(Source: ECI/ABP News/ABP Majha)
Stock Market Today: લાલ નિશાન સાથે બંધ રહ્યું બજાર, સેન્સેક્સમાં 500 પોઈન્ટનું ગાબડું
Stock Market Today: સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 207 પોઈન્ટ ઘટીને 6145 પર અને નિફ્ટી 61 પોઈન્ટ ઘટીને 18246 પર બંધ રહ્યો છે.
Stock Market Today: સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 207 પોઈન્ટ ઘટીને 6145 પર અને નિફ્ટી 61 પોઈન્ટ ઘટીને 18246 પર બંધ રહ્યો છે.
નબળા લિસ્ટિંગ બાદ ફાઈવ સ્ટાર બિઝનેસમાં 15%નો ઉછાળો
નબળા લિસ્ટિંગ બાદ રોકાણકારોએ ફાઈવ સ્ટાર બિઝનેસમાં રસ દાખવ્યો હતો. આ સ્ટૉકમાં લગભગ 13 ટકાનો વધારો છે અને તે રૂ.535ના સ્તરે છે. ટ્રેડિંગ દરમિયાન તેણે 15 ટકાથી વધુનો ઉછાળો નોંધાવ્યો હતો. તે 543.60ની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે, જ્યારે લઘુત્તમ સ્તર રૂ. 448 છે. 474 રૂપિયાની ઇશ્યૂ કિંમતની સરખામણીએ આ 5 ટકા ડિસ્કાઉન્ટ સાથે 450 રૂપિયા પર NSE પર લિસ્ટ થયો હતો.
એશિયન બજારો દબાણ હેઠળ
એશિયાના મોટાભાગના શેરબજારો આજે સવારે ઘટાડા પર ખુલ્યા હતા. આજે સવારે સિંગાપોર સ્ટોક એક્સચેન્જમાં 0.32 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે જાપાનનો નિક્કી 0.01 ટકાના નજીવા વધારા સાથે ટ્રેડ કરી રહ્યો હતો. હોંગકોંગના માર્કેટમાં 1.88 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે તાઈવાનનું શેરબજાર 0.12 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યું હતું. દક્ષિણ કોરિયાના કોસ્પીમાં પણ આજે 1.09 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
ઝોમેટોમાં ટોચના સ્તરે એક પછી એક રાજીનામાં
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મજબૂત નાણાકીય કામગીરીને કારણે ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોના સ્ટોક માટે સકારાત્મક વાતાવરણ ઊભું થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જોકે, આ મહિને કંપનીમાં ટોચના સ્તરે અનેક રાજીનામાના કારણે વાતાવરણ હવે ખરાબ થઈ રહ્યું છે. Zomatoએ ગયા શુક્રવારે સ્ટોક એક્સચેન્જને મોકલેલી નોટિસમાં જણાવ્યું હતું કે તેના કો-ફાઉન્ડર મોહિત ગુપ્તાએ કંપનીમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ છેલ્લા સાડા ચાર વર્ષથી કંપની સાથે જોડાયેલા હતા. 2020 માં તેમના પ્રમોશન પહેલા, તેઓ કંપનીના ફૂડ ડિલિવરી બિઝનેસના CEO હતા અને ટીમનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખ્યું હતું.
ક્રૂડમાં નરમાઈ
બ્રેન્ટ ક્રૂડમાં નોંધપાત્ર નરમાઈ જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ 87 ડોલર પ્રતિ બેરલ પર છે. તે જ સમયે, અમેરિકન ક્રૂડ પ્રતિ બેરલ $ 80 પર છે. જ્યારે યુએસમાં 10-વર્ષના બોન્ડની યીલ્ડ 3.799 ટકા છે.
યુએસ અને યુરોપિયન બજારોમાં તેજી
યુ.એસ.માં, ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવાના સંકેતો અને ફુગાવા અને છૂટક વેચાણ અંગેના નિરાશાજનક ડેટા હોવા છતાં, રોકાણકારો ઉત્સાહિત છે અને ભારે ખરીદી કરી રહ્યા છે. છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન અમેરિકાના મુખ્ય શેરબજારોમાં સમાવિષ્ટ NASDAQ પર 0.01 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. અમેરિકાની જેમ જ યુરોપિયન બજારોમાં પણ છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન તેજી જોવા મળી હતી. યુરોપના મોટાભાગના શેરબજારો લીલા નિશાન પર બંધ થયા હતા. જર્મનીના સ્ટોક એક્સચેન્જે અગાઉના સત્રમાં 1.16 ટકાનો ઉછાળો દર્શાવ્યો હતો, જ્યારે ફ્રેન્ચ શેરબજાર 1.04 ટકાના વધારા સાથે બંધ થયું હતું. આ સિવાય લંડનના સ્ટોક એક્સચેન્જમાં પણ 0.53 ટકાનો વધારો થયો છે.