Stock Market Closing: શેરબજારમાં બ્લેક ફ્રાઇડે, સેન્સેક્સમાં 505 પોઈન્ટનું ગાબડું
Closing Bell: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું.
Stock Market Closing, 7th June, 2023: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું. રોકાણકારોની વેચવાલીના કારણે આજે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજના ઘટાડા બાદ રોકાણકારોની સંપત્તિ ઘટીને 299.68 લાખ કરોડ થઈ છે, જે ગઈકાલે 300 લાખ કરોડને પાર કરી નવી ટોચ પર પહોંચી હતી. જોકે આજે શેરબજારમાં લિસ્ટ થયેલા આઈડીયા ફોર્જ લિમિટેડના આઈપીઓએ રોકાણકારોને બખ્ખાં કરાવી દીધા હતા. લિસ્ટિંગમાં શેરે રોકાણકારોને ડબલ વળતર આપ્યું હતું.
ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ આજે 505.19 પોઇન્ટના ઘટાડા સાથે 65280.45 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 165.5 પોઇન્ટ ઘટીને 19331.80 પોઇન્ટ પર બંધ રહ્યા. બેંક નિફ્ટી પણ 414.9 પોઇન્ટના ઘટાડા સાથે 44925પોઇન્ટ પર બંધ રહી. આજે 1511 શેર વધ્યા, 1956 ઘટ્યા અને 113 યથાવત રહ્યા.
Sensex declines by 505.19 points to close at 65,280.45, Nifty falls by 165.50 points to settle at 19,331.80
— Press Trust of India (@PTI_News) July 7, 2023
નિફ્ટીના લુઝર્સમાં અદાણી પોર્ટ્સ, પાવર ગ્રિડ કોર્પોરેશન, એપોલ હોસ્પિટલ્સ, ઈન્ડસઈન્ડ બેંક, બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ મોખરે હતા, જ્યારે વધનારા શેર્સમાં ટાટા મોટર્સ, ટાઈટન કંપની, એમએન્ડએમ, એસબીઆઈઆઈ અને ટીસીએસ સામેલ હતા. ઓટો અને પીએસયુ સેક્ટરના શેર્સ સૌથી વધુ ઘટ્યા હતા. એફએમસીજી, પાવર, રિયલ્ટી એક ટકા ઘટ્યા હતા. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં 0.8 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.28 ટકાનો ઘટાડો થયો હતો.
સેક્ટર અપડેટ
આજના ટ્રેડમાં સૌથી વધુ ઘટાડો એફએમસીજી અને બેંકિંગ ઈન્ડેક્સમાં જોવા મળ્યો. બંને સેક્ટરના શેરમાં ઘટાડાના કારણે શેરબજારમાં કડાકો બોયો. આઈટી, ફાર્મા, મેટલ્સ, એનર્જી, ઈન્ફ્રા, હેલ્થકેર, ઓયલ એન્ડ ગેસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેર ઘટીના બંધ થયા. માત્ર ઓટો, મીડિયા અને પીએસયુ બેંકના શેરમાં તેજી જોવા મળી. સેન્સેક્સના 30 શેરમાંથી 5 શેર લીલા નિશાનમાં બંધ થયા, જ્યારે 25 ઘટડા સાથે બંધ થયા, નિફ્ટીના 50 શેરમાંથી 7માં તેજી અને 43માં મંદી જોવા મળી.
રોકાણકારોને બે લાખ કરોડનું નુકસાન
આજના ટ્રેડમાં રોકાણકારોને 2 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ગુરુવારે બીએસઈ પર લિસ્ટેડ શેર્સની માર્કેટ કેપ 301.70 લાખ કરોડ રૂપિયા હતી, જે આજના કારોબારમાં ઘટીને 299.68 લાખ કરોડ રૂપિયા થઈ છે.
આજે સવારે કેવી થઈ હતી શરૂઆત
બીએસઈનો 30 શેરવાળો ઈન્ડેક્સ સેન્સેક્સ 226.23 પોઈન્ટના ઘટાડા સાથે 65,559.41ના સ્તર પર અને એનએસઈનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 74.50 પોઈન્ટના ઘટાડા સાથે 19,422.80 પર ખુલ્યો હતો.
Join Our Official Telegram Channel: