Stock Market Closing: શેરબજારમાં માતમ, 52 સપ્તાહના નીચલા સ્તરે બંધ થયા સેન્સેક્સ-નિફ્ટી, રોકાણકારોના 5 લાખ કરોડ સ્વાહા
Stock Market Closing Update: ભારતીય શેરબજાર માટે ગુરુવારનો દિવસ અશુભ સાબિત થયો છે. નબળા વૈશ્વિક સંકેતોને કારણે સવારના ઉછાળા પછી ભારતીય શેરમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું,
![Stock Market Closing: શેરબજારમાં માતમ, 52 સપ્તાહના નીચલા સ્તરે બંધ થયા સેન્સેક્સ-નિફ્ટી, રોકાણકારોના 5 લાખ કરોડ સ્વાહા Stock Market News: Nifty and sensex hits 52 week low know the reason Stock Market Closing: શેરબજારમાં માતમ, 52 સપ્તાહના નીચલા સ્તરે બંધ થયા સેન્સેક્સ-નિફ્ટી, રોકાણકારોના 5 લાખ કરોડ સ્વાહા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/16/c55d0ce556d7d2553eb7e4af9df50d73_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Stock Market Closing Update: ભારતીય શેરબજાર માટે ગુરુવારનો દિવસ અશુભ સાબિત થયો છે. નબળા વૈશ્વિક સંકેતોને કારણે સવારના ઉછાળા પછી ભારતીય શેરમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું, જેના કારણે બજાર લાલ નિશાનમાં બંધ થયું છે. આજના કારોબારના અંતે સેન્સેક્સ લગભગ 1045ના ઘટાડા સાથે બંધ થયો છે અને નિફ્ટી 331 અંકોના ઘટાડા સાથે બંધ થયો છે. પ્રોફિટ-બુકિંગને કારણે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સવારના ઊંચા સ્તરેથી 1767 પોઈન્ટ્સ નીચે ગયો હતો. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી સર્વોચ્ચ સપાટીથી 528 પોઈન્ટ તૂટ્યો હતો.
બજારની સ્થિતિ
ગુરુવારના ટ્રેડિંગ સેશનના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ 1046 પોઈન્ટ ઘટીને 51,495 પોઈન્ટ પર જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 331 પોઈન્ટ ઘટીને 15,360 પોઈન્ટ પર બંધ થયો.
રોકાણકારોના કેટલા કરોડ ડૂબ્યા
બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને 239 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. જે ગઈકાલ કરતાં આશરે 5 લાખ કરોડ ઓછું છે. આમ રોકાણકારોના 5 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા છે.
સેક્ટરની સ્થિતિ
શેરબજારમાં આજે ઓટો, એનર્જી, ઓઈલ એન્ડ ગેસ સેક્ટર, બેન્કિંગ, આઈટી, મેટલ્સ સેક્ટર ઘટાડા સાથે બંધ થયા છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એફએમસીજી અને ફાર્મા સેક્ટરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.
ભારતીય બજાર કેમ ઘટ્યું?
અમેરિકામાં વધતી જતી મોંઘવારી પર અંકુશ મેળવવા માટે અમેરિકાના ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં વધારો કર્યો છે. યુએસ ફેડરલ બેંકે વ્યાજ દરોમાં 0.75 ટકાનો વધારો કર્યો છે અને આટલો મોટો વધારો 28 વર્ષ પછી એટલે કે 1994 પછી કરવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે ભારતીય બજાર પણ દબાણ હેઠળ છે. અમેરિકામાં વ્યાજ દરો વધારવાનો આ નિર્ણય ત્યાં વધી રહેલી મોંઘવારી પર અંકુશ મેળવવા માટે લેવામાં આવ્યો છે. અમેરિકામાં મોંઘવારી દર 40 વર્ષમાં સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે અને મે મહિનામાં તે 8.6 ટકા હતો.
આ પણ વાંચો.....
Kalasarpa Dosha Nivarana:કાળસર્પ યોગના કારણે થાય છે આ નુકસાન, નિવારણ માટે કરો આ વિધાન
India Corona Cases Today: ભારતમાં કોરોનાની રોકેટ ગતિ, 24 કલાકમાં 12 હજારથી વધુ કેસ નોંધાતા ફફડાટ
પેટ્રોલ-ડીઝલની અછતની અફવા વચ્ચે ગુજરાતના આ વિસ્તારમાં ડીઝલ ભરાવા ખેડૂતોની લાંબી લાઈન લાગી
PhonePe IPO: પેમેન્ટ કંપની PhonePe IPO લાવવાની તૈયારીમાં, Flipkart પાસે કંપનીમાં 87% હિસ્સો છે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)