શોધખોળ કરો
શિરડી એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના, સ્પાઇસ જેટનું વિમાન લેન્ડિંગ વખતે રન વે પરથી લપસ્યું, જાણો વિગત
સૂત્રોના કહેવા મુજબ, લેન્ડિંગના સમયે ટચ ડાઉન પોઇન્ટથી 30-40 મીટર દૂર ઉતરવાના કારણે પ્લેન રન વે પરથી લપસી ગયું હતું.

નવી દિલ્હીઃ શિરડી એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના થતાં ટળી હતી. સ્પાઇસ જેટનું પ્લેન લેન્ડિંગ દરમિયાન રન વે પરથી અચાનક લપસી ગયું હતું. દુર્ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર નથી. તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ સોમવારે સાંજે 4 કલાકે ઘટના બની હતી. જેમાં કોઇને પણ નુકસાન પહોંચ્યું નથી. ઘટનાનું કારણ શોધવાની કોશિશ કરવામાં આવી છે.
સૂત્રોના કહેવા મુજબ, લેન્ડિંગના સમયે ટચ ડાઉન પોઇન્ટથી 30-40 મીટર દૂર ઉતરવાના કારણે પ્લેન રન વે પરથી લપસી ગયું હતું. ઘટનાના કારણે એરપોર્ટ પરથી તમામ ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યું છે.Maharashtra: Close shave for Spicejet passengers at Shirdi airport as Spicejet SG946 from Delhi to Shirdi overshot the runway. All passengers safe. Shirdi Airport Director Deepak Shastri says as rescue operation is underway the runway has been closed temporarily pic.twitter.com/G8VZZPrM82
— ANI (@ANI) April 29, 2019
સ્પાઇસ જેટના પ્રવક્તાએ ઘટનાની પુષ્ટિ કરતાં કહ્યું, તમામ યાત્રીઓને સુરક્ષિત ઉતારી લેવામાં આવ્યા છે. લોકસભા ચૂંટણીઃ મુંબઈમાં અંબાણી સહિત આ બિઝનેસમેનોએ કર્યું વોટિંગ, જુઓ તસવીરો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માઃ જેઠાલાલે વોટિંગ કર્યા બાદ શું કરી અપીલ, જાણો વિગત સચિને પરિવાર સાથે કર્યુ મતદાન, સારા-અર્જુને પ્રથમ વખત આપ્યો વોટ#FirstVisuals Maharashtra: Close shave for Spicejet passengers at Shirdi airport as Spicejet SG946 from Delhi to Shirdi overshot the runway. All passengers safe.The runway has been closed temporarily pic.twitter.com/rcAK9cbgXY
— ANI (@ANI) April 29, 2019
વધુ વાંચો





















