(Source: ECI/ABP News/ABP Majha)
Rakesh Jhunjhunwala Death: શેરબજારના કિંગ રાકેશ ઝુનઝુનવાલાનું નિધન
Rakesh Jhunjhunwala: શેરબજારના બિગબુલ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલાનું નિધન થયું છે.
Rakesh Jhunjhunwala: શેરબજારના બિગબુલ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલાનું નિધન થયું છે. તેઓ 62 વર્ષના હતા. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે. 2-3 સપ્તાહ પહેલા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. ઝુનઝુનવાલાના મૃત્યુનું કારણ મલ્ટિ-ઓર્ગન ફેલ્યોર હોવાનું કહેવાય છે. ડૉક્ટરોની ટીમ સતત તેને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ સફળ રહ્યા નહોતા. ગત સાંજે જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત સતત બગડી રહી હતી.
પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક
પીએમ નરેન્દ્ર મોદીએ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું, તેઓ અદમ્ય હતા. જીવનથી ભરપૂર, વિનોદી અને સમજદાર હતા. તેમનું નાણાકીય વિશ્વમાં અવિશ્વસનીય યોગદાન છે. તેઓ ભારતની પ્રગતિ માટે પણ ખૂબ જ ઉત્સાહી હતા
Rakesh Jhunjhunwala was indomitable. Full of life, witty and insightful, he leaves behind an indelible contribution to the financial world. He was also very passionate about India’s progress. His passing away is saddening. My condolences to his family and admirers. Om Shanti. pic.twitter.com/DR2uIiiUb7
— Narendra Modi (@narendramodi) August 14, 2022
ભારતના વોરેન બફેટ
રાકેશ ઝુનઝુનવાલાને ભારતના વોરેન બફેટ કહેવાય છે. શેરમાર્કેટમાં રૂપિયા લગાવ્યા બાદ તેમણે બિગ બુલ એરલાઇન સેક્ટરમાં પણ એન્ટ્રી કરી હતી. તેમની નવી એરલાઇન કંપનીએ મોટું રોકાણ કર્યુ હતું અને 7 ઓગસ્ટથી કંપનીએ કામ શરૂ કર્યુ હતું. તેઓ હજારો કરોડો રૂપિયાની સંપત્તિના માલિક છે. તેમણે માત્ર 5 હજાર રૂપિયાથી શરૂઆત કરી હતી.
રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં 32 શેર
જૂન 2022ના ત્રિમાસિક ગાળા માટેના નવીનતમ શેરહોલ્ડિંગ મુજબ, રાકેશ ઝુનઝુનવાલાના સ્ટોક પોર્ટફોલિયોમાં હાલમાં 32 શેરનો સમાવેશ થાય છે. જેની વર્તમાન નેટવર્થ રૂ. 31,220.9 કરોડથી વધુ છે. રાકેશ ઝુનઝુનવાલાને ભારતના વોરેન બફેટ પણ કહેવામાં આવે છે. મીડિયા અને રિટેલ રોકાણકારો તેના રોકાણ પર નજર રાખે છે. તેમના મનપસંદ શેરોમાં ફાઇનાન્સ, ટેક, રિટેલ અને ફાર્મા સેક્ટરના શેરોનો સમાવેશ થાય છે.
5000 થી રોકાણ શરૂ કર્યું હતું
રાકેશ ઝુનઝુનવાલા શેરબજારમાં સૌથી મોટા રોકાણકારોમાંના એક હતા. જ્યારે તે કોલેજમાં હતો ત્યારે તેણે શેરબજારમાં હાથ અજમાવવાનું શરૂ કર્યું હતું. તેમણે ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઑફ ઈન્ડિયામાં પ્રવેશ મેળવ્યો. અહીંથી સ્નાતક થયા પછી જ તેણે શેરબજારમાં હાથ અજમાવવાનું શરૂ કર્યું. ઝુનઝુનવાલાએ 1985માં 5,000 રૂપિયાથી રોકાણ કરવાનું શરૂ કર્યું. સપ્ટેમ્બર 2018 સુધીમાં આ રોકાણ વધીને 11,000 કરોડ રૂપિયા થઈ ગયું હતું. જાણકારી અનુસાર, હાલમાં ઝુનઝુનવાલાની કુલ સંપત્તિ 43.39 હજાર કરોડ રૂપિયા છે.
Billionaire veteran investor and Akasa Air founder Rakesh Jhunjhunwala passes away at the age of 62 in Mumbai pic.twitter.com/36QcRfHXsa
— ANI (@ANI) August 14, 2022