શોધખોળ કરો
Advertisement
મંદીનો મારઃ બિસ્કિટ બનાવતી દેશની દિગ્ગજ કંપની 10,000 કર્મચારીઓની છટણી કરે તેવી શક્યતા
GST લાગુ થવા પહેલા 100 રૂપિયા પ્રતિ કિલોથી ઓછી કિંમતના બિસ્કિટ પર 12 ટકા ટેક્સ લાગતો હતો.
નવી દિલ્હીઃ બિસ્કિટ બનાવતી દેશની સૌથી મોટી કંપની પારલે પ્રોડક્ટ્સ માગમાં સુસ્તી આવવાને કારણે 8,000-10,000 લોકોની છટણી કરી શકે છે. કંપનીના કેટેગરી હેડે ઈકોનીમીક ટાઈમ્સ સાથે વાત કરતાં કહ્યું કે, અમે 100 રૂપિયા પ્રતિ કિલો અથવા તેનાથી ઓછી કિંમતવાળા બિસ્કિટ પર જીએસટી ઘટાડવાની માગ કરી છે. તે સામાન્ય રીતે 5 રૂપિયા અથવા તેનાથી ઓછી કિંમતના પેકમાં વેચાય છે. જોકે સરકાર અમારી માગ નહીં માને તો અમે અમારી ફેક્ટરીઓમાં કામ કરતા 8,000-10,000 લોકોની છટણી કરવી પડશે. વેચાણ ઘટવાથી અમને ભારે નુકસાન થઈ રહ્યું છે.
નોંધનીય છે કે, પારલે પ્રોડક્ટનું વેચાણ 10,000 કરોડ રૂપિયાથી પણ વધારે છે. કંપની કુલ 10 પ્લાન્ટ ધરાવે છે. જેમાં અંદાજે એક લાખ કર્ચમારીઓ કામ કરી રહ્યા છે. ઉપરાંક કંપની 125 થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરિંગ યુનિટ પણ ઓપરેટ કરે છે. કંપનીના વેચાણનો અડધો ભાગ ગ્રામ્ય બજારમાંથી આવે છે.
મીડિયા અહેવાલ અનુસાર GST લાગુ થવા પહેલા 100 રૂપિયા પ્રતિ કિલોથી ઓછી કિંમતના બિસ્કિટ પર 12 ટકા ટેક્સ લાગતો હતો. પણ જીએસટી લાગતા તમામ બિસ્કીટોને 18 ટકા સ્લેબમાં નાખવામાં આવ્યા. જેના કારણે કંપનીનો ખર્ચો વધી ગયો. જેના કારણે કંપનીએ ભાવમાં 5 ટકાનો વધારો પણ કર્યો. ભાવ વધારાની સીધી અસર કંપનીના વેચાણ પર પડી રહી છે. જેના કારણે હાલ આ પરિસ્થિતિ ઊભી થઇ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દુનિયા
મનોરંજન
Advertisement