Stock Market Closing: ભારતીય શેરબજાર દિવસના લૉ સ્તરેથી ઊંચકાઈ 98.84 પોઈન્ટના વધારા સાથે રહ્યું બંધ, FMCG શેર્સમાં તેજી
Closing Bell: વૈશ્વિક બજારોમાં વેચવાલી પાછળ સ્થાનિક બજારમાં એકાંતરે તેજી-મંદી જોવા મળી રહી છે.
Stock Market Closing, 25th May 2023: વૈશ્વિક બજારોમાં વેચવાલી પાછળ સ્થાનિક બજારમાં એકાંતરે તેજી-મંદી જોવા મળી રહી છે. ગુરુવારે ભારતીય બજારે એક તબક્કે નેગેટિવ ટ્રેડ દર્શાવ્યા બાદ વધારા સાથે બંધ રહ્યું હતું. આજે વધારા બાદ રોકાણકારોની સંપત્તિ 280.46 લાખ કરોડ પર પહોંચી છે.
આજે શેરબજારની કેવી રહી ચાલ
સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજાર 98.84 પોઇન્ટના વધારા સાથે 61872.62 પોઇન્ટ અને નિફ્ટી 35.75 પોઇન્ટ વધીને 18321.15 પોઇન્ટ પર બંધ રહ્યા. બુધવારે સેન્સેક્સ 208.01 પોઇન્ટ અને નિફ્ટી 62.6 પોઇન્ટ ઘટીને બંધ રહ્યા હતા. મંગળવારે સેન્સેક્સ 18.11 પોઇન્ટનો વધારો થયો હતો. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 234 પોઇન્ટ અને નિફ્ટી 100.55 પોઇન્ટ વધ્યા હતા.
કેમ લીલા નિશાનમાં બંધ રહ્યું માર્કેટ
ભારતીય શેરબજાર માટે ગુરુવારનો દિવસ સારો રહ્યો છે. એફએમસીજી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરોમાં ખરીદીને કારણે બજાર લીલા નિશાનમાં બંધ થયું હતું.
સેક્ટરની સ્થિતિ
આજના કારોબારમાં એફએમસીજી શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. નિફ્ટી એફએમસીજી 0.61 ટકા અથવા 302 ટકાના વધારા સાથે બંધ થયો હતો. આ ઉપરાંત કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરમાં પણ તેજી જોવા મળી હતી. આઈટી, ઓટો, ફાર્મા, બેન્કિંગ, મેટલ્સ, ઈન્ફ્રાના સેક્ટરના શેર તેજી સાથે બંધ થયા હતા. જ્યારે ઓઈલ એન્ડ ગેસ, હેલ્થકેર, કોમોડિટી, એનર્જી સેક્ટરના શેરો ઘટીને બંધ રહ્યા હતા. મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરો પણ તેજ હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 28 વધ્યા અને 22 નુકસાન સાથે બંધ થયા. સેન્સેક્સના 30 શેરોમાંથી 15 શેર ઉછાળા સાથે જ્યારે 15 નુકસાન સાથે બંધ થયા હતા.
વધેલા-ઘટેલા શેર્સ
આજના વેપારમાં ભારતી એરટેલ 2.93 ટકા, ITC 1.76 ટકા, કોટક મહિન્દ્રા 1.17 ટકા, લાર્સન 0.99 ટકા, પાવર ગ્રીડ 0.74 ટકા, બજાજ ફાઇનાન્સ 0.70 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે વિપ્રો 1.35 ટકા, ટાટા મોટર્સ 1.06 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 0.91 ટકા, સન ફાર્મા 0.71 ટકા ઘટીને બંધ થયા હતા.
રોકાણકારોની સંપત્તિમાં વધારો
આજના ટ્રેડિંગ સેશનમાં માર્કેટમાં ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ વધીને રૂ. 280.46 કરોડ થયું છે, જે બુધવારે રૂ. 279.55 લાખ કરોડ થયું હતું. એટલે કે આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 91000 કરોડનો ઘટાડો થયો છે.
આજે કેવી થઈ હતી શરૂઆત
આજે ભારતીય શેરબજારમાં મંદી સાથે શરૂઆત થઈ હતી. સેન્સેક્સ 33.58 પોઈન્ટ અથવા 0.05% ઘટીને 61,740.20 પર અને નિફ્ટી 11.80 પોઈન્ટ અથવા 0.06% ઘટીને 18,273.60 પર હતો. લગભગ 1233 શેર વધ્યા, 779 શેર ઘટ્યા અને 94 શેર યથાવત હતા. બ્રિટાનિયા, પાવર ગ્રીડ કોર્પ, બજાજ ઓટો, આઇટીસી અને કોટક મહિન્દ્રા બેન્ક નિફ્ટીમાં ટોપ ગેઈનર્સ હતા, જ્યારે હિન્દાલ્કો, જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાટા મોટર્સ, ઓએનજીસી અને એચસીએલ ટેક્નોલોજીસ ટોપ લુઝર્સ હતા.