શોધખોળ કરો
ડોલર સામે રૂપિયો 39 મહિનાની નીચલી સપાટીએ પહોંચ્યો

નવી દિલ્હીઃ ગુરુવારે રૂપિયામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. એક ડોલરની સામે રૂપિયો 68.83 પર પહોંચી ગયો છે. શરૂઆતના કારોબારમાં જોવા મળેલો ઘટાડો વૈશ્વિક બજારમાં અમેરિકન ડોલર મજબૂત થવાને કારણે જોવા મળ્યો છે. આ વિતેલા 39 મહિનાની નીચલી સપાટીએ પહોંચી ગયો છે. રૂપિયો નબળો પડવાનું એક કારણ વિદેશી હુંડિયામણ સતત બહાર જઈ રહ્યું હોવાનું કહેવાયઈ રહ્યું છે. બુધવારે રૂપિયો ડોલરની સામે 68.56 પર બંધ રહ્યો હતો. રૂપિયો ઓગસ્ટ 2013 બાદની સૌથી નીચલી સપાટીની નજીક કારોબાર કરી રહ્યો છે. આગળ પણ રૂપિયામાં ઘટાડો જોવા મળવાના સંકેત છે. ડોલરમાં આગળ પણ મજબૂતી જોવા મળે તેવા સંકેતો મળી રહ્યા છે જેના કારણે રૂપિયામાં આગળ પણ દબાણ જોવા મળશે. કહેવાય છે કે, આવતા કેટલાક મહિનામાં એક ડોલરની સામે રૂપિયો 70ની સપાટી સુધી જઈ શકે છે. સેન્સેક્સમાં પણ કડાકો જોવા મળી રહ્યો છે જેની અસર પણ રૂપિયા પર જોવા મળી રહી છે. ક્રૂડ કંપનીઓ તરફતી ડોલરની માગ વધી છે અને તેના કારણે પણ ડોલર મજબૂત થઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પની જીતને કારણે પણ ડોલરમાં મજબૂતાઈ જોવા મળી છે.
વધુ વાંચો





















