Gold Price Today: સોનાના વાયદામાં ઉછાળો, ચાંદીમાં પણ તેજી, જાણો આજના લેટેસ્ટ ભાવ
વૈશ્વિક સ્તરે શુક્રવારે સવારે સોનાના ભાવ વધ્યા હતા. કોમેક્સ પર, સોનાના વાયદાના ભાવ 0.35 ટકા અથવા $ 6.30 વધીને $ 1801.50 પ્રતિ ઔંસ પર ટ્રેડ થયા.
Gold Price on 27 August 2021: સ્થાનિક વાયદા બજારમાં સોના અને ચાંદી બન્ને કિંમતી ધાતુઓમાં શુક્રવારે પ્રારંભિક વેપારમાં વધારો જોવા મળ્યો છે. શુક્રવારે સવારે 5 ઓક્ટોબર, 2021ની ડિલિવરી માટે સોનું 0.38 ટકા અથવા MCX પર 181 રૂપિયાના વધારા સાથે રૂ. 47,418 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. આ સિવાય 3 ડિસેમ્બર, 2021ના રોજ ડિલિવરી માટે સોનું 0.36 ટકા અથવા 173 રૂપિયાના વધારા સાથે 10 ગ્રામ દીઠ 47580 રૂપિયા પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું.
ચાંદીના વાયદાના ભાવ
સોનાની સાથે ચાંદીના વાયદાના ભાવમાં પણ શુક્રવારે સવારે વધારો જોવા મળ્યો હતો. MCX પર, 3 સપ્ટેમ્બર, 2021ના રોજ ડિલિવરી માટે ચાંદીનો ભાવ શુક્રવારે સવારે 0.33 ટકા અથવા 205 રૂપિયાના વધારા સાથે 62,928 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. આ સિવાય, 3 ડિસેમ્બર, 2021 ના રોજ ડિલિવરી માટે ચાંદીનો ભાવ 0.26 ટકા અથવા 165 રૂપિયાના વધારા સાથે 63,448 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.
વૈશ્વિક સોનાનો ભાવ
વૈશ્વિક સ્તરે શુક્રવારે સવારે સોનાના ભાવ વધ્યા હતા. કોમેક્સ પર, સોનાના વાયદાના ભાવ 0.35 ટકા અથવા $ 6.30 વધીને $ 1801.50 પ્રતિ ઔંસ પર ટ્રેડ થયા. તે જ સમયે, સોનાની વૈશ્વિક હાજર કિંમત 0.42 ટકા અથવા $ 7.56 વધીને 1799.99 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થયું.
વૈશ્વિક ચાંદીનો રેટ
વૈશ્વિક સ્તરે ચાંદીના ભાવની વાત કરીએ તો, કોમેક્સ પર ચાંદીના વૈશ્વિક વાયદા ભાવ શુક્રવારે સવારે 0.31 ટકા અથવા 0.07 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા. તે જ સમયે, ચાંદીના વૈશ્વિક હાજર ભાવ 0.26 ટકા અથવા 0.06 ડોલર વધીને 23.63 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થયા.
ક્રૂડ ઓઇલ
શુક્રવારે સવારે ડબ્લ્યુટીઆઈના વાયદાના ભાવ 0.90 ટકા અથવા $ 0.61 વધીને 68.03 ડોલર પ્રતિ બેરલ અને બ્રેન્ટ તેલ 0.85 ટકા અથવા $ 0.60 વધીને 70.78 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થયા હતા.