શોધખોળ કરો

Stock Market Closing: સપ્તાહના છેલ્લા દિવસે માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 60 હજારની નીચે

Stock Market Closing: સપ્તાહના છેલ્લા દિવસે માર્કેટમાં ઉથલ પાથલ જોવા મળી હતી.  એફએમસીજી સિવાય અન્ય તમામ ક્ષેત્રોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. IT બાદ ફાઇનાન્સ શેરોમાં સૌથી વધુ ધબડકો જોવા મળ્યો છે.

Stock Market Closing: સપ્તાહના છેલ્લા દિવસે માર્કેટમાં ઉથલ પાથલ જોવા મળી હતી.  એફએમસીજી સિવાય અન્ય તમામ ક્ષેત્રોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. IT બાદ ફાઇનાન્સ શેરોમાં સૌથી વધુ ધબડકો જોવા મળ્યો છે. આજે મેટલ, ઓટો શેરો પણ બજારમાં દબાણ હેઠળ કારોબાર કર્યો હતો. આજે ભારે કડાકા બાદ સેન્સેક્સ 60 હજાર નીચે આવી ગયો છે.

ભારતીય શેરબજાર સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે બંધ રહ્યું છે. સપ્તાહના અંતિમ દિવસે પણ માર્કેટમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું, જેના કારણે તેમાં ઘટાડો જોવા મળ્યો  છે. વર્ષ 2023ના પાંચ ટ્રેડિંગ સેશનમાંથી ત્રણ સેશનમાં બજાર ઘટાડા સાથે બંધ થયું છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 452.90 પોઈન્ટ ઘટીને 60,000ની નીચે 59,900.37 પોઈન્ટ પર બંધ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 132.70 પોઈન્ટના ઘટાડા સાથે 17,859.45 પોઈન્ટ પર બંધ થયો હતો.

ઈન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્મ સ્તર બદલાવ (ટકાવારી
BSE Sensex 59,879.37 60,537.63 59,669.91 -0.79%
BSE SmallCap 28,777.27 29,049.21 28,693.37 -0.75%
India VIX 15.03 15.44 14.6225 0.0028
NIFTY Midcap 100 31,420.20 31,735.95 31,305.80 -0.76%
NIFTY Smallcap 100 9,656.05 9,753.25 9,616.30 -0.81%
NIfty smallcap 50 4,326.95 4,366.60 4,308.40 -0.73%
Nifty 100 18,013.95 18,200.30 17,951.80 -0.75%
Nifty 200 9,439.35 9,533.95 9,407.00 -0.75%
Nifty 50 17,859.45 18,047.40 17,795.55 -0.74%

ટોપ લુઝર્સ

Stock Market Closing: સપ્તાહના છેલ્લા દિવસે માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 60 હજારની નીચે

બજારમાં ચારેબાજુ વેચાણને કારણે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ લગભગ 2% ઘટીને અઢી મહિનામાં તેની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો છે. NBFC અને બેન્ક શેરો પણ દબાણમાં આવ્યા હતા. ડાબર ઈન્ડિયાના Q3 અપડેટ પછી પણ FMCG શેરમાં ઘટાડો થયો છે.

ટોપ ગેઈનર્સ

Stock Market Closing: સપ્તાહના છેલ્લા દિવસે માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 60 હજારની નીચે

માર્કેટની ગતિવિધિ

Stock Market Closing: સપ્તાહના છેલ્લા દિવસે માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 60 હજારની નીચે

એશિયન બજારોમાં સવારે જોવા મળ્યો મિશ્ર

એશિયાના કેટલાક બજારો આજે સવારે ઘટાડા પર ખુલીને કારોબાર કરી રહ્યા હતો, જ્યારે કેટલાક બજારોમાં તેજી જોવા મળી હતી. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ આજે સવારે 0.10 ટકા નીચે ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે જાપાનનો નિક્કી 0.26 ટકા તૂટ્યો હતો. જો કે હોંગકોંગનું માર્કેટ 0.40 ટકા અને તાઈવાનમાં 0.06 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી પણ 0.70 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.19 ટકાના વધારા સાથે ટ્રેડ થયો હતો.

વિદેશી રોકાણકારોએ ફરીથી શેર વેચ્યા

ભારતીય મૂડીબજારમાંથી વિદેશી રોકાણકારોને પાછા ખેંચવાની પ્રક્રિયા ચાલુ છે અને છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ બજારમાંથી રૂ. 1,449.45 કરોડના શેરનું વેચાણ કરીને નાણાં પાછા ખેંચ્યા હતા. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ આ સમયગાળા દરમિયાન રૂ. 194.09 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
Embed widget