શોધખોળ કરો
Advertisement
દેશની આ 4 બેંકોની લોન થઈ સસ્તી, વ્યાજ દરમાં કર્યો ઘટાડો
નવી દિલ્હીઃ દેશની 4 બેંકોએ વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. અલાહબાદ બેંક, કોટક મહિન્દ્રા બેંક, પીએનબી બેંક અને એસબીઆઈએ વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંતા દાસની બેંકો સાથેની બેઠક બાદ ધીમે ધીમે બેંકો વ્યાજ દરમાં ઘટાડો કરી રહી છે. જોકે આ ઘટાડો બહુ મોટો નથી.
કોટક મહિન્દ્રા બેંકે એમસીએલઆરમાં 0.05 ટકાનો ઘટાડો કર્યો છે. આ નવા દર એક માર્ચથી લાગુ થશે. આ ઘટાડા બાદ એક વર્ષ માટેના એમસીએલઆર 9.05 ટકાથી ઘટીને 9 ટકા થઈ ગયા છે.
સરકારી માલિકી ધરાવતી અલાહબાદ બેંકે પણ એક વર્ષ સુધીની લોન પર એમસીએલઆર 0.1 ટકા ઘટાડીને 8.65 ટકા કર્યા છે. જ્યારે બે અને ત્રણ વર્ષની લોન પર એમસીએલઆર ઘટીને ક્રમશઃ 8.85 ટકા અને 8.95 ટકા કરવાની જાહેરાત કરી છે. નવા દર એક માર્ચથી લાગુ થશે.
ગઈકાલે પંજાબ નેશનલ બેંકે પણ MCLRમાં 0.1 ટકાના ઘટાડાની જાહેરાત કીર હતી. આ ઘટાડો 1 માર્ચથી લાગુ થશે. પીએનબીની એક વર્ષની લોનના નવા વ્યાજ દર 8.55 ટકાથી ઘટીને 8.45 ટકા કર્યા છે. એસબીઆઈએ પણ 30 લાખ સુધીની હોમ લોન પર વ્યાજ દરમાં 0.05 ટકાનો ઘટાડો કર્યો છે. તેનાથી એસબીઆઈના ગ્રાહકોને થોડી રાહત મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion