શોધખોળ કરો
Advertisement
1 મેથી આ બેંકની લોન થશે સસ્તી, જાણો કોને થશે ફાયદો
દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકોને 1 મેથી મોટો ફાયદો થવાનો છે. એસબીઆઈએ સેવિંગ એકાઉન્ટ અને હોમ લોન પર લાગતા વ્યાજ દરમાં ફેરફાર કર્યો છે.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકોને 1 મેથી મોટો ફાયદો થવાનો છે. એસબીઆઈએ સેવિંગ એકાઉન્ટ અને હોમ લોન પર લાગતા વ્યાજ દરમાં ફેરફાર કર્યો છે. એસબીઆઈ જમા બચતના દર અને લોન પર લાગતા વ્યાજ દર આરબીઆઈના રેપો રેટ સાથે લિંક્ડ કરશે. એટલે કે આરબીઆઈ રેપો રેટમાં ઘટાડો કરશે તો તરત જ એસબીઆઈ બેંક પોતાના વ્યાજ દર ઘટાડી દેશે.
SBI દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે આરબીઆઇ દ્વારા નીતિગત દરમાં બદલાવનો ફાયદો ગ્રાહકોને તાત્કાલીક આપવાના ઉદ્દેશથી સેવિંગ ડિપોઝિટ અને ઓછી અવધીની લોનના વ્યાજદરને રેપોરેટ સાથે જોડવાનો નિર્ણય 1 મે 2019થી લાગુ થશે. જો કે તેનાથી એસબીઆઇના તમામ ગ્રાહકોને ફાયદો નહીં થાય. આ નિયમ માત્ર તેમને જ મળશે જેમના બચત ખાતામાં 1 લાખ રૂપિયાથી વધુની રકમ હશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion