Stock Market Today: સતત બીજા દિવસે શેરબજારમાં કડાકો, નિફ્ટી 16,900 ની નીચે, સેન્સેક્સ 400 પોઈન્ટ્સ ડાઉન
એશિયાના મોટાભાગના શેરબજારો આજે ઘટાડા સાથે ખુલ્યા છે અને લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા છે.
Stock Market Today: વૈશ્વિક બજારમાં શેરબજારમાં કડાકાની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી રહી છે. આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં કડાકા સાથે શરૂઆત થઈ છે.
આજે સેન્સેક્સ 466.39 પોઈન્ટ અથવા 0.82% ઘટીને 56641.13 પર અને નિફ્ટી 138.20 પોઈન્ટ અથવા 0.81% ઘટીને 16869.20 પર ખુલ્યો હતો. લગભગ 567 શેર વધ્યા છે, 1072 શેર ઘટ્યા છે અને 100 શેર યથાવત છે.
આજના કારોબારમાં બજારમાં ચારેબાજુ વેચવાલી જોવા મળી રહી છે. નિફ્ટી પર બેન્ક અને નાણાકીય સૂચકાંકો 1 ટકાથી વધુ નબળા પડ્યા છે. ઓટો અને આઈટી ઈન્ડેક્સ અડધા ટકા નીચે છે. મેટલ, રિયલ્ટી અને એફએમસીજી શેરોમાં પણ વેચવાલી જોવા મળી રહી છે. જોકે ફાર્મા ઈન્ડેક્સ લીલા નિશાનમાં છે.
આજના વધનારા સ્ટોક
પાવરગ્રીડ, સન ફાર્મા, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ અને એમએન્ડએમના શેર આજના વધનારા સ્ટોક છે. વિપ્રોમાં પણ હવે ગ્રીન ઝોનમાં આવી ગયું છે. પાવરગ્રીડ, સન ફાર્મા, ડૉ. રેડ્ડીઝ લેબ્સ સાથે સિપ્લા અને આઈશર મોટર્સ નિફ્ટીમાં ટોપ ગેઇનર છે.
આજના ઘટનારા સ્ટોક
સેન્સેક્સમાં આજે ઘટનારા સ્ટોકમાં ભારતી એરટેલ, TCS, L&T, નેસ્લે, SBI, TCS, ઇન્ફોસિસ, મારુતિ, કોટક મહિન્દ્રા બેંક, બજાજ ફાઇનાન્સ, HUL, ICICI બેંક, ટેક મહિન્દ્રાનો સમાવેશ થાય છે. બીજી તરફ અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાઇટન, બજાજ ફિનસર્વ, એક્સિસ બેન્ક અને એશિયન પેઇન્ટ્સ, ITC, HDFC બેન્ક, HDFC, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, NTPC અને IndusInd બેન્કમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
ભારતીય રૂપિયો રેકોર્ડ નીચા સ્તરે ખૂલ્યો છે. યુએસ ડૉલર દીઠ 81.8800 પર 0.39% ડાઉન છે. આ પહેલાનો બંધ 81.5800 હતો.
યુએસ અને યુરોપિયન બજારો
અમેરિકાના તમામ મુખ્ય શેરબજારો પર મોંઘવારી અને મંદીના ભયનો પડછાયો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. રોકાણકારો હજુ પણ બજારથી દૂર રહ્યા છે અને સતત વેચાણને કારણે S&P 500 ઘટીને 3,623.29 પોઈન્ટ પર આવી ગયો છે, જે નવેમ્બર 30, 2020 પછીનું સૌથી નીચું સ્તર છે. જોકે, છેલ્લા ટ્રેડિંગ સેશનમાં NASDAQ પર 0.25 ટકાનો ઉછાળો આવ્યો છે.
છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન યુરોપના શેરબજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો અને તમામ મુખ્ય શેરબજારો નુકસાન પર બંધ થયા હતા. યુરોપના મુખ્ય શેરબજારમાં સમાવિષ્ટ જર્મનીનું સ્ટોક એક્સચેન્જ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 0.72 ટકાના ઘટાડા સાથે બંધ થયું હતું, જ્યારે ફ્રેન્ચ શેરબજાર 0.27 ટકા અને લંડનનું શેરબજાર 0.52 ટકાના ઘટાડા સાથે બંધ થયું હતું.
એશિયન માર્કેટમાં પણ ઘટાડો
એશિયાના મોટાભાગના શેરબજારો આજે ઘટાડા સાથે ખુલ્યા છે અને લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા છે. આજે સવારે સિંગાપોર સ્ટોક એક્સચેન્જમાં 0.54 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે જાપાનનો નિક્કી 1.18 ટકાના નુકસાન સાથે કારોબાર કરી રહ્યો છે. તાઈવાનનું શેરબજાર પણ 0.06 ટકા નીચે ટ્રેડ કરી રહ્યું છે, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.19 ટકાનો ઘટાડો દર્શાવે છે.