Stock Market Closing: શેર બજારમાં કડાકો,નિફ્ટી 18800ની નીચે, રોકાણકારોને 2 લાખ કરોડનું નુકશાન
Stock Market Closing On 22 June 2023: ભારતીય શેર હજારમાં આજે કડાકો બોલ્યો છે. સ્કોટ માર્કેટ લાલ નિશાન સાથે બંધ થયું છે.
Stock Market Closing On 22 June 2023: ભારતીય શેર હજારમાં આજે કડાકો બોલ્યો છે. સ્કોટ માર્કેટ લાલ નિશાન સાથે બંધ થયું છે. સેન્સેક્સમાં 284 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે નિફ્ટીમાં 70 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.
Sensex falls 284.26 points to settle at 63,238.89; Nifty declines 85.60 points to 18,771.25
— Press Trust of India (@PTI_News) June 22, 2023
બે દિવસની મજબૂત વૃદ્ધિ બાદ ફરીથી પ્રોફિટ બુકિંગના કારણે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે. બજારમાં ચોતરફ વેચવાલી જોવા મળી રહી છે. નિફ્ટી મિડ કેપ ઈન્ડેક્સના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 285 પોઈન્ટ ઘટીને 63,238 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 86 પોઈન્ટના ઘટાડા સાથે 18,771 પર બંધ થયો હતો.
રોકાણકારોને 2 લાખ કરોડનું નુકસાન
શેરબજારમાં આજે થયેલા મોટા ઘટાડાથી રોકાણકારોને ભારે નુકસાન થયું છે. આજના વેપારમાં, બજાર બંધ થતાં BSEનું માર્કેટ કેપ ઘટીને રૂ. 292.30 લાખ કરોડ થયું હતું, જે બુધવારે રૂ. 294.35 લાખ કરોડ હતું. એટલે કે, આજના ટ્રેડિંગ સેશનમાં, રોકાણકારોની સંપત્તિમાં 2.05 લાખ કરોડનો ઘટાડો થયો છે.
ઈન્ડેક્સનું નામ | બંધ સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | ફેરફાર ટકાવારીમાં |
BSE MidCap | 28,327.83 | 28,690.67 | 28,271.68 | -1.07% |
BSE Sensex | 63,238.89 | 63,601.71 | 63,200.63 | -0.45% |
BSE SmallCap | 32,369.66 | 32,710.29 | 32,276.07 | -0.64% |
India VIX | 11.55 | 11.71 | 10.69 | 2.26% |
NIFTY Midcap 100 | 35,235.25 | 35,693.40 | 35,130.75 | -1.06% |
NIFTY Smallcap 100 | 10,750.10 | 10,896.15 | 10,718.05 | -0.76% |
NIfty smallcap 50 | 4,813.90 | 4,874.20 | 4,791.95 | -0.62% |
Nifty 100 | 18,722.70 | 18,850.40 | 18,710.30 | -0.56% |
Nifty 200 | 9,912.40 | 9,985.80 | 9,905.35 | -0.63% |
Nifty 50 | 18,771.25 | 18,886.60 | 18,759.50 | -0.45% |
સેક્ટરોલ અપડેટ
આજના કારોબારમાં બેન્કિંગ,આઈટી,એફએમસીજી,ફાર્મા,એનર્જી,ઈન્ફ્રા,કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ,હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેર ઘટાડા સાથે બંધ થયા છે. માત્ર મેટલ્સ અને રિયલ એસ્ટેટ સેક્ટરના શેરમાં થોડો વધારો જોવા મળ્યો છે.
આજના કારોબારમાં નિફ્ટી મિડ કેપ ઈન્ડેક્સ અને સ્મોલ કેપમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. મિડ કેપ ઈન્ડેક્સ 380 પોઈન્ટના ઘટાડા સાથે 35,235 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 10 વધીને અને 20 ઘટીને બંધ રહ્યા હતા. નિફ્ટીના 50માંથી 11 શેર ઉછાળા સાથે અને 39 લાલ નિશાનમાં બંધ થયા હતા.
માર્કેટમાં ઉતાર ચઢાવ
ટોપ ગેઈનર્સ
ટોપ લૂઝર્સ
સવારે કેવી હતી માર્કેટની સ્થિતિ?
યુએસ સેન્ટ્રલ બેંક તરફથી વિક્રમજનક ઊંચાઈ અને પ્રતિકૂળ સંકેતો પર પહોંચ્યા પછી વેચવાલીથી ગુરુવારે સ્થાનિક બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. બંને મુખ્ય સ્થાનિક સૂચકાંકો BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી ખુલતાની સાથે જ લાલ નિશાનમાં જોવા મળ્યા હતા. સવારે 09:15 વાગ્યે માર્કેટમાં ટ્રેડિંગ શરૂ થયું ત્યારે બીએસઈનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ 70 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 63,500 પોઈન્ટની નીચે ગયો. તે જ સમયે, નિફ્ટી પણ નજીવા ઘટાડા સાથે 18,850 પોઈન્ટના સ્તરથી નીચે આવી ગયો હતો.
સેન્સેક્સ કંપનીઓની શરૂઆત આ રીતે થઈ
શરૂઆતના ટ્રેડિંગની વાત કરીએ તો સેન્સેક્સની મોટાભાગની કંપનીઓના શેરમાં ઘટાડો થયો હતો. સવારે 09:20 વાગ્યે સેન્સેક્સની 30 કંપનીઓમાંથી માત્ર 8 જ ગ્રીન ઝોનમાં હતી, જ્યારે 22 કંપનીઓએ નુકસાનમાં ટ્રેડિંગ શરૂ કર્યું હતું. આજના શરૂઆતી કારોબારમાં ટાટા સ્ટીલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ICICI બેંક અને રિલાયન્સ જેવા મોટા શેરોમાં મજબૂતી જોવા મળી હતી. બીજી તરફ ઈન્ફોસીસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, વિપ્રો જેવા આઈટી શેરો અને બજાજ ફાઈનાન્સ,કોટક બેંક,એક્સિસ બેંક જેવા બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.