શોધખોળ કરો
Advertisement
ખર્ચ ઘટાડવા માટે દેશની આ દિગ્ગજ બેંક 30 હજાર કર્મચારીઓને ઘરે બેસાડવની તૈયારીમાં
ચિદંબરમે કહેલું કે દેશની સૌથી મોટી બેંક પોતાના 30 હજાર જેટલા કર્મચારીને વીઆરએસ આપવાનું વિચારે એ પડતા પર પાટુ મારવા જેવી વાત થઇ.
નવી દિ્લહીઃ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પોતાના કર્મચારીઓ માચે સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ એટલે કે વીઆરલએસની નવી સ્કીમ લાવવા જઈ રહી છે. આ સ્કીમ અંતર્ગત સ્ટેટ બેંક ોફ ઇન્ડિયાના 30,190 કર્મચારી અધિકારી વીઆરએસનો વિકલ્પ લઈ શકશે. આ સ્કીમને 'Second Innings Tap-Voluntary Retirement Scheme-2020 (SITVRS-2020) નામ આપવામાં આવ્યું છે.
સ્કીમ અંતર્ગત એવા કર્મચારીઓ પ ફોકસ કરવામાં આવશે જેને સતત 3 અથવા તેનાથી વધારે પ્રમોશન નથી મળ્યા. આ સ્કીમ 1 ડિસેમ્બરથી લાગુ થશે અને ફેબ્રુઆરી અંત સુધી ચાલુ રહેશે. આ સ્કીમ અંતર્ગત VRS માટે કર્મચારી અરજી કરી શકશે. હાલમાં આ VRS સ્કીમનો ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે અને તેને ટૂંકમાં જ બોર્ડની મંજૂરી માટે બોર્ડમાં રજૂ કરવામાં આવશે.
જોકે સ્વૈચ્છિક નિવૃત્તિની પોતાની યોજનાની આકરી ટીકા કરનારા લોકોને જવાબ આપતાં સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ કહ્યું હતું કે ચાલુ વરસે 14 હજાર નવા કર્મચારી લેવાના છે અને એ સિવાય વીઆરએસનો કોઇ મલિન હેતુ નથી.
ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન પી ચિદંબરમે સોમવારે એવી આકરી ટીકા કરી હતી કે અત્યારે લોકો કોરોના વાઇરસને કારણે અત્યંત પરેશાની ભોગવી રહ્યા છે અને લાખો લોકો નોકરી ગુમાવી ચૂક્યા છે ત્યારે સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ જાહેર કરેલી વીઆરએસની યોજના અત્યંત ક્રૂર ગણાય. ચિદંબરમે એમ પણ કહેલું કે દેશની સૌથી મોટી બેંક પોતાના 30 હજાર જેટલા કર્મચારીને વીઆરએસ આપવાનું વિચારે એ પડતા પર પાટુ મારવા જેવી વાત થઇ.
હાલ બેંકમાં કુલ કર્મચારની સંખ્યા બે લાખ 49 હજાર છે. SBIના પ્રવક્તાએ કહ્યું હતું કે હાલની વીઆરએસ યોજના બેંકનો ખર્ચ ઘટાડવા માટે નથી. અમે 14 હજાર નવી ભરતી કરવાના છીએ. દેશના બે રોજગાર યુવાનોના કૌશલ્યમાં વૃદ્ધિ કરવાના પ્રયાસો પણ બેંક કરી રહી હતી. આ નવી વીઆરએસ યોજના ચાલુ વર્ષના ડિસેંબરમાં ખુલશે અને 2021ના ફેબ્રુઆરીમાં બંધ થશે. ત્યાં સુધી જે કર્મચારીને આ યોજનાનો લાભ લેવો હોય તે લઇ શકશે.
હાલના આંકડા જોતાં નવી વીઆરએસ યોજના માટે 11,565 ઑફિસર્સ અને 18,625 કર્મચારી યોગ્ય રહેશે. આટલા લોકોમાંના માત્ર 30 ટકા લોકો પણ વીઆરએસ લેશે તો ચાલુ વર્ષના પગારના આધારે બેંકના 1662.86 કરોડની બચત થશે. આ વીઆરએસ લેનારને છેલ્લા 18 મહિનાના કુલ વેતન અને બાકી રહેલાં વર્ષોના પચાસ ટકા જેટલો લાભ ચૂકવવાની બેંકની તૈયારી હતી. ઉપરાંત તેમને ગ્રેચ્યુઇટી, પેંશન, પ્રોવિડન્ટ ફંડ અને ચિકિત્સા લાભ જેવી અન્ય સુવિધાઓ પણ મળશે.
નોંધનીય છે કે, જે કર્મચારી વીઆરએસ લે છે તે બે વર્ષ બાદ બેંક સાથે ફરીથી કોઈ અન્ય રીતે જોડાઈ શકે છે.
જે કર્મચારી આ સ્કીમનો ફાયદો લે છે, તેને બાકીના નોકરીના સમયગાળાનો 50 ટકા પગાર મળશે. જોકે આ પગાર હાલના 18 મહિનાના કુલ પગાર કરતાં વધારે ન હોઈ શકે. એટલે કે કર્મચારીને વધુમાં વધુ 18 મહિનાનો પગાર મળશે. નિયમ અનુસાર પીએફ અને ગ્રેચ્યુટીની રકમ પણ કર્મચારીને મળશે. ઉપરાંત પેંશન અને લીવ એનકેશમેન્ટ પણ કર્મચારીને મળશે. બેંક નિયમો અનુસાર કર્મચારીઓને કોન્સેશનલ રેટ પર હાઉસિંગ લોન, કાર લોન, એજ્યુકેશન લોનનો લાભ પણ મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement