શોધખોળ કરો

Silver Rate: ચાંદી 1 લાખ રૂપિયાને પાર પહોંચી, સોનામાં થાક ખાતી તેજી, જાણો બુલિયન માર્કેટના હાલ

Silver Above 1 Lakh Rupees: ચાંદી લખટિયા બની ગઈ છે અને તેના રીટેલ રેટ એક લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામથી ઉપર જઈ પહોંચ્યા છે.

Silver Above 1 Lakh: સોના અને ચાંદીના ભાવમાં આજકાલ તેજી જોવા મળી રહી છે અને બુલિયન બજારમાં ચાંદીના ભાવ આજે 1 લાખ રૂપિયાથી વધુના રેટ પર જોવા મળી રહ્યા છે. વાયદા બજાર એટલે કે મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર આજે સાપ્તાહિક રજા છે, આના કારણે આજે વાયદા બજારના નહીં પરંતુ ઘરેલુ બજારના ભાવ જોવામાં આવશે. ચાંદીએ એક લાખ રૂપિયાથી ઉપરના રેટ બતાવ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં તે એક લાખ રૂપિયાથી ઉપર વેચાઈ રહી છે અને આ રીતે ચાંદી લખપતિયા બની ગઈ છે.

પહેલા ચાંદીના રેટ જાણો

આજના દિવસે ચાંદીના ભાવમાં જોરદાર તેજી બાદ દિલ્હીમાં તેના રેટ 1,01,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી ઉપર છે. હૈદરાબાદમાં ચાંદી 1,03,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના રેટ પર છે. જ્યારે કેરળમાં પણ ચાંદી 1,03,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી ઉપર આવી ગઈ છે. જ્યારે ભારતના ઘણા રાજ્યોમાં જોઈએ તો તે 97,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાઈ રહી છે. આ પહેલા ચાંદીના રેટમાં 11 ઓક્ટોબરે 2000 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ઉછાળો જોવા મળ્યો હતો.

કેમ આવ્યા ચાંદીના ભાવ એક લાખ રૂપિયાની ઉપર

દેશમાં સોનું અત્યંત મોંઘું થઈ ચૂક્યું છે અને હવે રોકાણકારો સોના સાથે સાથે ચાંદીને પણ વધુ મહત્વ આપવા લાગ્યા છે, કહેવાય છે કે સોના કરતાં વધુ ચાંદી ખરીદવા માંગે છે. આના પછી ચાંદીમાં તેજીનો પ્રતિશત સોના કરતાં ઘણો વધારે થઈ ગયો છે અને આજે તે ફરીથી એકવાર 1 લાખ રૂપિયાની ઉપર જઈ પહોંચી છે. ચાંદીનો ઉદ્યોગોમાં પણ ઉપયોગ થાય છે અને આ સમયે ચાંદીમાં ઉપરના સ્તરો આ જ કારણે જોવા મળી રહ્યા છે કારણ કે દેશમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ઝડપથી ચાલી રહી છે.

દેશના અલગ અલગ શહેરોમાં જુઓ ચાંદીનો ભાવ

અમદાવાદમાં ચાંદીના ભાવ 97,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર છે.

અયોધ્યામાં ચાંદીના ભાવ 97,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર છે.

દિલ્હીમાં ચાંદીના ભાવ 1,01,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર છે.

હૈદરાબાદમાં ચાંદીના ભાવ 1,03,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર છે.

કેરળમાં ચાંદીના ભાવ 1,03,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવ કયા સ્તરે છે?

આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના રેટ આજે ઉછાળા પર જ છે અને અહીંની વૃદ્ધિની અસર ઘરેલુ બજાર પર પણ જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના રેટ 1.58 ટકાની વૃદ્ધિ બાદ 31.735 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયા છે અને વૃદ્ધિના સતત સંકેતો જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચોઃ

હોમ લોન મફત થઈ જશે! વ્યાજનો બધા પૈસા વસૂલ થઈ જશે, જાણો તમારે શું કરવું પડશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહીGujarat Weather Updates: રાજ્યના 9 શહેરનું તાપમાન 20 ડિગ્રી નીચે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય
દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય
Embed widget