(Source: ECI/ABP News/ABP Majha)
Stock Market Closing: સપ્તાહના અંતિમ લાલ નિશાન સાથે બંધ થયું બજાર, સેન્સેક્સ 200 પોઈન્ટ તૂટ્યો
Stock Market Closing: સપ્તાહના અંતિમ લાલ નિશાન સાથે બજાર બંધ થયું છે. સેન્સેક્સમાં 200 પોઈન્ટ જેટલો ઘટાડો જોવા મળ્યો છે.
Stock Market Closing: સપ્તાહના અંતિમ લાલ નિશાન સાથે બજાર બંધ થયું છે. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે બજારમાં દબાણ જોવા મળ્યું અને સેન્સેક્સ-નિફ્ટી ઘટાડા સાથે બંધ થયા. જો કે આજના કારોબારમાં મિડકેપ, સ્મોલકેપ શેરોમાં દબાણ જોવા મળ્યું હતું. આઈટી, પીએસઈ, રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી જ્યારે પીએસયુ બેન્ક,એફએમસીજી, મેટલ ઈન્ડેક્સ ઉછાળા સાથે બંધ થયા હતા. હીરો મોટોકોર્પ, ટીસીએસ, કોલ ઈન્ડિયા, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ અને ટેક મહિન્દ્રા નિફ્ટીમાં ટોપ લૂઝર રહ્યા હતા.
ઈન્ડેક્સનું નામ | બંધ સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન | ફેરફાર ટકાવારીમાં |
BSE Sensex | 64,948.66 | 65,175.32 | 64,754.72 | -0.31% |
BSE SmallCap | 35,283.32 | 35,508.70 | 35,208.32 | -0.23% |
India VIX | 12.14 | 12.49 | 10.79 | -0.80% |
NIFTY Midcap 100 | 37,815.40 | 38,003.20 | 37,715.15 | -0.21% |
NIFTY Smallcap 100 | 11,683.35 | 11,778.50 | 11,657.90 | -0.53% |
NIfty smallcap 50 | 5,312.40 | 5,356.05 | 5,290.30 | -0.54% |
Nifty 100 | 19,209.35 | 19,273.15 | 19,157.45 | -0.29% |
Nifty 200 | 10,235.65 | 10,266.70 | 10,210.70 | -0.28% |
Nifty 50 | 19,310.15 | 19,373.80 | 19,253.60 | -0.28% |
Sensex falls 202.36 points to settle at 64,948.66; Nifty declines 55.10 points to 19,310.15
— Press Trust of India (@PTI_News) August 18, 2023
એફએમસીજી અને પાવર સેક્ટર સિવાય તમામ સેક્ટરલ ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા છે. આઈટી ઈન્ડેક્સ આજે 1.5 ટકા ઘટીને બંધ રહ્યો હતો. બીજી તરફ મેટલ ઈન્ડેક્સમાં 1 ટકાનો ઘટાડો નોંધાયો હતો. કારોબારના અંતે સેન્સેક્સ 202.36 પોઈન્ટ અથવા 0.31 ટકાના ઘટાડા સાથે 64,948.66 પર બંધ થયો હતો. તો બીજી તરફ, નિફ્ટી 55.10 પોઈન્ટ એટલે કે 0.28 ટકાના ઘટાડા સાથે 19310.15 ના સ્તર પર બંધ થયો હતો.
સેક્ટરની સ્થિતિ
આજના કારોબારમાં આઈટી સેક્ટરના શેરોમાં જોરદાર વેચવાલી જોવા મળી રહી છે. નિફ્ટી આઈટી 456 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો છે. આ સિવાય બેન્કિંગ, ફાર્મા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ અને ગેસ સેક્ટરના શેરો બંધ થયા હતા જ્યારે એફએમસીજી. મેટલ્સ, એનર્જી, મીડિયા સેક્ટરના શેર ઘટીને બંધ રહ્યા હતા. મિડ કેપ અને સ્મોલ કેપ સેક્ટરના શેર પણ ઘટીને બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 9 વધ્યા અને 21 ઘટાડા સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 14 શેર તેજી સાથે અને 36 શેર ઘટાડા સાથે બંધ થયા.
ટોપ ગેઈનર્સ
ટોપ લૂઝર્સ
સેન્સેક્સ વ્યૂ
સવારે કેવી હતી માર્કેટની શરુઆત
શેરબજારમાં શુક્રવારે સતત બીજા દિવસે વેચવાલી જોવા મળી. નબળા વૈશ્વિક સંકેતોને કારણે મુખ્ય સૂચકાંકો લાલ નિશાનમાં ટ્રેડ થયા હતા. BSE સેન્સેક્સ 64,950ની નજીક આવી ગયો એ જ રીતે નિફ્ટી પણ 50 પોઈન્ટ ઘટીને 19,300ની સપાટીએ ટ્રેડ થયો હતો. સેન્સેક્સ 231.84 પોઈન્ટ અથવા 0.36 ટકા ઘટીને 64,919.18 પર અને નિફ્ટી 67.30 પોઈન્ટ અથવા 0.35 ટકા ઘટીને 19,298 પર હતો. લગભગ 1208 શેર વધ્યા, 733 શેર ઘટ્યા અને 125 શેર યથાવત. ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ, અદાણી પોર્ટ્સ, એનટીપીસી, ભારતી એરટેલ અને અદાણી એન્ટરપ્રાઇઝિસ નિફ્ટીમાં મોટા ટોપ ગેઈનર્સ હતા, જ્યારે કોલ ઈન્ડિયા, ટીસીએસ, વિપ્રો, એપોલો હોસ્પિટલ્સ અને એચસીએલ ટેક્નોલોજીસ ટોપ લુઝર્સ હતા.