Rupee at Record Low: રૂપિયો અત્યાર સુધીની સર્વોચ્ચ લો સપાટીએ પહોંચ્યો, ડોલરની સામે ગબડીને 82.68 થયો
શરૂઆતના વેપારમાં અમેરિકી ડોલર સામે રૂપિયો સર્વકાલીન નીચી સપાટીએ પહોંચી ગયો છે.
Rupee at Record Low: ભારતીય ચલણ રૂપિયો આજે તેના સર્વકાલીન નીચલા સ્તરે આવી ગયો છે. શરૂઆતના વેપારમાં, તે યુએસ ડૉલરની સરખામણીમાં 82.68 પ્રતિ ડૉલર પર આવી ગયો છે. રૂપિયામાં રેકોર્ડ ઘટાડા પછી ઘણી ચિંતા છે અને તે ઘટીને 85 રૂપિયા પ્રતિ ડૉલર પર આવવાની આશા છે.
શરૂઆતના વેપારમાં અમેરિકી ડોલર સામે રૂપિયો સર્વકાલીન નીચી સપાટીએ પહોંચી ગયો છે. એક ડોલરની કિંમત પહેલીવાર 82.68 રૂપિયા થઈ ગઈ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના રૂપિયાના ઘટાડાને રોકવાના પ્રયાસોના ઓછા પરિણામ મળ્યા છે અને રૂપિયો સતત નબળાઈ સાથે ટ્રેડ થઈ રહ્યો છે.
Rupee falls 38 paise to all-time low of 82.68 against US dollar in early trade
— Press Trust of India (@PTI_News) October 10, 2022
આ વર્ષે રૂપિયામાં 11 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે
જો તમે આ વર્ષે રૂપિયાના ઘટાડાને જુઓ તો તેમાં 11 ટકાનો ઘટાડો થયો છે. ભારતનો વિદેશી મુદ્રા ભંડાર બે વર્ષની નીચી સપાટીએ આવ્યા બાદ ડોલરની માંગ વધી રહી છે અને રૂપિયાની મંદી અટકવાનું નામ નથી લઈ રહી.
યુએસ ફેડરલ રિઝર્વના નિર્ણયની અસર
યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાની નકારાત્મક અસર રૂપિયા પર જોવા મળી રહી છે અને આ બજારોમાંથી ડોલરની ખરીદીમાં વધારો થવાને કારણે દેશની ચલણ રૂપિયો લાલ નિશાનમાં સરકી રહ્યો છે. આ સિવાય અન્ય એશિયન કરન્સીમાં ઘટાડો એશિયન બજારોનો ટ્રેન્ડ દર્શાવે છે, જે તેમની સાથે ભારતીય ચલણ રૂપિયામાં પણ ઘટાડાનું કારણ બની રહ્યું છે.
શેરબજારમાં કડાકો
Stock Market Today: આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં રોકાણકારોને ભારે નુકસાન થયું છે. આંતરરાષ્ટ્રીય તણાવ અને વૈશ્વિક શેરબજારોમાં નબળા સંકેતોની વચ્ચે ભારતીય સ્ટોક બજારમાં ખરાબ શરૂઆત થઈ છે. નેગેટિવ સેન્ટિમેન્ટના કારણે ભારતીય શેરબજારમાં વેચવાલી જોવા મળી રહી છે.
કેવી રીતે ખુલ્યું બજાર
આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે આજે શેરબજારમાં જબરદસ્ત ઘટાડા સાથે ટ્રેડિંગ ખુલ્યું છે. NSEનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 220.30 પોઈન્ટ અથવા 1.27 ટકાના ઘટાડા સાથે 17,094.35 પર ખુલ્યો. BSE સેન્સેક્સ 767.22 પોઈન્ટ અથવા 1.32 ટકાના ઘટાડા સાથે 57,424.07 પર ખુલ્યો છે.