શોધખોળ કરો
Advertisement
આજે શેર બજારમાં કેટલા પોઈન્ટનો કડાકો થયો? કયા-કયા શેર ડાઉન જોવા મળ્યાં?
આજે જૂનના બીજા સપ્તાહના છેલ્લા દિવસે શેર બજારમાં ભારે કડાકો સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, ઓએનજીસી, કોટક મહિન્દ્રા, એનટીપીસી અને બજાજ ફાઈનાન્સ સહિતના શેરોમાં ઘટાડો જોવા મળ્યો
મુંબઈ. આજે જૂન મહિનાના બીજા સપ્તાહના છેલ્લા દિવસે શેર બજારમાં ભારે કડાકો સાથે ખુલ્યું હતું. સેંસેક્સ 735 અંક ઘટીને 32802 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, ઓએનજીસી, કોટક મહિન્દ્રા, એનટીપીસી અને બજાજ ફાઈનાન્સ સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઈન્ડસઈન્ડ બેન્ક 5.71 ટકા ઘટીને 493.30 પર કારોબાર કરી રહ્યો છે. ઓએનજીસી 4.95 ટકા ઘટીને 82.60 પર કારોબાર કરી રહ્યો છે. જોકે સન ફાર્મા 0.76 ટકા વધીને 477.20 પર કારોબાર કરી રહ્યો છે.
આજે સેંસેક્સ પ્રી-ઓપનિંગમાં 1101 પોઈન્ટના કડાકા સાથે 32436ના લેવલના સ્તરે ખુલ્યું હતું જ્યારે નિફ્ટી 9500ના સ્તરે ખુલી હતી. પ્રી-ઓપનિંગમાં સેંસેક્સ 1148.21 પોઈન્ટ એટલે 3.42 ટકાના નુકશાનની સાથે 32390ના સ્તર પર હતો.
ગુરૂવારે અમેરિકી શેર માર્કેટમાં ત્રણ મહિનાનો સૌથી મોટો કડાકો જોવા મળ્યો હતો. ડાઉન જોન્સ 1861 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. જેની સીધી અસર ઘરેલુ શેર બજાર પર પણ જોવા મળી હતી. આજે નાણા મંત્રીની આગેવાનીમાં જીએસટી કાઉન્સિલની બેઠક યોજાશે.
9.19 વાગે સેંસેક્સના તમામ સ્ટોક લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા હતાં. 2.68 ટકા એટલે 898 પોઈન્ટના ઘટાડાની સાથે સેંસેક્સ 32639ના સ્તર પર હતો. સ્ટેટ બેંક, કોટક, એચડીએફસી, આઈસીઆઈ બેંક, બજાજ ફાયનાન્સના શેરમા જોરદાર નુકશાનીની સાથે કારોબાર કરી રહ્યાં છે. જ્યારે નિફ્ટી 50ના ફાર્મા, પીએસયુ બેંક, ફાયનાશિયલ સર્વિસઝ, આઈટી, પ્રાઈવેટ બેંક, રિયલ્ટી સહિતના સ્ટોકમાં ઘટાડો જોવા મળ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion