શોધખોળ કરો
SBIનાં ગ્રાહક થઈ જાવ એલર્ટ, બદલાઈ ગયો ATMમાંથી રૂપિયા ઉપાડવાનો આ નિયમ
આ સુવિધા શરૂ થયા બાદ એસબીઆઈના એટીએમમાંથી 10 હજાર રૂપિયા કે તેનાથી વધુ રકમ ઉપાડવા પર દિવસે પણ ઓટીપીની જરૂર પડશે.

નવી દિલ્હીઃ આજકાલ એટીએમ ફ્રોડના મામલા ઝડપથી વધી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને એસબીઆઈને ઓટીપી બેસ્ડ એટીએમ કેશ વિડ્રોલ સુવિધા 24 x 7 લાગુ કરવાનો ફેંસલો કર્યો છે. આ સુવિધા દેશભરમાં તમામ એસબીઆઈ એટીએમ પર લાગુ થઈ ગઈ છે. જેને લાગુ કરવા પાછળ બેંકનું માનવું છે કે, આ રીતે બેંક ગ્રાહક કોઈપણ ફ્રોડથી બચી શકશે. આ સુવિધા શરૂ થયા બાદ એસબીઆઈના એટીએમમાંથી 10 હજાર રૂપિયા કે તેનાથી વધુ રકમ ઉપાડવા પર દિવસે પણ ઓટીપીની જરૂર પડશે. પહેલા રાતે 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી 10 હજાર રૂપિયા કે તેથી વધુ રકમ ઉપાડવા પર ઓટીપીની જરૂર પડતી હતી. 1 જાન્યુઆરીથી આ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. એસબીઆઈ એટીએમથી 10 હજાર રૂપિયાથી વધારે ઉપાડવા પર ગ્રાહકના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી મોકલશે. આ ઓટીપીને એટીએમમાં નાંખ્યા બાદ જ ગ્રાહક એટીએમમાંથી પૈસા ઉપાડી શકશે. એસબીઆઈએ તેના ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. એસબીઆઈની 24 કલાક ઓટીપી બેસ્ડ સર્વિસ 18 સપ્ટેમ્બરથી જ લાગુ થઈ ગયો છે. આ નિયમ માત્ર એસબીઆઈના ડેબિટ કાર્ડ હોલ્ડર્સ માટે જ છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ વાંચો





















