શોધખોળ કરો
Advertisement
નવી Tata Safari આજે ભારતમાં થશે લોન્ચ, જાણો શું હશે ખાસ
હાલમાં કારની કિંમત વિશે ખુલાસો કરવામાં આવ્યો નથી પરંતુ અંદાજ છે કે તે અંદાજે 13થી 20 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.
ટાટા મોટર્સ પોતાની આઈકોનિક સફારી ફરીથી એક વખત બજારમાં ઉતારવા જઈ રહી છે. કંપની આજે ટાટા સફારી લોન્ચ કરશે. જોકે સફારી સત્તાવાર રીતે વેચાણ માટે આગામી મહિને લોન્ચ થઈ શકે છે. ટાટાની આ 7 સીટર એસયૂવી ઘણી ફેમસ છે. સફારી નાના શહેરમાં પણ ઘણી પસંદ કરવામાં આવે છે. મોટી પરિવાર માટે આ કાર ઘણી કમ્ફર્ટેબલ છે. એસયૂવી સેગમેન્ટમાં સફારી સૌથી વધારે માગ ધરાવતી કાર છે. આવો જાણીએ હવે નવી સફારીમાં શું હશે ખાસ.
આ હશે ખાસ
નવી ટાટા સફારીને કંપનીએ ઇમ્પેક્ટ 2.0 ડિઝાઈન પર તૈયાર કરી છે. ટાટાની નવી સફારીમાં 2.0 લિટર, 4-સિલિન્ડરવાળું ડીઝલ એન્જિન 168 બીએચપીનો પાવર અને 350 એનએમનો પીક ટોર્ક જનરેટ કરશે. તેમાં તમને 6-સ્પીડ મેન્યુઅલ અથવા 6-સ્પીડ કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ આપવામાં આવ્યા છે. કારનું ઇન્ટીરિયરની વાત કરીએ તો તેનું ડેશબોર્ડ હૈરિયર જેવું જ હશે. SUVમાં ફ્લોટિંગ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ હશે, જે Apple CarPlay અને Android Auto બન્નેને સપોર્ટ કરશે. એક્સટીરિયરનું ફ્રન્ટ હાફ ઘણું ખરું હૈરિયર જેવું જ હશે. નવી સફારીમાં સ્ટેપ્ડ રૂફની સાથે એલોય વ્હીલ્સ હશે.
કિંમત અને બુકિંગ
હાલમાં કારની કિંમત વિશે ખુલાસો કરવામાં આવ્યો નથી પરંતુ અંદાજ છે કે તે અંદાજે 13થી 20 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. આ એસયૂવીનું પ્રી બુકિંગ હાલમાં જ શરૂ થયું હતું. આ મહિનામાં જ નવી ટાટા સફારી કંપનીના તમામ ડીલરશિપ પર પહોંચી જશે.
આ કાર સાથે હશે સ્પર્ધા
ટાટા સફારીની સ્પર્ધા નવી જનરેશન Mahindra XUV500, Hyundai Creta 7 સીટર, MG Hector Plus, Toyota Innova Crysta જેવી કાર સાથે હશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગાંધીનગર
લાઇફસ્ટાઇલ
અમદાવાદ
Advertisement