો. જાન્યુઆરી 2019 ની શરૂઆતમાં તે 1.97 ટકા પર નોંધાયો હતો. આ વર્ષે મે મહિનામાં છૂટક ફુગાવો 2.82% હતો, જ્યારે જૂન 2024 માં તે 5.08% હતો.
જૂન મહિનામાં શાકભાજી, કઠોળ અને સંબંધિત ઉત્પાદનો તેમજ માંસ અને માછલી, અનાજ, ખાંડ અને મીઠાઈઓ, દૂધ અને દૂધના ઉત્પાદનો ઉપરાંત મસાલાના ભાવમાં ઘટાડો થયો છે.
RBI એ આ વર્ષે સતત 3 વખત રેપો રેટ ઘટાડ્યો છે
આ છૂટક ફુગાવાના આંકડા RBI દ્વારા રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટ (0.50 ટકા) ઘટાડો કરીને 5.5% કર્યાના એક મહિના પછી આવ્યા છે. તમને જણાવી દઈએ કે RBI એ આ વર્ષે સતત ત્રીજી વખત રેપો રેટ ઘટાડ્યો છે. RBI એ FY26 માટે CPI ફુગાવાનો અંદાજ એપ્રિલમાં કરવામાં આવેલી 4% આગાહીથી ઘટાડીને 3.70% કર્યો છે. આરબીઆઈ અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ફુગાવાનો દર 2.9%, બીજા ક્વાર્ટરમાં 3.4%, ત્રીજા ક્વાર્ટરમાં 3.5% અને ચોથા ક્વાર્ટરમાં 4.4% રહેવાનો અંદાજ છે.






















