દેશની આ દિગ્ગજ બેંકની મોટી જાહેરાત, 31 ઓગસ્ટ સુધી હોમ લોન પર કોઈ પ્રોસેસિંગ ચાર્જ નહીં
વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી મુજબ પ્રોસેસિંગ ફી માફી 19 જુલાઈથી લાગુ કરવામાં આવી છે જે 31 ઓગસ્ટ સુધી ચાલશે.
SBI waives processing fee : દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ (State Bank of India) એ કહ્યું કે, તે 31 ઓગસ્ટ, 2021 સુધી હોમ લોન લેનાર પાસેથી કોઈપણ પ્રોસેસિંગ ચાર્જ નહીં લે. હાલમાં બેં હોન લોન પર 0.4 ટકા પ્રોસેસિંગ ફી લે છે. બેંકે કહ્યું કે, તેણે મર્યાદિત સમય માટે મોનસૂન ધમાકા ઓફર અંતર્ગત ગ્રાહકોને છૂટ આપી છે. બેંકે કહ્યું કે, જો કોઈ YONO એપથી હોમ લોન માટે અરજી કરે તો વ્યાજ દરમાં 5 બેસિસ પોઈન્ટ એટલે કે 0.05 ટકાની છૂટ આપવામાં આવશે.
બેંકે કહ્યું કે, ગારમાં ઘર ખરીદવા માટેનો શ્રેષ્ઠ સમય છે. કારણ કે હાલમાં હોમ લોનના વ્યાજ દર 6.7 ટકાથી શરૂ થાય છે. જે ખૂબ જ ઓછા છે. તેની સાથે જ મોનસૂન ધમાકા ઓફર અંતર્ગત હોમ લોનની પ્રોસેસિંગ ફી પણ 31 ઓગસ્ટ, 2021 સુધી નથી લેવામાં આવી રહી. તેનાથી ગ્રાહોકને ઘર ખરીદવા માટે પ્રોત્સાહન મળશે. હાલમાં હોમ લોનના વ્યાજ દર ઐતિહાસિક નીચલી સપાટી પર છે.
SBIની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી મુજબ પ્રોસેસિંગ ફી માફી 19 જુલાઈથી લાગુ કરવામાં આવી છે જે 31 ઓગસ્ટ સુધી ચાલશે. SBI હાલમાં દેશમાં સૌથી સસ્તી હોમ લોન આપી રહી છે. હોમ લોન માટે વ્યાજ દર 6.70 ટકાથી શરૂ થાય છે. બેંકના મેનેજિંગ ડિરેક્ટર (R&DB) સીએસ શેટ્ટીએ જણાવ્યું હતું કે બેંકે મોનસુન ધમાકા ઓફર શરૂ કરી છે. પ્રોસેસિંગ ફી માફ કરવાથી હોમ લોન લેનારાઓમાં ઉત્સાહ વધશે.
It’s raining offers for new home buyers! Apply for a Home Loan with NIL* processing fee.
What are you waiting for? Visit: https://t.co/N45cZ1V1Db
*T&C Apply
#HomeLoan #SBI #StateBankOfIndia #MonsoonDhamakaOffer pic.twitter.com/nDbPb7oBhF— State Bank of India (@TheOfficialSBI) July 31, 2021
વેબસાઈટ પર આપવામાં આવેલ માહિતી મુજબ SBI Home Loan પર વ્યાજ દર ઘણાં ઓછા છે, પ્રોસેસિંગ ફી અન્ય બેંકોની તુલનામાં ઘણી ઓછી છે. પ્રી-પેમેન્ટને કરવા પર કોઈ પેનલ્ટી નથી લાગતી. ઉપરાંત લોનની ચુકવણી 30 વર્ષમાં કરી શકાય છે. મહિલાઓને વ્યાજ દરમાં વધારાનો લાભ મળે છે.