(Source: ECI/ABP News/ABP Majha)
Rupee Low: ડોલર સામે રૂપિયો ઉંધે માથે પટકાયો, 81.93 ના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) રૂપિયાની નબળાઈ પર નજર રાખી રહી છે. જો આજે કે કાલે રિઝર્વ બેન્ક પ્રત્યક્ષ કે આડકતરી રીતે કોઈ પગલું નહીં ભરે તો 30 સપ્ટેમ્બરે ચોક્કસ આ બાબતે કોઈ નક્કર પગલાં લઈ શકે છે.
Rupee Falls: બુધવારે એટલે કે 28 સપ્ટેમ્બરે, રૂપિયો (Dollar vs Rupee) ડોલર સામે 81.90 ના રેકોર્ડ નીચા સ્તરે ખુલ્યો. સમાચાર લખાય છે ત્યારે તે ડૉલરના મુકાબલે રૂપિયો 81.93 ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો. ડૉલરની સતત મજબૂતી, વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા ભારતીય મૂડીબજારમાંથી ભંડોળ પાછું ખેંચવા અને ઈક્વિટી માર્કેટમાં વધતા જોખમને કારણે રૂપિયામાં નબળાઈ જોવા મળી રહી છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ડોલર સામે રૂપિયો 81.57 ના સ્તરને પાર કરી ગયો હતો.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) રૂપિયાની નબળાઈ પર નજર રાખી રહી છે. જો આજે કે કાલે રિઝર્વ બેન્ક પ્રત્યક્ષ કે આડકતરી રીતે કોઈ પગલું નહીં ભરે તો 30 સપ્ટેમ્બરે ચોક્કસ આ બાબતે કોઈ નક્કર પગલાં લઈ શકે છે.
બ્લૂમબર્ગના ડેટા અનુસાર, ડોલર સામે રૂપિયો 81.9350ના સ્તરને સ્પર્શ્યા બાદ 81.90 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. એશિયન ટ્રેડિંગમાં યુએસ ડૉલર ઇન્ડેક્સ 114.68ની નવી ઊંચી સપાટીએ જોવા મળ્યો હતો. યુએસ 10-વર્ષના ટ્રેઝરી બોન્ડ યીલ્ડ 2010 પછી પ્રથમ વખત 4 ટકા સુધી પહોંચી છે.
યુએસ બોન્ડ યીલ્ડમાં વધારો અને વિકાસશીલ દેશોની કરન્સી પર ડોલરના દબાણને કારણે શક્ય છે કે આવા દેશો વ્યાજદરમાં વધુ વધારો કરે. જેના કારણે આર્થિક વૃદ્ધિ પર પણ અસર પડી શકે છે.
બુધવારે ડૉલરની મજબૂતીને કારણે ઘણા દેશોની કરન્સી નીચા સ્તરે ટ્રેડ થતી જોવા મળી હતી. ઑસ્ટ્રેલિયન ડૉલર મે 2020 પછીના સૌથી નીચા સ્તરે $0.6389 પર પહોંચ્યો હતો.
ભારતીય શેરબજારમાં વેચવાલી
Stock Market Today: વૈશ્વિક બજારમાં શેરબજારમાં કડાકાની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી રહી છે. આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં કડાકા સાથે શરૂઆત થઈ છે.
આજે સેન્સેક્સ 466.39 પોઈન્ટ અથવા 0.82% ઘટીને 56641.13 પર અને નિફ્ટી 138.20 પોઈન્ટ અથવા 0.81% ઘટીને 16869.20 પર ખુલ્યો હતો. લગભગ 567 શેર વધ્યા છે, 1072 શેર ઘટ્યા છે અને 100 શેર યથાવત છે.
આજના કારોબારમાં બજારમાં ચારેબાજુ વેચવાલી જોવા મળી રહી છે. નિફ્ટી પર બેન્ક અને નાણાકીય સૂચકાંકો 1 ટકાથી વધુ નબળા પડ્યા છે. ઓટો અને આઈટી ઈન્ડેક્સ અડધા ટકા નીચે છે. મેટલ, રિયલ્ટી અને એફએમસીજી શેરોમાં પણ વેચવાલી જોવા મળી રહી છે. જોકે ફાર્મા ઈન્ડેક્સ લીલા નિશાનમાં છે.