(Source: ECI/ABP News/ABP Majha)
સપ્તાહના પહેલા દિસસે શેરબજારમાં સુસ્ત શરૂઆત, સેન્સેક્સ 63000 ને પાર, ICICI સિક્યુ.નો સ્ટોક 15 ટકા ઉછળ્યો
છેલ્લા ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો BSE સેન્સેક્સ 260 પોઈન્ટ ઘટીને 62979 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 106 પોઈન્ટ ઘટીને 18666ની સપાટીએ બંધ રહ્યો હતો.
Stock Market Today: વૈશ્વિક બજારમાં મિશ્ર સંકેતોની વચ્ચે આજે ભારતીય બજારમાં સુસ્ત શરૂઆત થઈ છે. સેન્સેક્સ 75.66 પોઈન્ટ અથવા 0.12% વધીને 63,055.03 પર અને નિફ્ટી 17.30 પોઈન્ટ અથવા 0.09% વધીને 18,682.80 પર હતો. લગભગ 1319 શેર વધ્યા, 990 શેર ઘટ્યા અને 181 શેર યથાવત.
ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈસીઆઈસીઆઈ બેંક, એચયુએલ અને સિપ્લાએ નિફ્ટીમાં ટોપ ગેઈનર્સ હતા, જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝ, એચડીએફસી લાઈફ, અદાણી પોર્ટ્સ, ભારતી એરટેલ અને ટીસીએસ ટોપ લુઝર્સ હતા.
આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીના ડિલિસ્ટીંગના સમાચારને પગલે સ્ટોકમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ખુલતા જ સ્ટોક 15 ટકા ઉછળ્યો હતો જોકે બાદમાં થોડી પ્રોફીટ બુકિંગ જોવા મળ્યું છે.
સેન્સેક્સ-નિફ્ટી શેર્સ કેવા છે
સેન્સેક્સના 30 શેરોમાંથી 18 શેરોમાં તેજી જોવા મળી રહી છે અને 12 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સિવાય નિફ્ટીના 50માંથી 33 શેરો લીલા નિશાનમાં મજબૂત ટ્રેડ કરી રહ્યાં છે અને 17 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
યુએસ ફ્યુચર્સમાં થોડી તેજી છે. બીજી તરફ, શુક્રવારે અમેરિકન બજારો ઘટાડા સાથે બંધ થયા હતા. આજના ટ્રેડિંગ સેશનમાં SGX નિફ્ટી 18827ના સ્તરે ખૂલ્યા બાદ 60 પોઈન્ટના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. તે જ સમયે, સિંગાપોર એક્સચેન્જ પર SGX ફ્યુચર્સ 26 જૂને શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં 18876 ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો BSE સેન્સેક્સ 260 પોઈન્ટ ઘટીને 62979 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 106 પોઈન્ટ ઘટીને 18666ની સપાટીએ બંધ રહ્યો હતો.
યુરોપિયન બજાર
ચાર સત્રના ઘટાડા બાદ શુક્રવારે યુરોપિયન શેરબજારો નુકસાન સાથે બંધ થયા હતા. સ્ટોકક્સ 600 ઈન્ડેક્સ 0.3 ટકા ઘટીને બંધ થયો. તેના મોટાભાગના સેક્ટર લાલ નિશાનમાં બંધ હતા. તેલના ભાવમાં ઘટાડો થતાં તેલ અને ગેસનો સ્ટોક 2.2 ટકા અને ખાણકામનો સ્ટોક 1.7 ટકા ડાઉન હતા. હેલ્થ કેર અને ટેલિકોમ શેરોમાં મામૂલી વધારો જોવા મળ્યો હતો. અન્ય સૂચકાંકોની વાત કરીએ તો FTSE 0.54 ટકા ઘટીને 7461 પોઈન્ટ પર બંધ થયો હતો. DAX 0.99 ટકા ઘટીને 15,829 પોઈન્ટ પર બંધ થયો હતો.
FII અને DIIના આંકડા
23 જૂને વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતીય બજારોમાં રૂ. 344.81 કરોડનું વેચાણ કર્યું હતું. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ દિવસે રૂ. 684.01 કરોડનું વેચાણ કર્યું હતું.
NSE પર F&O પ્રતિબંધ હેઠળ આવતા શેર
26મી જૂનના રોજ NSE પર હિન્દુસ્તાન એરોનોટિક્સ, હિન્દુસ્તાન કોપર, L&T ફાઇનાન્સ હોલ્ડિંગ્સ, પંજાબ નેશનલ બેંક અને RBL બેંકના શેરો F&O પ્રતિબંધ હેઠળ છે. તમને જણાવી દઈએ કે સિક્યોરિટીઝમાં પોઝિશન તેમની માર્કેટ વાઈડ પોઝિશન લિમિટ કરતાં વધી જાય તો F&O સેગમેન્ટમાં સમાવિષ્ટ સ્ટોક્સને પ્રતિબંધની શ્રેણીમાં મૂકવામાં આવે છે.