શોધખોળ કરો

Sovereign Gold Bond Scheme: સરકાર પાસેથી સસ્તુ સોનું ખરીદવાની આજે અંતિમ તક, રોકાણ કરતા પહેલા જાણો તમામ ડિટેઇલ્સ

સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ (SBG) ની સિરીઝ III માં રોકાણ કરવાની આજે છેલ્લી તક છે

Sovereign Gold Bond Scheme 2023-2024:  સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ (SBG) ની સિરીઝ III માં રોકાણ કરવાની આજે છેલ્લી તક છે. આવી સ્થિતિમાં જો તમે બજારમાંથી સસ્તા દરે સોનું ખરીદવા માંગો છો તો તમે આ યોજનામાં આજે સાંજ સુધી રોકાણ કરી શકો છો. તમે આ સ્કીમમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે રોકાણ કરી શકો છો. વર્ષ 2023 માટે સોવરેન ગોલ્ડ બોન્ડનો છેલ્લો હપ્તો 18 ડિસેમ્બરે રોકાણકારો માટે ખુલ્લો હતો. જો તમે આમાં પૈસાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો અમે તમને સ્કીમની વિગતો વિશે માહિતી આપી રહ્યા છીએ.

આરબીઆઈએ ઈશ્યુની કિંમત આ રીતે નક્કી કરી છે

ભારતીય રિઝર્વ બેંકે સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમની શ્રેણી III ની કિંમત 6,199 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરી છે. જો તમે આ સ્કીમમાં ઓનલાઈન રોકાણ કરો છો તો તમને પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમના ભાવ RBI ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના છેલ્લા ત્રણ કામકાજના દિવસોના સોનાના સરેરાશ ભાવ પર નક્કી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આરબીઆઈએ 13-14 અને 15 ડિસેમ્બરની સોનાની સરેરાશ કિંમત પર તેની કિંમત નક્કી કરી છે.

કેટલું વ્યાજ મળે છે?

રોકાણકાર પાંચ વર્ષ પછી બહાર નીકળવાના વિકલ્પ સાથે SBG સ્કીમમાં સંપૂર્ણ આઠ વર્ષ માટે રોકાણ કરી શકે છે. રોકાણ કરેલી રકમ પર દર વર્ષે 2.50 ટકાના વ્યાજ દરનો લાભ પણ મળે છે. આ વ્યાજ અર્ધવાર્ષિક ધોરણે ગ્રાહકના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજના સરકાર દ્વારા સૌપ્રથમ નવેમ્બર 2015માં શરૂ કરવામાં આવી હતી.

તમે SGB કેટલી અને ક્યાંથી ખરીદી શકો છો?

SBG સ્કીમ હેઠળ તમે એક વર્ષમાં વ્યક્તિગત રીતે 1 ગ્રામથી 4 કિલોગ્રામ સુધીનું સોનું ખરીદી શકો છો. જ્યારે ટ્રસ્ટ અથવા સંસ્થા વધુમાં વધુ 20 કિલો સોનાનું રોકાણ કરી શકે છે. ઑફલાઇન માધ્યમ દ્વારા સોનામાં રોકાણ કરવા માટે તમે માન્ય સ્ટોક એક્સચેન્જ NSE, BSE, પોસ્ટ ઓફિસ, કોમર્શિયલ બેંક અને સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SHCIL) દ્વારા SBGમાં રોકાણ કરી શકો છો.

કેવી રીતે ઓનલાઇન રોકાણ કરવું

-SGB ​​માં ઓનલાઈન રોકાણ કરવા માટે તમારે નેટ બેંકિંગમાં લોગિન કરવું પડશે.

-બાદમાં તમે ઇ-સર્વિસ પર જાવ અને સોવરેન ગોલ્ડ બોન્ડનો વિકલ્પ પસંદ કરવો પડશે.

-આગળ ટર્મ એન્ડ કન્ડિશન પર ક્લિક કરો અને Proceed પર ક્લિક કરો. તમારી સામે એક રજિસ્ટ્રેશન ફોર્મ ખુલશે, તેને ભરો આ પછી NSDL અને CDSL વચ્ચેનો એક વિકલ્પ પસંદ કરો જ્યાં તમારી પાસે તમારું ડીમેટ ખાતું છે.

- આગળ તેને સબમિટ કરો.

-પછી તમે ખરીદવા માંગો છો તે સોનાની quantity દાખલ કરો અને નોમિની વિગતો દાખલ કરો. તેને સબમિટ કરો.

-તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે તેને અહીં એન્ટર કરો અને પછી તમારી SGB ખરીદવાની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
Stock Market Crash: સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો કડાકો, રોકાણકારોને સાત લાખ કરોડ રૂપિયાનું નુકસાન
Stock Market Crash: સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો કડાકો, રોકાણકારોને સાત લાખ કરોડ રૂપિયાનું નુકસાન
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar: નટવરગઢમાં બે જૂથો વચ્ચે મારામારી, એકનું મોત; ત્રણ ઈજાગ્રસ્તHun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારના કેટલા ગાબડા?Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિનું પાપ, ડૉક્ટર-દર્દીને કેટલું નુકસાન?Junagadh News: KYC અપડેટની પ્રક્રિયાથી વિખેરાયેલા એક પરિવારનો થયો પુનઃમેળાપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
Stock Market Crash: સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો કડાકો, રોકાણકારોને સાત લાખ કરોડ રૂપિયાનું નુકસાન
Stock Market Crash: સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો કડાકો, રોકાણકારોને સાત લાખ કરોડ રૂપિયાનું નુકસાન
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા
H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા
Look back 2024: OTT પર 2024માં આ સેલેબ્સે કર્યું ડેબ્યૂ, સ્ટારકિડથી લઇને દિગ્ગજ સ્ટાર્સ પણ સામેલ
Look back 2024: OTT પર 2024માં આ સેલેબ્સે કર્યું ડેબ્યૂ, સ્ટારકિડથી લઇને દિગ્ગજ સ્ટાર્સ પણ સામેલ
Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત
Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત
Look back 2024: મોંઘા પ્લાનથી લઇને સાયબર ફ્રોડ પર લગામ સુધી, આ વર્ષે ટેલિકોમ સેક્ટરમાં થયા આટલા ફેરફાર
Look back 2024: મોંઘા પ્લાનથી લઇને સાયબર ફ્રોડ પર લગામ સુધી, આ વર્ષે ટેલિકોમ સેક્ટરમાં થયા આટલા ફેરફાર
Embed widget