શોધખોળ કરો

Stock Market Closing: શેરબજારમાં મંગળવારે માતમ, સેન્સેક્સમાં 400થી વધુ પોઈન્ટ કડાકો

Closing Bell: રોકાણકારોની વેચવાલીના કારણે શેરબજાર 400થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યું.

Stock Market Closing, 16th May, 2023: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો બીજો કારોબારી દિવસ નિરાશાજનક રહ્યો. રોકાણકારોની વેચવાલીના કારણે શેરબજાર 400થી વધુ પોઈન્ટના કડાકા સાથે બંધ રહ્યું. સેન્સેક્સ 62,000થી નીચે સરકી ગયો છે. આજના કડાકા બાદ રોકાણકારોની સંપત્તિ ઘટીને 278.11 લાખ કરોડ થઈ છે. ઓટો અને મેટર શેર્સ પર આજે દબાણ જોવા મળ્યું હતું. 

આજે કેવી રહી ચાલ

ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ આજે 413.24 પોઈન્ટના કડાકા સાથે 61932.47 પોઇન્ટ પર અને નિફ્ટી 112.35 પોઇન્ટના ઘટાડા સાથે 18286.50 પોઈન્ટ પર બંધ રહ્યા. સોમવારે સેન્સેક્સ 317.81 પોઇન્ટના વધારા સાતે 62,345.71 પોઇન્ટ અને નિફ્ટી 84.05 પોઇન્ટના વધારા સાથે 18398.85 પોઇન્ટ પર બંધ થયા હતા.

શેરબજારમાં કેમ બોલ્યો કડાકો

રોકાણકારોની નફાવસૂલી અને બેંકિંગ સ્ટોક્સમાં વેચવાલીના કારણે આજે શેરબજારમાં કડાકો બોલ્યો. બેન્કિંગ, ઓટો, એફએમસીજી, મેટલ, ફાર્મા, બેંક, રિયલ્ટી શેર પર વેચવાલીનું દબાણ જોવા મળ્યું. જ્યારે આઈટી, પીએસયુ બેંક અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં વધારો જોવા મળ્યો. કોટક મહિન્દ્રા બેંક, ટાટા મોટર્સ, એમએન્ડએમ, અપોલો હોસ્પિટલ, રિલાયન્સ મુખ્ય ઘટનારા શેર રહ્યા. જ્યારે બીપીસીએલ, કોલ ઈન્ડિયા, ઓએનજીસી, બજાજ ફાયનાન્સ, એનટીપીસી, એસબીઆઈ વધનારા શેર્સ હતા. 1790 શેર વધ્યા હતા, જ્યારે 1627 શેર ઘટ્યા હતા, 132 શેરમાં કોઈ બદલાવ થયો નહોતો. 

Stock Market Closing: શેરબજારમાં મંગળવારે માતમ, સેન્સેક્સમાં 400થી વધુ પોઈન્ટ કડાકો

સેક્ટરની સ્થિતિ

આજના કારોબારમાં બેન્કિંગ, ઓટો, ફાર્મા, એફએનસીજી, મેટલ્સ, મીડિયા, એનર્જી, ઈન્ફ્રા, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેર ઘટીને બંધ રહ્યા હતા. જ્યારે આઈટી, સરકારી બેંકો અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરોમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સના 30 શેરોમાંથી 13 વધીને અને 17 ઘટીને બંધ રહ્યા હતા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 19 શેર વધીને અને 31 ઘટીને બંધ રહ્યા હતા. બજારમાં ઘટાડો થયો હોવા છતાં, મિડ-કેપ ઇન્ડેક્સ લાભ સાથે બંધ થયો હતો જ્યારે સ્મોલ-કેપ ઇન્ડેક્સ નીચે બંધ રહ્યો હતો.

વધેલા ઘટેલા શેર્સ 

આજના કારોબારમાં બજાજ ફાઈનાન્સ 0.98 ટકા, એસબીઆઈ 0.88 ટકા, એનટીપીસી 0.85 ટકા, એચયુએલ 0.51 ટકા, ઈન્ફોસીસ 0.43 ટકા, ટાઇટન કંપની 0.43 ટકા, બજાજ ફિનસર્વ 0.40 ટકા, વિપ્રો 7 ટકાના વધારા સાથે બંધ થયા છે.  જ્યારે HDFC 2.21 ટકા, ટાટા મોટર્સ 1.84 ટકા, HDFC બેન્ક 1.76 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.70 ટકા, કોટક મહિન્દ્રા બેન્ક 1.57 ટકા, ભારતી એરટેલ 1.52 ટકા, મારુતિ સુઝુકી 1.43 ટકા ઘટીને બંધ થયા છે. 

સવારે કેવી થઈ હતી શરૂઆત

આજે સવારે સેન્સેક્સ 31.18 પોઈન્ટ અથવા 0.05% ઘટીને 62,314.53 પર અને નિફ્ટી 1.30 પોઈન્ટ અથવા 0.01% ઘટીને 18,397.50 પર હતો. લગભગ 1397 શેર વધ્યા, 469 શેર ઘટ્યા અને 101 શેર યથાવત હતા. જ્યારે ONGC, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, SBI લાઈફ ઈન્સ્યોરન્સ, વિપ્રો અને ઈન્ફોસીસ નિફ્ટીમાં ટોપ ગેઈનર્સ હતા, જ્યારે HDFC, HDFC બેંક, બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ, લાર્સન એન્ડ ટુબ્રો અને UPL ટોપ લુઝર્સ હતા.

Stock Market Closing: શેરબજારમાં મંગળવારે માતમ, સેન્સેક્સમાં 400થી વધુ પોઈન્ટ કડાકો

રોકાણકારોને નુકસાન

આજના ટ્રેડિંગ સેશનમાં ઘટાડાથી રોકાણકારોને નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 278.11 લાખ કરોડ થયું છે, જે સોમવારે રૂ. 278.98 લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોને રૂ.87,000 કરોડનું નુકસાન થયું છે.

ઈન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર બદલાવ ટકાવારીમાં
BSE Sensex 61,891.27 62,475.95 61,889.33 -0.73%
BSE SmallCap 29,792.98 29,952.90 29,790.75 0.10%
India VIX 13.29 13.49 11.71 0.91%
NIFTY Midcap 100 32,792.85 33,044.80 32,766.85 0.26%
NIFTY Smallcap 100 9,885.45 9,953.95 9,873.05 -0.02%
NIfty smallcap 50 4,489.05 4,522.85 4,483.00 -0.17%
Nifty 100 18,162.25 18,291.70 18,141.70 -0.52%
Nifty 200 9,560.95 9,625.10 9,550.65 -0.42%
Nifty 50 18,286.50 18,432.35 18,264.35 -0.61%

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hemang Raval:મેડિકલ માફિયા જગન્નાથ મંદિરના ટ્રસ્ટી તરીકે વેબસાઈટ પર..હેમાંગ રાવલની મોટી માંગHun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
General Knowledge:  જો કોઈ પોલીસકર્મી પાસેથી પિસ્તોલ છીનવી લેવામાં આવે તો શું મળે છે સજા? આ કલમ હેઠળ નોંધાય છે કેસ
General Knowledge: જો કોઈ પોલીસકર્મી પાસેથી પિસ્તોલ છીનવી લેવામાં આવે તો શું મળે છે સજા? આ કલમ હેઠળ નોંધાય છે કેસ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
Supreme Court on Sikhs: શું હવે સરદારો પર જોક્સ નહીં બને? સુપ્રીમ કોર્ટે કહ્યું, આ એક મહત્વપૂર્ણ મુદ્દો
Supreme Court on Sikhs: શું હવે સરદારો પર જોક્સ નહીં બને? સુપ્રીમ કોર્ટે કહ્યું, આ એક મહત્વપૂર્ણ મુદ્દો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
Embed widget