શોધખોળ કરો

Rupee Vs Dollar: રૂપિયામાં રેકોર્ડ ઘટાડો, પ્રથમ વખત ડોલર સામે રૂપિયો 82ની નીચે સરકી ગયો

આ કેલેન્ડર વર્ષમાં ભારતીય રૂપિયામાં 10 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે અને વર્ષ 2022માં તે 10.60 ટકા તૂટ્યો છે.

Rupee Vs Dollar: ભારતીય ચલણ રૂપિયો આજે વિક્રમી નીચી સપાટીએ આવી ગયો છે અને તેણે પહેલીવાર ડૉલર સામે 82 નું સ્તર પણ તોડી નાખ્યું છે. આજે શરૂઆતી કારોબારમાં રૂપિયો 82.22 રૂપિયા પ્રતિ ડોલરના સ્તરે આવી ગયો છે અને તેમાં 33 પૈસા અથવા 0.41 ટકાનો જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલે રાત્રે યુએસ ફેડરલ રિઝર્વના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા નિવેદનોને કારણે ડૉલરના ભાવમાં ઉછાળો આવ્યો છે અને તેમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ વર્ષે રૂપિયામાં 10 ટકાથી વધુનો ઘટાડો થયો છે

આ કેલેન્ડર વર્ષમાં ભારતીય રૂપિયામાં 10 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે અને વર્ષ 2022માં તે 10.60 ટકા તૂટ્યો છે. આ વર્ષે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં સતત વધારાને કારણે ડોલર સતત મજબૂત થઈ રહ્યો છે અને તેના કારણે ઉભરતા બજારોના ચલણની સાથે ભારતીય રૂપિયામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

તેલ આયાતકારો તરફથી ડોલરની ભારે માંગ

તેલના આયાતકારો તરફથી ડોલરની ભારે માંગ અને વ્યાજદરમાં વધારાની આશંકાથી પણ ભારતીય ચલણ પર નકારાત્મક અસર જોવા મળી છે અને શરૂઆતના વેપારમાં તે ઘટીને રૂ. 82.33 પ્રતિ ડોલર થઈ ગયો છે.

મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના ફોરેક્સ અને બુલિયન એનાલિસ્ટ ગૌરાંગ સોમૈયાએ જણાવ્યું હતું કે મંગળવારે રૂપિયામાં થોડી મજબૂતી જોવા મળી હતી પરંતુ આજે તે ફરીથી દબાણમાં આવી ગયો છે. અમેરિકી ડૉલરની મજબૂતીને કારણે રૂપિયામાં ઘટાડો જોવા મળ્યો. વાસ્તવમાં, યુએસમાં સેવાઓ PMI અને ખાનગી નોકરીઓ પર અપેક્ષા કરતાં વધુ સારા ડેટાએ ડોલરને મજબૂત બનાવ્યો. સોમૈયાએ જણાવ્યું હતું કે યુરો અને પાઉન્ડમાં પણ ડોલર સામે ઊંચા સ્તરે વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. તેમણે કહ્યું કે હવે આંખો યુરોપિયન સેન્ટ્રલ બેંક (ECB) ની બેઠકની વિગતો પર રહેશે. સોમૈયાએ જણાવ્યું હતું કે યુએસ ડોલર સામે રૂપિયાની હાજર કિંમત 81.20 થી 82.05ની રેન્જમાં રહેવાની ધારણા છે.

જોકે, ભારત બેવડા પડકારોનો સામનો કરી રહ્યું છે. એક તરફ ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે ક્રૂડ ઓઈલની આયાત કરવા માટે વધુ ડોલર ખર્ચવા પડશે તો રૂપિયાની નબળાઈ મુશ્કેલી વધારવાનું કામ કરી રહી છે. કારણ કે આયાત માટે વધુ ડોલર ખર્ચવા પડશે. અગાઉ ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 90 ડોલર પર આવી ગયું હતું, જે ફરી બેરલ દીઠ 93.30 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ભારત પરત ફર્યા અવકાશયાત્રી શુભાંશુ શુક્લા, એરપોર્ટ પર ભારત માતા કી જયના નારા સાથે કરવામાં આવ્યું સ્વાગત
ભારત પરત ફર્યા અવકાશયાત્રી શુભાંશુ શુક્લા, એરપોર્ટ પર ભારત માતા કી જયના નારા સાથે કરવામાં આવ્યું સ્વાગત
ગોંડલમાં મેળાની મોજ બગડી: જન્માષ્ટમીના દિવસે જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી, 2 કલાકમાં 3.5 ઈંચ વરસાદ
ગોંડલમાં મેળાની મોજ બગડી: જન્માષ્ટમીના દિવસે જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી, 2 કલાકમાં 3.5 ઈંચ વરસાદ
ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપીંગનું નામ લઈને કહી મોટી વાત, કહ્યું – ‘જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું, ત્યાં સુધી ચીન....’
ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપીંગનું નામ લઈને કહી મોટી વાત, કહ્યું – ‘જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું, ત્યાં સુધી ચીન....’
Health Tips: સૂતા પહેલા પીવો તજનું પાણી, આ 5 બીમારીઓ થશે દૂર
Health Tips: સૂતા પહેલા પીવો તજનું પાણી, આ 5 બીમારીઓ થશે દૂર
Advertisement

વિડિઓઝ

Devayat Khavad Controversy : લોકકલાકાર દેવાયત ખવડને મેઘરાજસિંહ ગોહિલ નામના શખ્સનો ખુલ્લો પડકાર
Hun To Bolish : હું તો બોલીશ : મેળાના રંગમાં ભંગ
Hun To Bolish : હું તો બોલીશ : જન્માષ્ટમીમાં જમાવટ
Trump-Putin Meeting : અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, પુતિન-ટ્રમ્પ વચ્ચે 3 કલાક બેઠક
Ambalal Patel Rain Prediction: આ વિસ્તારોમાં પડશે પૂર જેવો વરસાદ: અંબાલાલની સૌથી ઘાતક આગાહી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારત પરત ફર્યા અવકાશયાત્રી શુભાંશુ શુક્લા, એરપોર્ટ પર ભારત માતા કી જયના નારા સાથે કરવામાં આવ્યું સ્વાગત
ભારત પરત ફર્યા અવકાશયાત્રી શુભાંશુ શુક્લા, એરપોર્ટ પર ભારત માતા કી જયના નારા સાથે કરવામાં આવ્યું સ્વાગત
ગોંડલમાં મેળાની મોજ બગડી: જન્માષ્ટમીના દિવસે જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી, 2 કલાકમાં 3.5 ઈંચ વરસાદ
ગોંડલમાં મેળાની મોજ બગડી: જન્માષ્ટમીના દિવસે જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી, 2 કલાકમાં 3.5 ઈંચ વરસાદ
ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપીંગનું નામ લઈને કહી મોટી વાત, કહ્યું – ‘જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું, ત્યાં સુધી ચીન....’
ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપીંગનું નામ લઈને કહી મોટી વાત, કહ્યું – ‘જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું, ત્યાં સુધી ચીન....’
Health Tips: સૂતા પહેલા પીવો તજનું પાણી, આ 5 બીમારીઓ થશે દૂર
Health Tips: સૂતા પહેલા પીવો તજનું પાણી, આ 5 બીમારીઓ થશે દૂર
એશિયા કપ 2025માં સૂર્યકુમાર યાદવ રમશે કે નહીં? સર્જરી બાદ ફિટનેસ ટેસ્ટ પર થયો મોટો ખુલાસો
એશિયા કપ 2025માં સૂર્યકુમાર યાદવ રમશે કે નહીં? સર્જરી બાદ ફિટનેસ ટેસ્ટ પર થયો મોટો ખુલાસો
Dahi Handi 2025: ક્યારે છે દહીં હાંડીનો તહેવાર, ગોવિંદા કેમ ફોડે છે મટકી?
Dahi Handi 2025: ક્યારે છે દહીં હાંડીનો તહેવાર, ગોવિંદા કેમ ફોડે છે મટકી?
એક વીડિયો કૉલ તમારા બેંક એકાઉન્ટને કરી શકે છે ખાલી, જાણો શું છે WhatsApp સ્ક્રીન મિરરિંગ ફ્રોડ
એક વીડિયો કૉલ તમારા બેંક એકાઉન્ટને કરી શકે છે ખાલી, જાણો શું છે WhatsApp સ્ક્રીન મિરરિંગ ફ્રોડ
અંબાલાલ પટેલે 29 થી 31 ઓગસ્ટના વરસાદને ખેતી માટે ખરાબ ગણાવ્યો, હવે વરાપની જરૂર
અંબાલાલ પટેલે 29 થી 31 ઓગસ્ટના વરસાદને ખેતી માટે ખરાબ ગણાવ્યો, હવે વરાપની જરૂર
Embed widget