શોધખોળ કરો
Advertisement
સોનામાં રોકાણ કરાવાનો શ્રેષ્ઠ સમય! સરકાર 10 મહિનાના સૌથી સસ્તા ભાવે સોનું વેચી રહી છે
સોવરિન ગોલ્ડ બોન્ડની 12મી સીરીઝ એક માર્ચથી શરૂ થઈ રહી છે. તમે 5 માર્ચ સુધી તેમાં રોકાણ કરી શકો છો. આ ચાલુ નાણાંકીય વર્ષની અંતિમ સીરીઝ છે.
સોનામાં રોકાણ કરવા માટે આ એકદમ શ્રેષ્ઠ સમય છે. કેન્દ્ર સરાકર સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ દ્વારા તમે ગોલ્ડમાં રોકાણ કરી શકો છો. આ યોજના દ્વારા સરકારનો ટાર્ગેટ છે કે સોનાની ફિઝિકલ માગમાં ઘટાડો લાવવામાં આવે.
સોવરિન ગોલ્ડ બોન્ડની 12મી સીરીઝ એક માર્ચથી શરૂ થઈ રહી છે. તમે 5 માર્ચ સુધી તેમાં રોકાણ કરી શકો છો. આ ચાલુ નાણાંકીય વર્ષની અંતિમ સીરીઝ છે. આ વખતે સોવરિન ગોલ્ડ બોન્ડની કિંમત દસ મહિનાની સૌથી ઓછી કિંમત છે. બેંક, પોસ્ટ ઓફિસ, એનએસઈ અને બીએસઈ ઉપરાંત સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ગોલ્ડ બોન્ડનું વેચાણ થાય છે.
સોનાની કિંમત
આરબીઆઈએ આ વખતે ગોલ્ડ સબ્સક્રિપ્શનની કિંમત 4662 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે.
ઓનલાઈન અરજી કરવા પર પ્રતિ ગ્રામ 50 રૂપિયાની છૂટ મળશે.
બોન્ડ તરીકે તમે સોનામાં ઓછામાં ઓછું 1 ગ્રામ અને વધુમાં વદુ ચાર કિલો સુધી રોકાણ કરી શકો છો.
'સોવરેન ગોલ્ડ બોન્ડ'એ સરકારી જામીનગીરી છે. ફિઝિકલ ગોલ્ડ એટલે કે જ્વેલરી, ગોલ્ડ બાર, ગોલ્ડ કોઈન (સિક્કા) વગેરેને હતોત્સાહિત કરવા અને પેપર ગોલ્ડને પ્રોત્સાહિત કરવા તે પણ સ્કીમનો ઉદ્દેશ છે. રોકાણકારોને રોકડમાં વળતર આપવામાં આવે છે. બોન્ડની પાકતી તારીખે રોકાણકારને રોકડમાં ચૂકવણી કરવામાં આવે છે. તેને ભારત સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. તેને વેચી અથવા સ્ટોક એક્સચેન્જમાં ટ્રેડ કરી શકાય છે.
સોવરિન ગોલ્ડ બોન્ડ વિશે જાણવા માટેની મુખ્ય બાબતો
- આ યોજના હેઠળ ન્યુનતમ રોકાણ 1 ગ્રામ છે.
- ગોલ્ડ બોન્ડ યોજના ડીમેટ અને પેપર ફોર્મમાં ઉપલબ્ધ છે.
- બોન્ડ્સ સ્ટોક એક્સચેંજ એનએસઈ અને બીએસઈ દ્વારા વેચે છે.
- આ યોજનાનો કાર્યકાળ આઠ વર્ષનો છે, જેમાં 5 મી વર્ષથી બહાર નીકળવાના વિકલ્પો છે.
- લોન મેળવવા માટે ગોલ્ડ બોન્ડનો ઉપયોગ કોલેટરલ તરીકે થઈ શકે છે.
- ગોલ્ડ બોન્ડ ભારત સરકાર દ્વારા સમર્થિત છે, તેથી તે સાર્વભૌમ ગ્રેડ છે.
- રોકાણની કૂંમત પર 2.5 ટકા ગેરેન્ટેડ ફિક્સ વ્યાજ પણ મળે છે.
- બોન્ડનો ગાળો 8 વર્ષનો હોય છે અને 5માં વર્ષ બાદ પ્રીમેચ્યોર વિથડ્રોલ કરી શકાય છે.
- 3 વર્ષ બાદ તેના પર લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ લાગે છે.
- મેચ્યોરિટી સુધી રાખવા પર કેપિટલ ગેન ટેક્સ નહીં લાગે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement