![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Stock Market Today: વૈશ્વિક બજારમાં તેજીના જોરે ભારતીય સ્ટોક માર્કેટમાં શાનરાદર ઉછાળો, સેન્સેક્સ ફરી 59,000 ને પાર
સેક્ટોરલ ઈન્ડેક્સની વાત કરીએ તો આજે તમામ સેક્ટર ઝડપી તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે. ઓટો, ફાર્મા, એફએમસીજી, એનર્જી, બેન્કિંગ, આઈટી, મેટલ્સ સેક્ટરમાં ખરીદી જોવા મળી રહી છે.
![Stock Market Today: વૈશ્વિક બજારમાં તેજીના જોરે ભારતીય સ્ટોક માર્કેટમાં શાનરાદર ઉછાળો, સેન્સેક્સ ફરી 59,000 ને પાર Stock Market Today 26 August, 2022: The effect of growth in Asian markets, Indian stock market opened with great momentum Stock Market Today: વૈશ્વિક બજારમાં તેજીના જોરે ભારતીય સ્ટોક માર્કેટમાં શાનરાદર ઉછાળો, સેન્સેક્સ ફરી 59,000 ને પાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/20/6e038e60e56b43675416ed2a8896338f_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Stock Market Today: સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારો જોરદાર તેજી સાથે ખુલ્યા છે. અમેરિકન અને એશિયન શેરબજારોમાં તેજીના કારણે ભારતીય બજારમાં પણ તેજી જોવા મળી છે. સવારે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ 366 પોઈન્ટના વધારા સાથે 59,141 પર ખૂલ્યો હતો, જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ 103 પોઈન્ટ વધીને 17,625 પર ખુલ્યો હતો. હાલમાં સેન્સેક્સ 469 અને નિફ્ટી 138 પોઈન્ટના વધારા સાથે કારોબાર કરી રહ્યા છે. મોટી વાત એ છે કે સેન્સેક્સ ફરી 59,000ના સ્તરને પાર કરી ગયો છે.
સેક્ટોરલ ઇન્ડેક્સ
સેક્ટોરલ ઈન્ડેક્સની વાત કરીએ તો આજે તમામ સેક્ટર ઝડપી તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે. ઓટો, ફાર્મા, એફએમસીજી, એનર્જી, બેન્કિંગ, આઈટી, મેટલ્સ સેક્ટરમાં ખરીદી જોવા મળી રહી છે. સ્મોલ કેપમાં પણ મિડ કેપમાં ખરીદી જોવા મળી રહી છે. નિફ્ટીના 50 શેરોમાંથી 45 શેર લીલા નિશાનમાં અને 5 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 27 શેર લીલા નિશાનમાં અને 3 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.
વધનારા સ્ટોક
આજે જે શેરો ઉપર છે તેના પર નજર કરીએ તો કોલ ઈન્ડિયા 2.75 ટકા, ટાઇટન 2.33 ટકા, મહિન્દ્રા 2.17 ટકા, JSW 1.90 ટકા, ટેક મહિન્દ્રા 1.86 ટકા, હિન્દાલ્કો 1.85 ટકા, ટાટા સ્ટીલ 1.74 ટકા, ઇન્ફોસીસ 1.514 ટકા, Wipro 1.513 ટકા, ટાટા મોટર્સ 1.51 ટકા, બજાજ ફાઇનાન્સ 1.09 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યાં છે.
ઘટનારા સ્ટોક
જો આપણે ઘટાડા સાથે કારોબાર કરી રહેલા શેર પર નજર કરીએ તો, આઇશર મોટર્સ 1.36 ટકા, ભારતી એરટેલ 0.75 ટકા, શ્રી સિમેન્ટ્સ 0.49 ટકા, નેસ્લે 0.11 ટકા, અપોલો હોસ્પિટલ 0.05 ટકા, સિપ્લા 0.01 ટકા સાથે ટ્રેડ કરી રહ્યાં છે.
બજારમાં ચોતરફ ખરીદી જોવા મળી રહી છે. ઓટો અને મેટલ શેરોમાં તેજી છે. બંને સૂચકાંકો નિફ્ટી પર 1 ટકાથી વધુ વધ્યા છે. બેન્ક, ફાઇનાન્શિયલ અને આઇટી ઇન્ડેક્સ પણ અડધા ટકાથી વધુ વધ્યા છે. ફાર્મા, એફએમસીજી અને રિયલ્ટી ઇન્ડેક્સ પણ લીલા નિશાનમાં છે.
હેવીવેઇટ શેરોમાં ખરીદી. સેન્સેક્સ 30ના 28 શેરો લીલા નિશાનમાં છે. આજના ટોપ ગેનર્સમાં TITAN, TECHM, M&M, TATASTEEL, INFY, WIPRO, HINDUNILVR, HCLTECH નો સમાવેશ થાય છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)