શોધખોળ કરો

Stock Market Closing: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે માર્કેટ મોજમાં, રોકાણકારોની સંપત્તિમાં અધધ વધારો

Stock Market Closing, 3nd March 2023: ભારતીય શેરબજાર માટે શુક્રવારનો દિવસ શાનદાર રહ્યો. આજે શેરબજાર 899.62 પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યું. રોકાણકારોની સંપત્તિમાં પણ મોટો વધારો થયો.

સેક્ટરની સ્થિતિ
આજના ટ્રેડિંગ સેશનમાં તમામ સેક્ટરના શેર તેજી સાથે બંધ થયા છે. બેન્કિંગ સેક્ટરના શેરોમાં આશ્ચર્યજનક વૃદ્ધિ જોવા મળી હતી. બેન્ક નિફ્ટી 2.09 ટકાના વધારા સાથે બંધ થયો છે. એફએમસીજી, એનર્જી, મેટલ્સ, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ, હેલ્થકેર સેક્ટરના શેરો તેજી સાથે બંધ થયા છે. મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી હતી. નિફ્ટીના 50 શેરોમાંથી 40 શેરો તેજી સાથે જ્યારે 10 ઘટાડા સાથે બંધ થયા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 26 વધ્યા અને 4 ઘટાડા સાથે બંધ થયા.

ઈન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર હાઈ લેવલ લો લેવલ ફેરફાર ટકાવારીમાં
BSE Sensex 59,795.65 59,967.04 59,231.58 1.50%
BSE SmallCap 27,833.97 27,905.16 27,714.69 0.64%
India VIX 12.18 12.97 11.98 -6.09%
NIFTY Midcap 100 30,697.65 30,768.60 30,600.75 0.69%
NIFTY Smallcap 100 9,337.35 9,366.10 9,295.55 0.81%
NIfty smallcap 50 4,206.60 4,221.95 4,191.55 0.77%
Nifty 100 17,385.95 17,433.90 17,241.40 1.50%
Nifty 200 9,124.95 9,149.05 9,056.85 1.39%
Nifty 50 17,594.35 17,644.75 17,427.70 0.02

આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં જાણો કેટલો થયો વધારો

ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 899.62 પોઇન્ટના વધારા સાથે 59,808.97 પોઇન્ટ અને નિફ્ટી 272.40 પોઇન્ટના વધારા સાથે 17594.30 પર બંધ રહ્યા હતા. 

Stock Market Closing: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે માર્કેટ મોજમાં, રોકાણકારોની સંપત્તિમાં અધધ વધારો

બજારમાં કેમ જોવા મળી તેજી

અદાણી-GQG ડીલ

યુએસ સ્થિત ઇન્વેસ્ટમેન્ટ ફર્મ GQG પાર્ટનર્સે અદાણી ગ્રુપના શેરોમાં રૂ. 15,446 કરોડનું રોકાણ કર્યું છે. આ સમાચાર પછી NSE પર અદાણી એન્ટરપ્રાઈઝમાં 17 ટકા, અદાણી પોર્ટ્સમાં 10 ટકાની તેજી જોવા મળી હતી.

જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે, “આ નાણાનો ઉપયોગ મુખ્યત્વે દેવું ચૂકવવા માટે કરવામાં આવશે, જેનો અર્થ એ છે કે અદાણીની કંપનીઓને ભંડોળ પૂરું પાડતી બેંકો કોઈ સમસ્યાનો સામનો કરશે નહીં. બેન્ક નિફ્ટી માટે આ સારા સમાચાર છે.

બપોરે 2.45 વાગ્યે, નિફ્ટી બેંક ઇન્ડેક્સ 2.32 ટકા મજબૂત થઈને ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ, નિફ્ટી પીએસયુ બેન્ક ઇન્ડેક્સમાં 5.25 ટકાની મજબૂતી યથાવત્ જોવા મળી.

ફેડના સંકેત

તાજેતરના FOMC મિનિટ્સ દ્વારા કડક વલણ જાહેર થવાથી આગામી મીટિંગમાં 50 બેસિસ પોઈન્ટના વધારાની આશંકા વ્યક્ત કરી હતી. પરંતુ ગુરુવારે, એટલાન્ટા ફેડરલ રિઝર્વના પ્રમુખ રાફેલ બોસ્ટિકે જણાવ્યું હતું કે તેમને લાગે છે કે મધ્યસ્થ બેંક અડધા ટકાના બદલે 25 bps નો વધારો કરશે.

સવારે માર્કેટમાં જોવા મળી તેજી

વૈશ્વિક બજારોમાં આવેલી તેજીની અસર આજે ભારતીય બજારમાં પણ જોવા મળી રહી હતા. આજે સપ્તાહના અંતિમ સેશનમાં ભારતીય સ્ટોક માર્કેટ તેજી સાથે ખુલ્યા હતા.  આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 58909.35ની સામે 331.85 પોઈન્ટ વધીને 59241.2 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 17321.9ની સામે 129.35 પોઈન્ટ વધીને 17451.25 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 40389.8ની સામે 281.60 પોઈન્ટ વધીને 40671.4 પર ખુલ્યો હતો.

09:16 પર, સેન્સેક્સ 373.34 પોઈન્ટ અથવા 0.63% વધીને 59,282.69 પર અને નિફ્ટી 120.10 પોઈન્ટ અથવા 0.69% વધીને 17,442 પર હતો. લગભગ 1373 શેર વધ્યા છે, 452 શેર ઘટ્યા હતા અને 93 શેર યથાવત રહ્યા હતા. અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી પોર્ટ્સ, એસબીઆઈ, ટાટા સ્ટીલ અને એલએન્ડટી નિફ્ટીમાં સૌથી વધુ વધનારા સ્ટોક હતા, જ્યારે ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ, સન ફાર્મા, એચડીએફસી લાઇફ અને આઈસીઆઈસીઆઈ બેંક સૌથી વધુ ઘટનારા સ્ટોક હતા. આજે બજાર ખુલતાં જ અદાણી ગ્રુપના તમામ સ્ટોકમાં તેજી જોવા મળી રહી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
"મેં પત્નીને આ સુપરસ્ટાર સાથે બેડમાં રંગેહાથ પકડી હતી", જાણીતી સેલિબ્રિટીએ કર્યો મોટો ખુલાસો
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Schemes For Daughters:  દીકરીઓ માટે કઈ સ્કીમમાં રોકાણ કરવું શ્રેષ્ઠ છે, જાણી લો આ બહુ કામની વાત
Schemes For Daughters: દીકરીઓ માટે કઈ સ્કીમમાં રોકાણ કરવું શ્રેષ્ઠ છે, જાણી લો આ બહુ કામની વાત
Embed widget