શોધખોળ કરો
Advertisement
અહીંના ખેડૂતો મફતમાં આપી રહ્યા છે કેરી! જાણો કેમ
ફિલિપાઈન્સના કૃષિક્ષેત્રના સચિવ ઈમેનુએલ પિનોલના જણાવ્યાનુસાર અલ નીનોના કારણે આ વખતે કેરી પર અસર જોવા મળી.
નવી દિલ્હીઃ અત્યારે ગુજરાતમાં કેરીનું 10 કિલોનું બોક્સ તમને 400થી લઈને 800 રૂપિયામાં મળી રહ્યું છે ત્યારે ફિલિપાઈન્સમાં સ્થિતિ એવી છે કે ખૂડેતો મફતમાં કેરી આપી રહ્યા છે. આ વર્ષે ફિલિપાઈન્સમાં અંદાજે 20 લાખ કિલોગ્રામ કેરીનું વધારે ઉત્પાદન થયું છે. માટે કેરી બગડી જાય તે પહેલા તેનું વેચાણ કરવું જરૂરી છે.
ફિલિપાઈન્સના કૃષિક્ષેત્રના સચિવ ઈમેનુએલ પિનોલના જણાવ્યાનુસાર અલ નીનોના કારણે આ વખતે કેરી પર અસર જોવા મળી. અમને એવી આશા છે કે આ વખતે જૂન મહિનામાં લગભગ 10 લાખ કિલો કેરીઓ વેચાશે. છતાં પણ વધેલી 10 લાખ કિલો કેરી વેચવાનું પડકારજનક લાગી રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે અમને ખેડૂતોના નુક્સાનની ચિંતા સતાવી રહી છે. અમે આગામી એક-બે સપ્તાહમાં સમસ્યાનું સમાધાન લાવીશું. જો વિદેશના લોકો અહીં કેરીની ખરીદીમાં રસ ધરાવે તો અમને વેચાણમાં રાહત થઈ શકે તેવું લાગી રહ્યું છે. અમે જાપાનના એક વેપારીને 1 લાખ કિલોગ્રામ કેરી ખરીદવાનો પ્રસ્તાવ આપ્યો છે.
ફિલિપાઈન્સના લુઝોન નામના વિસ્તારમાં વધુ પ્રમાણમાં કેરીનું ઉત્પાદન થવાને કારણે અહીંના ખેડૂોતએ મફતમાં કેરીનું વેચાણ શરૂ કર્યું છે. ખેડૂતોએ હાઈવેના કિનારે કેરીની કોથળીઓ પણ લટકાવવાની શરૂ કરીદીધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દેશ
દુનિયા
Advertisement