Stock Market Opening: ઉંધે માથે પટકાયું શેર બજાર, સેન્સેક્સ 1500 તો નિફ્ટી 400 પોઈન્ટ ડાઉન
શેરબજારમાં મજબૂત ઘટાડાનાં સંકેતો પ્રી-ઓપનિંગમાં જ જોવા મળ્યા હતા અને તેની ખૂબ જ નબળી શરૂઆતથી રોકાણકારોનો ગભરાટ વધી ગયો છે.
વૈશ્વિક સંકેતોની નબળાઈની અસર સ્થાનિક શેરબજાર પર જોવા મળી રહી છે અને શેરબજારની શરૂઆત ખૂબ જ નબળી રહી છે. સેન્સેક્સ 1300થી વધુ પોઈન્ટ તોડીને ખુલ્યો છે અને નિફ્ટી ખુલવાની શરૂઆતની મિનિટોમાં જ 17 હજારની નીચે સરકી ગયો છે. ABG શિપયાર્ડે 28 બેન્કોને રૂ. 22842 કરોડની છેતરપિંડી કરી છે અને આ કૌભાંડ બેન્કિંગ શેરો પર જબરદસ્ત નકારાત્મક અસર દર્શાવે છે.
કેવી રીતે ખુલ્યું બજાર
શેરબજારમાં મજબૂત ઘટાડાનાં સંકેતો પ્રી-ઓપનિંગમાં જ જોવા મળ્યા હતા અને તેની ખૂબ જ નબળી શરૂઆતથી રોકાણકારોનો ગભરાટ વધી ગયો છે. સેન્સેક્સ 1200થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો છે અને નિફ્ટીએ શરૂઆતમાં જ 340 પોઈન્ટનો ઘટાડો નોંધાવ્યો છે.
શરૂઆતના 15 મિનિટની અંદર કડાકો
નિફ્ટીમાં અઢી ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે બજાર ખુલ્યાની 15 મિનિટમાં જ 400 પોઈન્ટ તોડવાની નજીક પહોંચી ગયો છે. નિફ્ટી હાલમાં 16983ના સ્તરે જોવા મળી રહ્યો છે અને તે 391.70 પોઇન્ટ લપસી ગયો છે.
પ્રી-ઓપનિંગમાં બજાર
પ્રી-ઓપનિંગમાં માર્કેટની હાલત ખૂબ જ ખરાબ છે. સેન્સેક્સમાં 1432 પોઈન્ટનો જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે 56720 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 1.72 ટકા અથવા 298.60 પોઈન્ટના ઘટાડા સાથે 17076 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.
આ સ્ટોકમાં તીવ્ર ઘટાડો
અન્ય ઘટતા શેરોમાં અલ્ટ્રાટેક, ડૉ. રેડ્ડી, લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા સ્ટીલ બજાજ ફાઇનાન્સ, ઇન્ડસઇન્ડ બેન્ક, બજાજ ફિનસર્વ અને એચડીએફસી બેન્ક 3-3%થી વધુ તૂટ્યા હતા. એરટેલ, ટાઇટન, એશિયન પેઇન્ટ્સ, મારુતિ, ટેક મહિન્દ્રા, કોટક બેંક, એક્સિસ બેંક, વિપ્રો નેસ્લેના શેર 2-2%ના નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર પણ તૂટ્યો
આ સિવાય રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, હિન્દુસ્તાન યુનિલિવર, ઈન્ફોસીસ, આઈટીસી અને એનટીપીસીના શેર 1-1%થી વધુ તૂટ્યા છે. સેન્સેક્સના 148 શેર અપર અને 386 લોઅર સર્કિટમાં છે. આનો અર્થ એ છે કે એક દિવસમાં તેઓ ચોક્કસ મર્યાદાથી વધુ ન તો પડી શકે છે અને ન તો વધી શકે છે.